33 વર્ષીય વ્યક્તિ આખે આખો નોકિયા ફોન ગળી ગયો, પેટમાં ફોનના ત્રણ ટુકડા થઇ ગયા, ડૉક્ટરે જોઈ ને ચોંકી ગયા
33 વર્ષીય વ્યક્તિ નોકિયા 3310 ફોન ગળી જતા ડૉક્ટરે માંડ-માંડ જીવ બચાવ્યો છે.પેટમાં આખે આખો ફોન જોઈને ડૉક્ટર્સની ટીમ ચોંકી ગઈ હતી. જો કે, સમયસર સર્જરી થઇ જતા દર્દીનો જીવ તો બચી ગયો પણ આ ફોન પેટમાં કેવી રીતે પહોંચ્યો તેના વિશે યુવક કઈ બોલ્યો નહોતો
આ ફોન વર્ષ 2000માં લોન્ચ થયો આ કેસ યુરોપના કોસોવો દેશની રાજધાની પ્રિસ્ટિનાનો છે. 33 વર્ષીય દર્દી પોપ્યુલર ફોન નોકિયા 3310 ગળી ગયો હતો.આ ફોન વર્ષ 2000માં લોન્ચ થયો હતો. ફોન ફસાઈ જતા તે પેટમાં દુખાવાની ફરિયાદ લઈને હોસ્પિટલ ગયો. અહીં ડૉ. સ્કેન્ડર તેલાકુએ દર્દીના પેટમાંથી ડિવાઇસ કાઢ્યું
ડૉ. સ્કેન્ડરે દર્દીનો આ કેસ સોશિયલ મીડિયા પર શેર કર્યો હોસ્પિટલમાં અમુક ટેસ્ટ કર્યા પછી ખબર પડી કે પેટમાં દુખાવો નોકિયા ફોનને લીધે થઇ રહ્યો છે. આ ફોનની સાઈઝ મોટી હતી. ઉપરથી ફોનની બેટરીમાં પણ ઘણા નુકસાનકારક કેમિકલ્સ હતા. જો ફોનની બેટરી ફાટે તો દર્દીના જીવને વધારે જોખમ હતું. આથી એક પણ સેકન્ડ બગાડ્યા વગર ડૉક્ટરે સર્જરી કરીને ફોન ભાર કાઢ્યો. ડૉ. સ્કેન્ડરે દર્દીનો આ કેસ ફોટો સાથે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. શેર કરેલા એક્સ-રેમાં પેટમાં ફસાયેલો ફોન દેખા
પેટમાં ફોનનાં ત્રણ ટુકડા ડૉ. સ્કેન્ડરે કહ્યું, સ્કેન કર્યા પછી ખબર પડી કે દર્દીના પેટમાં મોબાઈલના ત્રણ ભાગ થઇ ગયા છે. સૌથી વધારે ચિંતા મોબાઈલ ફોનની બેટરીની હતી. પેટમાં બેટરી ફાટવાની ઘણી બધી શક્યતાઓ હતી.મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, દર્દી પેટમાં દુખાવાની ફરિયાદ લઈને હોસ્પિટલ આવ્યો હતો. દર્દીએ ફોન ગળવા પાછળનું કારણ કહ્યું નહોતું. ડૉક્ટરની ટીમે 2 કલાકની સર્જરીમાં તેનો જીવ બચાવી લીધો
ફોન ગળી ગયાનો આ કોઈ પહેલો કેસ નથી. આની પહેલાં પણ વર્ષ 2014માં આવા અનેક કેસ આવ્યા હતા. વર્ષ 2016માં 29 વર્ષીય યુવક પોતાનો જ ફોન ગળી ગયો હતો. વોમિટિંગમાં પણ ફોન બહાર ના આવતા અંતે સર્જરી કરવી પડી