41 વર્ષીય શિક્ષિકા બની પ્રેગ્નન્ટ, બાળકનો પિતા નિકળ્યો માત્ર 15 વર્ષનો વિદ્યાર્થી, વાંચીને નહીં થાય વિશ્ર્વાસ

41 વર્ષીય શિક્ષિકા બની પ્રેગ્નન્ટ, બાળકનો પિતા નિકળ્યો માત્ર 15 વર્ષનો વિદ્યાર્થી, વાંચીને નહીં થાય વિશ્ર્વાસ

એક ટીચર પોતાના વિદ્યાર્થીને સાચો રસ્તો બતાવે છે. એક ટીચરનું કામ પોતાના વિદ્યાર્થીનું ભવિષ્ય બનાવવાનું અને તેને સાચો રસ્તો બતાવવાનું હોય છે. પણ કેટલાક કળયુગી ટીચર એવા પણ હોય છે કે જે પોતાના વિદ્યાર્થીને પોતાની હવસની નજરથી જુએ છે. ટીચર અને વિદ્યાર્થીનો સંબંધ ગુરૂ શિષ્યનો હોય છે. ત્યારે આજે અમે આપને એક એવા ટીચરને મળાવીશું કે જે પોતાના વિદ્યાર્થી સુધારવાના બદલે 15 વર્ષના વિદ્યાર્થીને પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો.

આ ટીચરે પોતાના દિકરા સમાન વિદ્યાર્થી સાથે મળીને બાળકનું પ્લાનિંગ કર્યું હતું અને શારિરીક સંબંધ બાંધ્યા હતા. હવે તે એક બાળકની માતા બનવાની છે. તે અત્યારે 8 મહિનાની ગર્ભવતી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અમેરિકાના ફ્લોરિડાની છે.

અમેરિકાના ફ્લોરિડામાં પોલીસે એક પ્રેગનેન્ટ ટીચરની ધરપકડ કરી લીધી છે. ધરપકડ કેમ કરવામાં આવી તેનું કારણ સામે આવશે તો તમે ચોંકી જશો. ચોંકાવનારી વાત છે કે તેણે પોતાના જ એક સ્ટુડન્ટ સાથે શારિરીક સંબંધ બનાવ્યા હતા. હવે તે એક બાળકની માતા બનવા જઈ રહી છે. હાલ તો પોલીસે મહિલા શિક્ષિકની ધરપકડ કરીને તેની તપાસ હાથ ધરી છે.

પીડિત વિદ્યાર્થીએ ટીચર પર લાગેલા તમામ આરોપને નકાર્યા છે.. તેનું કહેવું છે કે ટીચરે કોઇ યૌન શોષણ નથી કર્યું જે પણ થયું છે તે બધુ જ મરજીથી થયું છે. પણ કાયદામાં સગીરની સહમતિને પણ કોઇ સ્થાન નથી. જેથી હવે ટીચરને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

શિક્ષક પર વિધાર્થી સાથે સંબંધ રાખવાનો આરોપ છે એટલું જ નહીં. તેના પર સ્કૂલમાં બંદુક લાવવાનો પણ આરોપ લાગ્યો છે. શુક્રવારે મહિલા શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી. એક રિપોર્ટ અનુસાર આ 41 વર્ષીય ટીચરનું નામ હેરી છે. તેના પર આરોપ છે કે તેને 15 વર્ષના એક વિદ્યાર્થી સાથે શારિરીક સંબંધ બનાવ્યા હતા. જે બાદ તે તે જ વિદ્યાર્થીના બાળકની માતા બની છે.

પીડિત વિદ્યાર્થીના મિત્રોનું કહેવું છે કે તેમને પીડિતના ફોનમાં ટીચર અને તેના મિત્રના અશ્લીલ ફોટા અને વીડિયો જોયા છે. પોલીસના પ્રવક્તાએ કહ્યું કે હેરી 8 મહિના પ્રેગનેન્ટ છે પરંતુ તે જાણકારી ન આપી શકીએ કે આ બાળક સગીરનું છે કે અન્ય કોઇનું.

મહિલા ટીચર મિયામી ડેડ કાઉંટી પબ્લિક સ્કુલમાં ભણાવતી હતી. તેની ધરપકડ થયા બાદ હેરી હવે સ્કુલે આવતી નથી. તેને એક અન્ય સેન્ટરમાં મોકલી દેવામાં આવી છે. આ સાથે જ તેને સ્કુલમાંથી કાઢવાની પણ પ્રક્રિયા ચાલી રહી છે. આ મહિલા ટીચર હવે બીજી કોઈ સ્કુલમાં પણ નોકરી નહીં કરી શકે. આ ઘટના અત્યારે સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહી છે. આ ઘટના બાદ લોકો અલગ અલગ કમેન્ટ કરી રહ્યાં છે.