‘તારક મહેતા ’ની બબીતા પોતાનાથી નવ વર્ષ નાના ટપુડાના ગાઢ પ્રેમમાં, પરિવારને પણ છે સંબંધોની જાણ, ને કરવા માંગે છે લગ્ન

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લાં 13 વર્ષથી ચાલે છે. આ સિરિયલ ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે. આ સિરિયલના દરેક પાત્ર ઘેર-ઘેર જાણીતાં છે. લાંબા સમય સુધી એક જ સિરિયલમાં કામ કરવાને કારણે કલાકારો વચ્ચે પ્રેમસંબંધ ના બંધાય તો જ નવાઈની વાત છે. સેટ પર બબીતા એટલે કે મુનમુન દત્તા તથા ટપુડા (રાજ અનડકટ) વચ્ચે અફેર હોવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.

‘ઇટાઇમ્સ’ના અહેવાલ પ્રમાણે, મુનમુન તથા રાજ એકબીજાના ગાઢ પ્રેમમાં છે. ઉલ્લેખનીય છે કે બંને સો.મીડિયામાં એકબીજાની પોસ્ટ પર કમેન્ટ કરવાનું ક્યારેય ભૂલતાં નથી. આ વાત પર ઘણીવાર બંનેને સો.મીડિયા યુઝર્સે ટ્રોલ પણ કર્યા છે.

સિંગાપોર ટ્રિપ દરમિયાન રાજ તથા મુનમુન.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુનમુન દત્તા તથા રાજ અનડકટના પરિવારને પણ બંનેના સંબંધોની જાણ છે. આટલું જ નહીં ‘તારક મહેતા..’ની આખી ટીમને પણ બંનેના સંબંધો વિશે ખબર છે.

સેટ પર બંનેના પ્રેમનું સન્માન જાળવવામાં આવે છે

એવી પણ ચર્ચા છે કે બંને આ સંબંધ અંગે ઘણા જ ગંભીર છે. ‘તારક મહેતા..’ના કલાકારો બંનેના પ્રેમ અંગે કોઈ મજાક ઉડાવતા નથી અને તેમના પ્રેમને ઘણું જ માન આપે છે.

છેલ્લા ઘણા સમયથી અફેર ચાલે છે

એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે મુનમુન તથા રાજ વચ્ચે છેલ્લા ઘણા સમયથી અફેર ચાલે છે. જોકે વાત છેક હવે બહાર આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ 24 વર્ષનો છે અને મુનમુન દત્તા 33 વર્ષની છે. બંને વચ્ચે ઉંમરમાં 9 વર્ષનો તફાવત છે. ચર્ચા છે કે બંને લગ્ન પણ કરવાના છે.

મુનમુન દત્તા તથા રાજની બહેન સોનુ એકબીજાના ફ્રેન્ડ છે.

રાજ કે મુનમુને પોતાના સંબંધો અંગે હજી સુધી કોઈ વાત કરી નથી. બંનેએ આ સંબંધોનો સ્વીકાર પણ કર્યો નથી અને ના પણ પાડી નથી.

રાજ 2017થી ‘તારક મહેતા..’માં જોવા મળે છે

મુંબઈમાં જન્મેલા રાજે 2016માં ટીવી સિરિયલ ‘એક રિશ્તા સાંઝેદારી કા’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. માર્ચ, 2017 સુધી ‘તારક મહેતા..’માં ભવ્ય ગાંધી ટપુનો રોલ પ્લે કર્યો હતો. તેણે સિરિયલ છોડી પછી રાજને ટપુના રોલ માટે લેવામાં આવ્યો હતો.

મુનમુન 2008થી સિરિયલમાં

મુનમુન દત્તા મૂળ પૂણેની છે અને તે કરિયર માટે મુંબઈ આવી હતી. તેણે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. 2004માં તેણે ઝી ટીવીની સિરિયલ ‘હમ સબ બારાતી’થી ટીવી ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ તે 2005માં આવેલી ફિલ્મ ‘મુંબઈ એક્સપ્રેસ’, 2006માં ‘હોલિડે’ તથા 2015માં આવેલી ફિલ્મ ‘ઢિંચાક એન્ટરપ્રાઈઝ’માં જોવા મળી હતી. મુનમુનના પપ્પાનું અવસાન થઈ ચૂક્યું છે. તે પોતાનાં મમ્મી, ભાઈ-ભાભી તથા ભત્રીજી સાથે મુંબઈમાં રહે છે.

error: Content is protected !!