તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:સિરિયલમાં ટપુડાની પત્નીનો રોલ કોણે પ્લે કર્યો હતો? આજે તે એવી લાગે છે કે હિરોઈન પણ ફિકિ પડે

છેલ્લાં 13-13 વર્ષથી ચાલતી લોકપ્રિય કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં અત્યાર સુધી અનેક ટ્વિસ્ટ આવી ચૂક્યા છે. સિરિયલની ટપુસેના ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે. ટપુસેનામાં ટપુડો તથા સોનુ ખાસ મિત્રો છે. જોકે, શો શરૂ થયો ત્યારે શરૂઆતના એપિસોડમાં ટપુના લગ્ન નાનકડી બાળકી સાથે થતાં બતાવવામાં આવ્યા હતા. આ બાળકીનું નામ ટીના હતું. આજે આપણે આ ટીના હાલમાં ક્યા છે અને શું કરે છે તેના વિશે વાત કરીશું.

કોણ છે ટીના?

‘તારક મહેતા..’ના એક એપિસોડમાં બતાવવામાં આવ્યું હતું કે નાની ઉંમરમાં ટપુના લગ્ન ટીના સાથે થાય છે. દયાભાભી (દિશા વાકાણી)એ ઉત્સાહથી દીકરાના લગ્ન કરાવ્યા હતા અને તે દીકરાની વહુને ઘરે લઈને આવે છે. જોકે, નાનકડી બાળકી હોવા છતાંય ટીનાએ જેઠાલાલ (દિલીપ જોષી)ના નાકમાં દમ કરી નાખ્યો હતો. ટીનાએ સિરિયલમાં ઘણો જ સારો અભિનય કર્યો હતો. સિરિયલમાં ટીના ઘણો જ ઓછો સમય જોવા મળી હતી.

ટીનાનું સાચું નામ

ટીનાનો રોલ પ્લે કરનાર આ બાળકીનું નામ નુપુર ભટ્ટ છે. આજે તો નુપુર 22 વર્ષની થઈ ગઈ છે. 1999માં મુંબઈમાં જન્મેલી નુપુરે મુંબઈની રયાન ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તેણે ગ્રેજ્યુએશન જય હિંદ કોલેજમાંથી કર્યું છે.

હાલમાં એક્ટિંગ વર્લ્ડથી દૂર

નુપુર હાલમાં એક્ટિંગ વર્લ્ડથી દૂર છે. તે સો.મીડિયામાં એક્ટિવ રહે છે. તે હાલમાં ‘નોફિલ્ટર ગ્રુપ’માં નોકરી કરે છે.

સિરિયલમાં મેઇન કલાકારો બદલાયા

ઉલ્લેખનીય છે કે 2017થી સિરિયલમાં દયાભાભી એટલે કે દિશા વાકાણી જોવા મળતી નથી. ગયા વર્ષે અંજલિભાભીનો રોલ કરતી નેહા મહેતાને રિપ્લેસ કરવામાં આવી હતી. આ રોલ હવે સુનૈના ફોજદાર કરે છે. સોઢીનો રોલ પહેલાં ગુરુચરણ સિંહ કરતો હતો. હવે આ રોલ બલવિંદર કરે છે.

સિરિયલમાં આ વર્ષે બે મહિના સુધી બબીતા જોવા મળી નહોતી. માનવામાં આવે છે કે બબીતા ઉર્ફે મુનમુુન દત્તાએ જાતિ વિષયક કમેન્ટ્સ કરતાં તેને થોડો સમય શોમાં બોલાવવામાં આવી નહોતી. જોકે, હવે તે સિરિયલમાં જોવા મળે છે. નટુકાકા (ઘનશ્યામ નાયક)ની તબિયત સારી ના હોવાથી તે પણ ઘણાં સમયથી શોમાં જોવા મળતા નથી.

error: Content is protected !!