ગીર ગાય કરતાં પણ મોંઘુ દૂધ, ગુજરાતના આ ગામની ભેંસના દૂધના મળે છે 131 રૂપિયા

ગુજરાતમાં એક એવો મામલો સામે આવ્યો છે જે જાણીને પહેલા તમને વિશ્વાસ નહીં થાય. ગુજરાતના ગામમાં એક એવી ભેંસ છે જેના એક લિટર દૂધની કિંમત રૂપિયા 131 છે. આ ભેંસે મોંઘામાં મોંઘા દૂધના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ગુજરાતી ન્યૂઝ વેબસાઈટ ન્યૂઝ18ના અહેવાલ મુજબ જુનાગઢ જિલ્લાના તલાલા તાલુકાના ઉમરેઠી ગામમાં આ અનોખી ભેંસ જોવા મળી છે.

ઉમરેઠી ગામના ખેડૂત હિતેશભાઈ બાકુની દેશી જાતની ભેંસના એક લિટર દૂધની કિંમત રૂપિયા 131 રૂપિયા છે. વાત એવી છે કે ખેડૂત હિતેશભાઈ બાકુની દેશી જાતની ભેંસ જે દૂધ આપે છે તેના 17.5 ફેટ આવ્યા હતા. સામાન્ય રીતે ભેંસ 5થી 8 ફેટ આપતી હોય છે ત્યારે આ ભેંસ તેના ડબલથી પણ વધુ 17.5 ફેટનું દૂધ આપે છે.

ડેરીમાં દૂધના ભાવ ફેટ પ્રમાણે હોય છે. હાલ લિટરે એક ફેટનો ભાવ 7.50 રૂપિયા ચાલી રહ્યો છે. એ પ્રમાણે લિટરે 17.5 ફેટના ભાવ 131.25 રૂપિયા જેટલો થવા જાય છે.

હિતેશભાઈ બાકુની ભેંસના દૂધના 5 જાન્યુઆરીના રોજ 17.5 ફેટ આવ્યા હતા. જે અત્યાર સુધીમાં સૌથી વધુ હતા. આ ભેંસ સામાન્ય દિવસોમાં પણ 14થી 15 ફેટનું દૂધ આપે છે.  દેશી જાતની આ ભેંસ કુલ સરેરાશ ચાર લીટર દૂધ આપે છે,

જેમાંથી તેઓ બે લીટર દૂધ ડેરીમાં જમા કરાવે છે. જ્યારે બાકીના બે લિટર ઘરે ખાવા માટે રાખે છે. આમ તમને રોજ અંદાજે 200થી વધુ રૂપિયાની આવક થાય છે.

ખેડૂત હિતેશભાઇ બાકુની આ ભેંસની ઉંમર 19 વર્ષની છે. આ ભેંસ 6 વેતર વિયાણી છે તેમની ભેંસ સોજી છે અને દોહવામાં કે કાળજી લેવામાં તેમને કોઈ મુશ્કેલી પડતી નથી.

હિતેશભાઇ બાકુ ભેંસને દિવસમાં બે વખત જુવારનો સુકો ચારો, બે વખત મગફળીનો પાલો, બે વખત લીલો ચારો આપે છે. આ સિવાય ભેંસને દોહતી વખતે પ્રોટીન પાવડર ઉમેરી ખોળ આપે છે. (સોર્સ- gujarati.news18.com)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!