સ્વરૂપવાન યુવતીએ યુવકને ફસાવી લગ્ન કરી લીધા, લાખો રુપિયા પડાવી કેનેડા પહોંચી, પછી કર્યા આવા હાલ

સેલવાસના યુવકે વડોદરાની યુવતી સાથે લગ્ન કર્યા બાદ કેનેડામાં સાથે રહીશું કહી યુવતીએ તેની પાસેથી 42.55 લાખ પડાવી કેનેડા જઇ પતિને તરછોડી દેતા બનાવ અંગે સેલવાસ પોલીસમાં પત્ની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. સેલવાસ ખાતે ફાધર સ્કૂલ પાસે ગુરૂકૃપા બિલ્ડીંગમાં રહેતા સુરજ રજનીકાંત ભાવસારની મુલાકાત થોડા વર્ષો અગાઉ વડોદરા સ્થિત ગુજરાત ટ્રેક્ટર્સની સામે વિશ્વમૈત્રી ટાઉનશીપ બી-41માં રહેતી નમ્રતા પ્રશાંતકુમાર ભાવસાર સાથે થઇ હતી. જે બાદ બંને પરિવારની સંમતિ મેળવી લગ્ન કરી લેતા નમ્રતા સુરજ સાથે સેલવાસમાં રહેવા લાગી હતી.

ઓગષ્ટ 2017માં સુરજ દુબઇ ગયો ત્યારે પાછળથી નમ્રતા પણ ત્યાં ગઇ હતી અને પરત ભારત આવ્યા બાદ નમ્રતાએ સુરજને જણાવ્યું હતું કે, આપણે કેનેડામાં સુખ અને શાંતિપૂર્ણ જીવન વિતાવીશું. તેને સરળતાથી પીઆર (સ્થાયી રહેવાસી) મળી જશે અને તેના આધારે સુરજને પણ પીઆર મળી જશે તેમ કહી લલચાવીને સુરજ પાસેથી નમ્રતાએ ડીસેમ્બર 2018થી માર્ચ 2019 સુધીમાં રૂ.29500, 23600 અને રૂ.29500 લઇ અમદાવાદના ગેપ્સી કન્સલ્ટન્સીને આપ્યા હતા.

પરંતુ ત્યાં કામ ન થતા વડોદરાની તિરૂપતિ ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ પ્રા.લિ.ને સુરજે રૂ.1,50,000 ચૂકવ્યા હતા. જોકે કામ થઇ જવા બાદ નમ્રતા કેનેડા પહોંચી ગઇ હતી અને નોકરીએ લાગી ગઇ હતી. જ્યાં પાછળથી સુરજ પહોંચતા પતિ-પત્નીનો સંબંધ ખતમ કરી દેવા નમ્રતાએ જણાવતા સુરજને પોતે છેતરાઇ ગયા હોવાની જાણ થઇ હતી અને કેનેડાથી પરત ભારત આવતા તેના પિતા રજનીકાંતભાઇ ભાવસારે નમ્રતા સામે છેતરપિંડીની ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પત્નીએ બર્થડે ઉજવ્યા બાદ અલગ થવા કહ્યું
સુરજ આશ્રિત વિઝા પર પત્ની નમ્રતાને મળવા તેની પાસે જ્યારે કેનેડા ગયો ત્યારે 27મી ઓગષ્ટ 2020ના રોજ નમ્રતાનો જન્મદિવસ હતો અને તે ઉજવ્યા બાદ નમ્રતાએ સુરજને છોડી દઇ પતિ-પત્ની તરીકે અલગ થવાનો સંદેશો આપતા સુરજ ચોંકી ઉઠ્યો હતો એ બાદથી તે માનસિક હતાશાનો ભોગ બન્યો હતો.

છૂટાછેડા લેનારને જેલની ધમકી આપી
ફરિયાદીના જણાવ્યા મુજબ નમ્રતાએ ખોટા ઇરાદાથી વિઝા મેળવવા સુરજ અને તેના પરિવાર સાથે છેતરપિંડી કરી રૂ.42,55,750 રૂપિયા પડાવીને કેનેડાનો પીઆર મેળવ્યા બાદ સુરજને કેનેડા બોલાવી તેની ઇચ્છા મુજબ હું છુટાછેડા લઇશ તેમ કહી 25 મે 2021ના રોજ છૂટાછેડા લેનારને જેલ કરીશ તેમ કહી ધમકાવતા તેનો ઇરાદો શરૂઆતથી જ છેતરવાનું હતું.વડોદરાની આ શાતિર યુવતીથી થઈ જજો સાવધાન…! સેલવાસના યુવકને ફસાવી લગ્ન કર્યા, પછી કરી નાખ્યો મોટો કાંડ, યુવકની હવે માનસિક સ્થિતિ બગડી

error: Content is protected !!