સ્વામીએ કર્યું ભગવાન શિવનું ઘોર અપમાન, ન કહેવાના શબ્દો વાપર્યા

સ્વામીએ કર્યું ભગવાન શિવનું ઘોર અપમાન, ન કહેવાના શબ્દો વાપર્યા

સોખડા મંદિરથી જુદા થયેલા પ્રબોધસ્વામી જૂથના આનંદસાગરસ્વામીનો અમેરિકામાં પ્રવચન દરમિયાન શિવજી અંગે ટિપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ તેમણે આ અંગે માફી માગી છે તેમજ શિવજી દેવાધિદેવ છે અને શિક્ષારૂપે સાત દિવસના ઉપવાસ અને મૌન રાખીશ એમ જણાવ્યું છે.બીજી કોઈ આજ્ઞા હતી નહીં એટલે નિશિતભાઈ જે મેઈન ગેટ હતો ત્યાં ગયા તો એ બંધ હતો.

યુવકની લાગણીને ભાવ આપવા કર્યું: સાધુ આનંદસાગર
આનંદસાગરસ્વામીએ માફી માગતાં કહ્યું હતું કે દેવાધિદેવ મહાદેવજી સનાતન ભારતીય સંસ્કૃતિના આરાધ્ય દેવ છે, પૂજનીય દેવ છે અને અતિશય મોટા છે. એ સનાતન સંસ્કૃતિના દરેક સાધક, દરેક હિન્દુ માટે છે અને મારા માટે પણ પૂજનીય છે, આરાધ્ય છે અને રહેશે. મેં એક યુવકની લાગણીને ભાવ આપવા માટે કર્યું, મારાથી જેકાંઈ ભૂલ થઈ છે એ બદલ હું સનાતન ભારતીય સંસ્કૃતિના એક સાધુ તરીકે, એક સાધક તરીકે તમામ શિવભક્તોને, તમામ ભારતીય સંસ્કૃતિના સનાતન ધર્મના સાધકોને અને દરેક ભક્તજનની અંત:કરણપૂર્વક હૃદયથી ક્ષમા માગું છું. માફી માગું છું.

મૌન અને સાત દિવસના ઉપવાસ
તેમણે વધુમાં કહ્યું હતું કે આ અવસર જ્યારે થયો ત્યારે પ્રબોધસ્વામીએ મને ખૂબ કડક શબ્દોમાં સૂચન કર્યું છે. શિબિર દરમિયાન મને મૌન પણ આપ્યું છે અને ત્યાર પછી સાત દિવસના ઉપવાસ પણ આપ્યા છે, પરંતુ આજે જ્યારે બધા ભક્તોની લાગણી દુભાઈ છે ત્યારે આ વાત હું કરી રહ્યો છું, પણ પ્રબોધસ્વામીએ તો મને શિક્ષા ત્યારે જ આપી દીધી હતી. ફરી એકવાર હું માફી માગું છું.

પ્રવચનમાં શું કહ્યું હતું આનંદસ્વામીએ
સાધુ આનંદસાગરે અમેરિકામાં પ્રવચનમાં કહ્યું હતું કે પોતે જેના સમર્થક છે તે પ્રબોધ જીવનદાસજી માટે કહે છે કે ‘ધરતી ઉપર દીકરો રહે છે. નિશિત એનું નામ છે. પ્રબોધસ્વામી તેમના રૂમમાં હતા અને નિશિતભાઈને બોલાવીને કહી દીધું હતું કે જા એવીડીના મેઈન ગેટ પાસે જા. બીજી કોઈ આજ્ઞા હતી નહીં એટલે નિશિતભાઈ જે મેઈન ગેટ હતો ત્યાં ગયા તો એ બંધ હતો.

ગેટની બહાર શિવજી ઊભા હતા. પ્રોપર નિશિતભાઈએ વર્ણન કર્યું કે આપણે પિક્ચરમાં જોઈએ એ રીતે શિવજી જટાવાળા, નાગબાગ વીંટેલો, રુદ્રાક્ષ પહેરેલી, ત્રિશૂળ હાથમાં બધી જ પ્રોપર્ટીની સાથે ઊભા હતા. નિશિતભાઈએ પ્રાર્થના કરી કે આપ અહીં સુધી આવ્યા છો તો અંદર પધારો. પ્રબોધસ્વામીના પણ આપને દર્શન થઈ જાય. ત્યારે શિવજીએ તેમને કહ્યું, પ્રબોધસ્વામીના મને દર્શન થાય એવા મારા પુણ્ય જાગ્રત નથી થયા, પણ મને તમારાં દર્શન થઈ ગયાં એ મારા અહોભાગ્ય છે, એમ કહી શિવજી એ યુવક નિશિતભાઈને ચરણસ્પર્શ કરીને જતા રહ્યા.’