સુરતમાં 27 દિવસ પહેલા જ લગ્ન કરનારી હેમાંગી પટેલે આપઘાત કરી લીધો, કારણ જાણીને….

એક હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. સુરતના પાલનપુર વિસ્તારમાં રહેતી ફિઝિયોથેરાપિસ્ટ મહિલાની હનુમાન ટેકરી પાસે આવેલી તાપી નદીમાંથી લાશ મળી આવી હતી. એને લઇ ચકચાર મચી જવા પામી છે. ઘટના અંગે પોલીસને જાણ થતાં યુવતીએ તાપીમાં છલાંગ લગાવી આપઘાત કર્યો હોવાનું પોલીસ જણાવી રહી છે. હજુ તો 27 દિવસ પહેલાં જ યુવતીનાં લગ્ન થયાં છે. તાપીમાં ઝંપલાવી આપઘાત કરી લેતા અનેક સવાલો ઊભા થયા છે. ફિઝિયોથેરાપિસ્ટના અકાળે મોતથી પરિવારમાં શોક છવાઈ ગયો છે.

ફિઝિયોથેરાપિસ્ટ યુવતીનો આપઘાત
સુરતના પાલનપુર પાટિયા સ્થિત શ્રી રંગ સોસાયટીમાં રહેતી 25 વર્ષીય હેમાંગી ડેરિકભાઈ પટેલ ફિઝિયોથેરાપિસ્ટ હતી. 27 દિવસ પહેલાં જ ઓનલાઇનના બિઝનેસ સાથે સંકળાયેલા ડેરિકભાઈ સાથે તેનાં લગ્ન થયાં હતાં. દરમિયાન અચાનક શું થયું કે, હેમાંગી મંગળવારે નોકરી પર જવાનું કહીને નીકળી અને પછી ઘરે આવી જ નહીં. ત્યારબાદ પરિવાર તેની શોધખોળમાં લાગી ગયું હતું અને બુધવારે સવારે હેમાંગીની હનુમાન ટેકરી નજીક તાપી નદીમાંથી લાશ મળી આવી હતી. ઘટનાની જાણ સિંગણપોર પોલીસને કરાતા સિંગણપોર પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવીને તપાસ હાથ ધરતા યુવતીએ તાપી નદીમાં છલાંગ લગાવી આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

યુવતીના આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી
ઘટના અંગેની જાણ થતાં સિંગણપુર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સાથે પહોંચ્યા બાદ યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં જુદા જુદા નિષ્ણાત તબીબોની પેનલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ઘટના અંગે એસીપી એલ. બી. ઝાલાએ જણાવ્યું હતું કે, વહેલી સવારે સિંગણપુર પોલીસને જાણ કરવામાં આવી હતી કે, હનુમાન ટેકરી પાસે તાપી નદીમાં કિનારે એક યુવતીની લાશ છે. જેને લઇ અમારો પોલીસ સ્ટાફ ત્યાં દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે, હેમાંગીબેને નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો છે. પરંતુ આ આપઘાત તેણે શા માટે કર્યો છે. તેની પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. તેણી પાસેથી કોઈપણ સુસાઇડ નોટ મળી આવી નથી. ઘટનાને પગલે હાલ પોલીસ તપાસ કરી રહી છે.

પોલીસે મોબાઈલ કબજે લઈ તપાસ શરૂ કરી
ફિઝિયોથેરાપિસ્ટ યુવતીના આપઘાત પાછળ અનેક રહસ્યો ઘેરાયેલાં છે. મંગળવારે હેમાંગી પોતાના સાસરેથી નીકળ્યા બાદ બીજા દિવસે તેની લાશ જ મળી આવી હતી. આ વચ્ચે પરિવાર દ્વારા હેમાંગીને અનેક વખત ફોન કરવામાં આવ્યા હતા. પરંતુ હેમાંગીનો ફોન લાગતો ન હતો અને તેની સાથે સંપર્ક થઈ શકતો ન હતો. જોકે હેમાંગીને ફોન પર વહેલી સવારે પરિવારે રિંગ કરી તો રિંગ ગઈ હતી પરંતુ હેમાંગીએ ફોન લીધો ન હતો. જેને લઇ ફોનને આધારે લોકેશન હનુમાન ટેકરી તાપી નદી કિનારાની આસપાસનું બતાવતું હતું. જ્યાં પરિવાર દ્વારા તપાસ કરાતા તાપી નદીમાંથી યુવતીની લાશ મળી આવી હતી. જેને લઈ સિંગણપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે હાલ યુવતીનો મોબાઇલ પોતાના કબજામાં લીધો છે અને વધુ તપાસ હાથ ધરી રહી છે.

નોકરી પર જવાનું કહી ઘરેથી નીકળી હતી
ફિઝિયોથેરાપિસ્ટના ક્લિનિક પર હેમાંગી નોકરી કરતી હતી. ત્યારે મંગળવારે હેમાંગી સવારે નોકરી પર જવા નીકળી હતી. ફરી પાછી બપોરે ઘરે આવી હતી અને અચાનક થોડા સમય પછી ફરી નોકરી પર જવાનું છે એમ કહી ઘરેથી મોપેડ નીકળી ગઈ હતી. જોકે થોડા સમય પછી ક્લિનિક પરથી ડોક્ટરને હેમાંગીના પતિને ફોન કરી કહ્યું હતું કે હેમાંગીબેન ક્લિનિક પર આજે કેમ આવ્યાં નથી. તેનો ફોન પણ કેમ લાગતો નથી? એવો પ્રશ્ન કરતા તેના પતિ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જેને લઇ પતિએ તાત્કાલિક હેમાંગીના પિયર જાણ કરી હતી. તો તે ત્યાં પણ ન હતી. જેને લઇ પરિવાર ગભરાઈ જતા તેમણે અનેક શોધખોળ કરી હતી. આખરે મોડી રાત્રે પરિવારે હેમાંગીની રાંદેર પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ પણ આપી હતી.

ક્લિનિક જવા નીકળી હતી
મંગળવારે બપોરે ઘરેથી નોકરી પર જવા માટે નીકળી હતી. બાદમાં ક્લિનિક પર પહોંચી ન હતી, ક્લિનિક પરથી ફોન કરીને તે ક્લિનિક પર કેમ નથી તેવી પૂછપરછ પણ કરાઈ હતી. જેથી પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી. બાદમાં તેના મિસિંગની ફરિયાદ રાંદેર પોલીસ મથકમાં નોંધાવી હતી.

તાપીમાંથી મૃતદેહ મળ્યો
આ દરમિયાન બુધવારે તેની લાશ હનુમાન ટેકરી નજીક તાપી નદીમાંથી મળી આવી હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ મામલે જરૂરી કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત ફિઝિયોથેરાપિસ્ટ યુવતીના 27 દિવસ અગાઉ જ લગ્ન થયાં હતાં. તેણીના આપઘાતને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. તેણીના આપઘાતનું કારણ સામે નથી આવ્યું પરંતુ હાલ આ મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!