વધુ એક ભુવાએ પોત પ્રકાશ્યું, 55 વર્ષની મહિલાને જાળમાં ફસાવી અને…

વધુ એક ભુવાએ પોત પ્રકાશ્યું, 55 વર્ષની મહિલાને જાળમાં ફસાવી અને…

સુરતમાં એક ખૂબ જ શોકિંગ અને ધ્રુજાવી દેતો બનાવ સામે આવ્યો છે. વધુ એક મહિલા ભુવાની જાળમાં ફસાઈ હતી. કતારગામ દરવાજા વિસ્તારમાં ભુવાએ આધેડ મહિલાને વિધિ દ્વારા રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી મહિલા પાસે 6 લાખ રૂપિયા પડાવી લીધા હતા. ભુવો રૂપિયા લઈને નાસી જતા મહિલાએ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે આ બનાવમાં ભુવાને દબોચી લીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મુકેશ ગંગારામ રસિનિયાના પત્ની જયશ્રી (55 વર્ષ) અને દીકરો ભાવેશ સાથે કતારગામ દરવાજા પાસે રહે છે. જયશ્રીબેન દશામાની પુજા કરતા હતા. આથી તેઓ સિંગણપોરમાં રહેતા ખુશાલ ગુબાલ નિમજે નામના શખસના સંપર્કમાં આવ્યા હતા. આ શખ્સ બીમ પસારવાનું કામ કરવાની સાથે ભુવા તરીકે પણ કામ કરતો હતો. ભુવો ખુશાલ જયશ્રીબેનને બહેન માનતો હતો.

ભુવાએ જયશ્રીબેનને લાલચ આપી હતી કે, તે વિધિ કરીને તેમના રૂપિયા ડબલ કરી આપશે. જયશ્રીબેન વાતોમાં આવી ગયા હતા. ભુવાએ 6 લાખ રૂપિયા માંગ્યા હતા. જયશ્રીબેન પાસે રૂપિયા ન હતા તો તેઓએ મુંબઈમાં રહેતી તેમની દીકરી પ્રિયંકા પાસે રૂપિયા માંગ્યા હતા.

દરમિયાન ફેબ્રુઆરી મહિનાના શરૂઆતમાં પ્રિયંકાએ માતા જયશ્રીબેનને 6 લાખ રૂપિયા આપ્યા હતા. પછી ફરીથી જયશ્રીબેને દિકરીને ફોન કરીને કહ્યું હતું કે, ભુવા પર માતાજી પ્રસન્ન થયા છે પરંતુ માતાજી તેમને રસ્તો બતાવવાના નથી. જેથી રસ્તો બતાવવા માટે ખુશાલભાઈ તેમના ગુરૂજીને શનિવારે મોડી રાત્રે બધા સુઈ જશે પછી બોલાવશે.ત્યારે ગુરૂજી આવશે અને વિધિ કરીને રસ્તો બતાવશે. ભુવો 6 દિવસથી ઘરમાં વિધિ કરતો હતો.

આ વાત જયશ્રીબેને 25 ફેબ્રુઆરીના રોજ ફોન કરીને દિકરીને જણાવી હતી. તેજ તારીખે રાત્રે ભુવો રૂપિયા લઈને નાસી ગયો હતો. તેથી જયશ્રીબેન ટેન્શનમાં આવી જતા પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. પ્રિયંકાએ આરોપી ખુશાલ(ભુવા) વિરુદ્ધ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાની દુષ્પ્રેરણા અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભુવાને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સિંગણપોર રહેતા ભુવા ખુશાલ ગુલાબ નિમજે દેખાડો કરવા માટે જયશ્રીબેનના ઘરમાં જ 6 દિવસથી વિધિ કરી રહ્યો હતો. દરમિયાન 28 જાન્યુઆરીના રોજ જયશ્રીબેને દિકરી પ્રિયંકાને ફોન કરીને કહ્યું હતું કે, માતાજીએ ભુવાને એક સિક્કો આપ્યો છે તે સિક્કો ભુવાએ મને આપ્યો છે. ભુવાએ રૂપિયા મંદિરના ખુણામાં મુકી દીધા છે. રૂમમાં એક લોખંડનું કબાટ છે તેમાં લક્ષ્મીજીનું આગમન થઈ ગયું છે પરંતુ તે કબાટ હાલ ખોલવાનું નથી. ભુવાએ જયશ્રીબેનને ઘરમાં લોખંડનો હથોડો રાખવાનું કહ્યું હતું તેનાથી પૈસા આવશે એવું કહ્યું હતું.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *