સુરજ ભુવા અને દુષ્કર્મનો આક્ષેપ કરનાર યુવતિ વચ્ચે સમાધાન થય ગયુ ?? સોસીયલ મિડીઆ પર બન્ને ના ફોટો વાયરલ, જુવો…
એક ખૂબજ શોંકિંગ અને ધ્રુજાવી દેતો બનાવ સામે આવ્યો છે. જૂનાગઢની યુવતી ઝેરી દવા પી રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી. આથી પોલીસે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. યુવતીએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, જૂનાગઢના ભૂવા સુરજ સોલંકીએ 10 મહિના સુધી મારા પર દુષ્કર્મ આચર્યું હતું. તેમજ ઝેરી દવા પીધા પહેલા યુવતીએ લખેલી સ્યુસાઈડ નોટ સોશિયલ મીડિયામાં વાઇરલ કરી છે. જેમાં સુરજે ગર્ભ રાખી દીધાનો પણ ઉલ્લેખ કર્યો છે.
યુવતીએ સોશિયલ મીડિયામાં પોતે લખેલી સ્યુસાઈડ નોટ પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છે કે, મારે 10 મહિના પહેલા સુરજભાઈ લાખાભાઈ સોલંકી પાસે અંગત પ્રશ્નના લીધે જોવડાવા ગઈ હતી. ત્યારથી મારે સુરજ સોલંકી સાથે પર્સનલ કોન્ટેક્ટ થયો હતો. ત્યાં મને એવું કહ્યું હતું કે હું તારી સાથે લગ્ન કરીશ. આવા અંધારામાં રાખી મારી સાથે 10 મહિના શારીરિક શોષણ કર્યું હતું. આ દરમિયાન હું પ્રેગનન્ટ બની હતી. બાદમાં દવા આપી હતી અને છેલ્લા 1 મહિનાથી મને મૂકીને ચાલ્યો ગયો હતો.
સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ માધ્યમ દ્વારા મને ઘરવાળી બનાવીને મારા ફોટા વાઇરલ કરી દીધા હતા. હું એને 15 દિવસ પહેલા મનાવવા અમદાવાદ ગઈ હતી પણ આશ્રમ રોડના સર્કલ ઉપર ગાડીમાં બેસાડી સંજયભાઈ સોહલિયાએ માર માર્યો અને ગાડીમાંથી ફેંકી દીધી હતી. સુરજ સોલંકીનો માણસ ગુંજન જોશી સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાંથી લાઈવ થઈને મને બદનામ કરે છે. હવે મારે ક્યાંય જવા જેવું રહ્યું નથી. મને આમાંથી કોઈ રસ્તો મળતો નથી એટલે મારી પાસે મરવા સિવાય કોઈ રસ્તો નથી.