પત્નીએ પતિને પતાવી દીધો, બોયફ્રેન્ડ સાથે મળીને પતિનાં શરીરનાં કરી નાખ્યા ટૂકડે ટૂકડા કરી નાખ્યા, ધડ ઘરમાં દાટ્યું, નજારો જોઈ પોલીસ પણ હક્કા બક્કા રહી ગઈ
એક હચમચાવતો અને હૃદય કંપાવનારો હત્યાકાંડ સામે આવ્યો છે. અહીં પત્નીએ મિત્ર સાથે મળીને પતિનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. પત્નીએ પતિની માથું, ધડ તથા હાથ-પગ કાપી નાખ્યા હતા. ધડને જમીનમાં દાટી દીધું. આ બાબતનો ખુલાસો ત્યારે થયો જ્યારે તેના 19 વર્ષના ડ્રગ એડિક્ટ દીકરાએ નશામા ધૂત થઈને તેના મિત્રોને કહ્યું કે માતાએ પિતાની હત્યા કરી લાશ બાથરૂમમાં દાટી દીધી છે.પોલીસે મહિલાની ધરપકડ કરી હતી. પોલીસે ઘરમાં ખોદકામ પણ કર્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાના બાથરૂમમાંથી કંઈ મળ્યું નથી, પરંતુ જ્યારે મહિલાના કહેવા પર બીજી જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું ત્યારે તેના પતિનો મૃતદેહ થોડા ફૂટ નીચેથી મળી આવ્યો હતો. યુવકનું ધડ કોથળામાં બંધ હાલતમાં મળી આવ્યું હતું. પોલીસ તેના હાથ, પગ અને ગરદનને શોધી રહી છે. ટીઆઈ રાજેન્દ્ર સોનીએ જણાવ્યું કે, કોઈએ જાણ કરી હતી કે ઉમરીખેડા નજીકના કાંકડમાં રહેતી 40 વર્ષીય સુનિતાએ તેના પતિ બબલુની હત્યા કરી છે.
મહિલાએ આનું કારણ જણાવ્યું
જ્યારે પોલીસે મહિલાને પૂછ્યું તો તેણે કહ્યું- પતિ મને નગ્ન કરીને માર મારતો હતો. તેને છોડીને બીજે ક્યાંક રહેવા લાગી તો દારૂ પીને ત્યાં આવતો હતો અને માર મારતો હતો. આ પછી મહિલાએ આખી વાત તેના મિત્રને જણાવી અને તેના પતિને મારી નાખવાનો પ્લાન બનાવ્યો. પોલીસનું કહેવું છે કે મામલો લાંબો સમય ચાલી શકે છે, કારણ કે સુનીતા વારંવાર પોતાનું નિવેદન બદલી રહી છે.
આ પ્રકારની હત્યા
મહિલાએ પોલીસને જણાવ્યું કે પતિ બબલુ હંમેશા તેની સાથે ખરાબ વ્યવહાર કરતો હતો. આ દરમિયાન તેની મિત્રતા તેના કરતા 5 વર્ષ નાના રિઝવાન સાથે થઈ ગઈ. પ્લાન મુજબ સુનીતાએ 5 ફેબ્રુઆરીના રોજ દાળ-બાટી બનાવી અને તેમાં નશો ભેળવીને બબલુને ખવડાવ્યો. થોડા સમય પછી તે બેહોશ થઈ ગયો. આ પછી મહિલા અને રિઝવાને તેનું ગળું દબાવ્યું. તેના હાથ- પગ, ગરદન અને ધડ કાપી નાંખવામાં આવ્યા હતા. આ ટુકડાઓને અલગ – અલગ જગ્યાએ ફેંકી દેવામાં આવ્યા હતા અને ધડને જમીનમાં દાટી દીધુ હતુ.
મિત્રની શોધખોળ ચાલુ
પોલીસ હવે સુનીતાના મિત્ર રિઝવાની શોધખોળ કરી રહી છે. હજી સુધી મિત્રની ધરપકડ થઈ નથી. જોકે, એમ પણ માનવામાં આવે છે કે સુનીતા તથા રિઝવાન વચ્ચે સંબંધો હતો અને બબલુને કાંટારૂપ બનતા તેની હત્યા કરવામાં આવી છે.
મોટા દીકરાને કારણે ભાંડો ફૂટ્યો
સુનીતા તથા બબલુને બે દીકરાઓ છે. મોટો દીકરો પ્રશાંત દારૂડિયો છે. તેણે મિત્રો આગળ માતાની કરતૂતો ઉજાગર કરી હતી. પોલીસને માહિતી આપનાર પ્રશાંતના મિત્ર તથા પ્રશાંતના નાના ભાઈ ધ્રુવની શોધખોળ ચાલુ છે.પત્નીએ જુવાન ‘બોયફ્રેન્ડ’ માટે પતિને આપ્યું દર્દનાક મોત, ખોદકામ કર્યું તો પોલીસની પણ આંખો થઈ ગઈ ચાર