પપ્પાનું બેંક ખાતું બંધ કરાવવા ગયો ને બેંકવાળાએ સીધા 15 લાખ આપી દીધા, કેમ? વાંચીને ચોંકી જશો

પપ્પાનું બેંક ખાતું બંધ કરાવવા ગયો ને બેંકવાળાએ સીધા 15 લાખ આપી દીધા, કેમ? વાંચીને ચોંકી જશો

દરેક વ્યક્તિ પોતાના ભવિષ્યની ચિંતા કરે છે. આ માટે, આપણે બધા આપણા બેંક અકાઉન્ટમાં પૈસા જમા કરતા હોઈએ છીએ. સ્પષ્ટ છે કે આપણે જેટલા પૈસા ખાતામાં જમા કરીએ તેટલાં જ આપણે ઉપાડી શકીએ, પરંતુ તમે એક દિવસ બેંકમાં જાવ અને બેંક તમને લાખો રૂપિયા આપી દે તો તમે શું કરો? સાંભળવામાં આ વાત ઘણી જ ફૅક લાગે છે, પરંતુ આ સત્ય છે.

હાલમાં જ મધ્યપ્રદેશના પાટનની સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયામાં ખેડૂતના મોત બાદ પરિવાર ખાતું બંધ કરાવવા આવ્યો હતો. અહીંયા આવ્યા બાદ બેંકે ખેડૂત પરિવારને 15 લાખ રૂપિયા આપ્યા હતા, નવાઈની વાત એ છે કે ખેડૂતના પરિવારને આ અંગે કંઈ જ જાણ નહોતી. તેમને ખ્યાલ જ નહોતી કે બેંક આખરે કેમ તેમને 15 લાખ જેટલી રકમ આપી.

ખેડૂતે જીવનવીમો કરાવ્યો હતોઃ પાટન જનપદ ગ્રામ માંદામાં રહેતા ખેડૂત જનવેશ કુમારનું મોત થયા બાદ દીકરો પોતાના દાદા સાથે બેંકમાં ખાતું બંધ કરાવવા માટે આવ્યો હતો. બેંકમાં આવ્યા બાદ જાણ થઈ કે પિતાએ 15 લાખની પોલિસી લીધી હતી.

ખેડૂતે બેંકમાંથી 1800 રૂપિયામાં 15 લાખની પોલિસી લીધી હતી. થોડાં સમય પહેલાં જનવેશ કુમાર ધાબે કામ કરતાં સમયે લપસીને નીચે પડી ગયા હતા અને મોત થયું હતું. તેમના મૃત્યુ બાદ પરિવારને જાણ જ નહોતી કે 15 લાખની પોલિસી છે.

ડોક્યુમેન્ટ પ્રોસેસ પૂરી થતાં બેંકે દીકરાને ચેક આપી દીધો હતો. પિતાએ દીકરાને નોમિની તરીકે રાખ્યો હતો.