હ્રદયદ્રાવક ઘટનાઃ એક સાથે 13-13 મહિલાઓના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ, રડાવી દેતો બનાવ

એક ખૂબ જ હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. લગ્નમાં હલ્દી સમારોહનો કાર્યક્રમ હતો. જેમા લગ્નની રસમ કરવા માટે મહિલાઓ કૂવા પાસે પહોંચી હતી. એક સાથે ઘણી બધી મહિલાએ કૂવા પર ચડી જતા કૂવાનો જર્જરિત સ્લેબ તૂટી ગયો હતો. તેમાં પૂજા કરતી મહિલાઓ કૂવામાં પડી ગઈ હતી. અકસ્માતમાં 13ના મોત થયા હતા. મૃતકોમાં 9 છોકરીઓ અને ચાર મહિલાઓનો સમાવેશ થાય છે.

આ હચમચાવી દેતી ઘટના ઉત્તરપ્રદેશના કુશીનગરના નોરંગિયા ગામમાં બનવા પામી છે. કૂવામાં થયેલી દૂર્ઘટનામાં મૃત્યુ પામેલી 13 મહિલાઓમાં 21 વર્ષની પૂજા યાદવ પણ સામેલ છે. UPની આ બહાદૂર દીકરી હવે આ દુનિયામાં નથી રહી, પરંતુ રાતની દૂર્ઘટનાના સમયે તેણે જે હિમ્મત બતાવી છે તેની ચર્ચા હવે દરેક લોકો કરી રહ્યાં છે. તે સેનામાં ભરતી થવાની તૈયારી કરી રહી હતી. તે સિલેક્શન પહેલા જિંદગીની જંગ હારી ગઈ પણ તેણે જે બહાદૂરી બતાવી તેનાથી પાંચ લોકોના જીવ બચી ગયા જેમાં 2 બાળકો પણ સામેલ છે.

અંધારામાં ઘટનામાં ડુબનારાઓમાં પૂજા સાથે તેની માતા પણ હતી. તેણે પહેલા તેની માતાને બચાવી. ત્યાર બાદ તેણે એક-એક કરીને 4 અન્ય લોકોને બચાવીને કૂવાની બહાર મોકલ્યા. છઠ્ઠા વ્યક્તિનો જીવ બચાવતા જતા તે કૂવામાં પડી ગઈ અને મોતને ભેટી. આર્મી મેન પિતા બલવંત યાદવ પોતાની દીકરીના લગ્નને લઈને ચિંતિંત હતા, પરંતુ દીકરીનું આર્મીમાં સિલેક્શન પણ ન થયુ કે ન તો લગ્ન થઈ શક્યા. હવે તેના અંતિમસંસ્કારની તૈયારી કરવામાં આવી રહી છે.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે પૂજા પર દરેક લોકોને બચાવી લેવાની ધૂન સવાર હતી. દરેક લોકો તેને યાદ કરી રહ્યા છે. તેમણે કહ્યું પૂજાએ જ્યારે 5 લોકોને બચાવ્યા તો લોકોને એક આશા થઈ કે બધા બચી જશે પરંતુ છઠ્ઠી વ્યક્તિને બચાવવા જતા જ તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું અને કૂવામાં પડી ડૂબી ગઈ.

જર્જરિત કૂવાનો સ્લેબ 13 લોકો માટે યમરાજા બન્યો. અંધારી રાત અને ઊંડા કૂવામાં પડેલા લોકોના અવાજો પણ બીજા લોકો સુધી પહોંચી શકતા ન હતા. તેવામાં પૂજા સાથે બીજી મહિલાઓ સતત બૂમો પાડવા લાગી. રાતના શાંત વાતાવરણમાં અવાજ અન્ય લોકો સુધી પહોંચ્યો અને પછી ત્યા ભીડ જમા થઈ ગઈ.પૂજાનો અવાજ સાંભળીને ત્યાં વિપિન પણ પહોંચ્યો. તેની મદદથી પાંચ લોકો બહાર નીકાળવામાં આવ્યા, દરેક વખતે પૂજા પોતાને બચાવવાની જગ્યાએ લોકોને કહેતી હતી આનો હાથ પકડી લો, બાળકોને ઉપર નીકાળો.

પોતાની માતાનો જીવ બચાવ્યો
પૂજાએ પહેલા પોતાની માતા લીલાવતી યાદવનો જીવ બચાવ્યો. કૂવામાં લીલાવતી અને પૂજા એક જ સાથે પડ્યા હતા. તે દરમિયાન કૂવાની બહાર લોકો મદદ માટે પહોંચ્યા ત્યારે પૂજાએ પોતાની માતાનો હાથ પકડાવી ઉપર મોકલી દીધી. તે પ્રમાણે પૂજાની મદદથી અનુપ, ઉપેન્દ્ર, લીલાવતી સહિત પાંચ લોકોના જીવ બચી ગયા હતા.

પૂજા BAના બીજા વર્ષની વિદ્યાર્થીની હતી. તેના બે જોડિયા ભાઈ આદિત્ય અને ઉત્કર્ષ છે. પિતા બળવંત યાદવ દિલ્હીમાં પોસ્ટેડ છે, જ્યારે જોડિયા ભાઈ નવમાં ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે. સમગ્ર પરિવાર એજ્યુકેટેડ છે. પૂજા પોતાના ભાઈઓની પણ પિતાની જેમ સેના અને પોલીસમાં ભરતી કરાવવા ઈચ્છતી હતી.દીકરીએ માતા સહિત 5ને બચાવ્યા, છઠ્ઠી વ્યક્તિને બચાવવા જતાં પોતે જ ડૂબી ગઈ, ભાવુક બનાવ

error: Content is protected !!