આ વાતને લીધે 20 વર્ષની યુવતીને કેરોસીન છાંટીને જીવતી સળગાવી દીધી, દ્રશ્ય જોનારાઓ ચીસો પાડી ગયા

કટિહારના અમદાવાદમાં જીવતી સળગાવવામાં આવેલી 20 વર્ષની રેશમી ખાતૂનનું શનિવારે રાત્રે મોત થયું હતું. તેના પતિ સહિત સાસરિયાંના સાત લોકો પર હત્યાનો આરોપ છે. રેશ્મીની માતા શમસુન નિશાએ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવતા કહ્યું છે કે, ‘દીકરીને માત્ર એક ફ્રીઝ અને અપાચે બાઇક માટે રૂમમાં બંધ કરી દેવામાં આવી હતી અને કેરોસીન રેડીને જીવતી સળગાવી દેવામાં આવી હતી.’ આ હત્યામાં રેશ્મીના પતિ શેખ અહેમદનું પણ નામ છે. હાલ તમામ સાસરિયાઓ ફરાર છે. પોલીસ શોધમાં લાગી છે, પરંતુ આગળ જાણો, દહેજ લોભી લોકોના હાથે દીકરી ગુમાવનાર માતાની વેદના…

રેશ્મીની માતા શમસુન નિશાએ ફોન પર વાત કરી હતી. તેણે કહ્યું, ‘અમે અમારી 20 વર્ષની દીકરી રેશ્મી ખાતૂનનાં ખૂબ ધામધૂમથી લગ્ન કર્યા હતા. અમે તેને ખૂબ લાડ અને પ્રેમથી ઉછેરી હતી. લગ્ન લગભગ 15 મહિના પહેલા વર્ષ 2020માં ગોવિંદપુર ગામના શેખ અહેમદ સાથે થયા હતા. અમે અમારા સ્ટેટસ પ્રમાણે બધું જ આપ્યું હતું, પરંતુ લગ્નના થોડા દિવસો પછી રેશમી પાસે તેના સાસરિયાઓએ ફ્રીઝ અને પતિએ અપાચે બાઇકની માંગણી શરૂ કરી. આ બાબતે તેઓએ રેશ્મીને માર મારવાનું શરૂ કરી દીધું હતું.

દીકરી સાથે મારપીટ થયા બાદ અમે ગામમાં પંચાયતી પણ કરાવી હતી, પરંતુ સાસરિયાં માન્યા ન હતા. શનિવારે દિવસ દરમિયાન પણ તેની પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બપોરે 1:00 વાગ્યાના સુમારે રૂમને તાળુ મારી શરીર પર કેરોસીન નાખી આગ ચાંપી દીધી હતી. અમને આજુબાજુના લોકો પાસેથી ઘટના વિશે માહિતી મળી. ત્યારપછી અમે દીકરીના સાસરે પહોંચ્યા અને તેને એમ્બ્યુલન્સમાં અમદાવાદ પીએચસીમાં લઈ આવ્યા. ત્યાં પ્રાથમિક સારવાર કર્યા બાદ તેને સદર હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. તો, સારવાર દરમિયાન રેશમીનું રાત્રે 11 વાગ્યાની આસપાસ મૃત્યુ થયું હતું. તેમને 4 માસનો પુત્ર છે. હવે તેનું શું થશે…

રેશ્મીની કાકી ગુડિયા ખાતૂને કહ્યું, ‘શેખ અમજદે ગામની બાજુમાં આવેલી એક મહિલા સાથે ગેરકાયદેસર લગ્ન પણ કર્યા હતા. જ્યારે અમને તેની જાણ થઈ ત્યારે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ સાસરિયાઓએ કહ્યું હતું કે અન્ય જગ્યાએથી સારું દહેજ મળ્યું છે.

તેણીના મૃત્યુના ત્રણ કલાક પહેલા, રેશ્મીએ દર્દમાં કણસતા તેણીની આપવીતી જણાવી હતી. જેમાં તેણે તે લોકોના નામ પણ લીધા હતા જેમણે તેની સાથે આ દુષ્કર્મ કર્યું હતું. મૃત્યુ બાદ રવિવારે બપોરે જ્યારે રેશ્મીનો મૃતદેહ બેરિયા પહોંચ્યો ત્યારે ગામમાં હોબાળો મચી ગયો હતો. પરિવાર સહિત આસપાસના લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી.અમે જેને 20 વર્ષ લાડકોડથી ઉછેરી, તેને 15 મહિનામાં જ જીવતી સળગાવી દીધી, કારણ જાણી હચમચી જશો, માતાની વેદના સાંભળી હૈયું ભરાઈ આવશે

error: Content is protected !!