સુંદરતામાં ભલભલી અભિનેત્રીઓને ટક્કર આપે છે શુભમન ગિલની બહેન, તસવીરોમાં જુઓ નખરાળો અંદાજ

સુંદરતામાં ભલભલી અભિનેત્રીઓને ટક્કર આપે છે શુભમન ગિલની બહેન, તસવીરોમાં જુઓ નખરાળો અંદાજ

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર શુભમન ગિલ હાલ શાનદાર ફોર્મમાં છે. તેણે ન્યૂઝીલેન્ડ સામેની પહેલી વન-ડેમાં ડબલ સેન્ચુરી ફટકારી હતી. આવું કરનાર તે પાંચમો ભારતીય બન્યો હતો. તે બેવડી સદી ફટકારનાર સૌથી યુવા વયનો પ્લેયર બન્યો હતો. આ પછી ગિલના ચાહકો ખુશ છે. ગિલ હંમેશા ‘સારા’ નામથી ચર્ચામાં રહેતો હોય છે. ત્યારે શુભમન ગિલની બહેન શહનીલ ગિલે તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેના ફોટોઝ પોસ્ટ કર્યા હતા. જેમાં સારા તેંડુલકરે રિએક્શન પણ આવ્યું છે.

શુભમન ગિલ અને તેના પરિવાર વિશે ઘણાં ઓછા લોકો જાણતાં હશે, શુભમન ગિલની જિંદગી પર વાત કરવામાં આવે તો કોઈ ફિલ્મની સ્ટોરી લાગશે. પિતા લખવિંદર સિંહે ત્યારથી ક્રિકેટર બનવાનું સપનું જોયું હતું જ્યારથી તે પેદા થયો હતો. શુભમનનો જન્મ 8 સપ્ટેમ્બર 1999ના પંજાબના ફાઝિલ્કા જિલ્લાના ચક ખેરેવાલા ગામમાં થયો હતો. પિતાએ પોતાના લાડલા પુત્ર માટે ખેતરની વચ્ચોવચ ક્રિકેટ રમવા માટે મેદાન તૈયાર કર્યું હતું. શુભમન ગિલની માતાનું નામ કીરત ગીલ છે જ્યારે તેની બહેનનું નામ શહનીલ કૌર ગીલ છે.

કોણ છે શહનીલ ગિલ?
શહનીલ ગિલ એ યુવા ક્રિકેટર શુભમન ગિલની મોટી બહેન છે. શહનીલ ગિલ ફેશન લવર છે. તે પોતાના લુક અને કપડાંના કારણે ચર્ચામાં રહેતી હોય છે. શાહનીલની ફેશન સેન્સ સોશિયલ મીડિયામાં ખૂબ જ પોપ્યુલર છે.

હાલ તેના દોસ્તો સાથેના આઉટિંગના ફોટોઝ વાયરલ થયા છે. શહનીલ ગિલે જે ફોટોઝ શેર કર્યા છે. જેમાં તેણે મિની સ્કર્ટની સાથે જ કાળા રંગનું ક્રોપ ટૉપ પણ પહેર્યું હતું. આ ડ્રેસમાં તે ખૂબ જ સુંદર દેખાતી હતી. શહનીલના આવા ફોટોઝ ખૂબ જ સુંદર આવે છે. શહનીલ ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે અને તેના 55 હજાર ફોલોઅર્સ છે.

સારા તેંડુલકરે રિએક્શન આપ્યું
શહનીલ ગિલની આ પોસ્ટ પર સચિન તેંડુલકરની પુત્રી સારાએ પણ રિએક્શન આપ્યું છે. તેણે શહનીલની પોસ્ટને લાઇક કરી છે. થોડા સમય પહેલા સારાનું નામ શુભમન ગિલ સાથે જોડાયું હતું. જોકે પછીથી બન્ને વચ્ચે બનતું ના હોવાની ખબરો આવી હતી. બન્નેએ એકબીજાને ઇન્સ્ટા પર અનફોલો કરી દીધા હતા. જોકે શુભમન ગિલની બહેન અને સારા હજું પણ સારા દોસ્ત છે.

શુભમન ગિલની બીજી એક બહેન પણ છે
શુભમન ગિલની બીજી એક બહેન છે, જેનું નામ સિમરન સિદ્ધુ છે. સિમરન શહનીલની જેમ લાઇમલાઇટમાં નથી રહેતી. એટલે ગિલની વધુ એક બહેન પણ છે, તે ખૂબ જ ઓછા લોકોને ખબર છે.

પિતાએ ઘરમાં જ નેટ લગાવી કરાવી પ્રેક્ટિસ
શુભમનના પિતાએ ઘરમાં જ નેટ લગાવી પુત્રને નાની વયે ટ્રેનિંગ આપવાની શરુઆત કરી દીધી હતી. આ જ કારણે શુભમન પોતાની સફળતાનો શ્રેય પિતાને જ આપે છે. 8 સપ્ટેમ્બર 1999ના રોજ ફાઝિલ્કાના જૈમલ સિંગવાલાના નાનકડા ગામમાં જન્મેલા શુભમનના પિતા જમીનદાર હતા. ગામમાં સુવિધા ન હોવાથી પરિવાર મોહાલીમાં શિફ્ટ થયો. અહીં શુભમને પીસીએમાં ક્રિકેટની વધુ ટ્રેનિંગ માટે પિતાએ મોકલ્યો હતો. જે પછી તે સફળતા મેળવવા લાગ્યો.

રમકડાંની જગ્યાએ બેટ માંગતો હતો શુભમન
એક મીડિયા સંસ્થાને આપવામાં આવેલ ઈન્ટરવ્યૂમાં શુભમન ગિલના પિતા લખવિંદર સિંહે જણાવ્યું હતું કે, શુભમનને નાનપણથી જ ક્રિકેટ રમવાનો બહુ જ શોખ હતો. 3 વર્ષની ઉંમરમાં જ્યારે તેને થોડી સમજણ આવી તો ત્યારથી મારી સાથે ટીવી પર ક્રિકેટ મેચ જોતો હતો. તે ઉંમરમાં બીજા બાળકોને રમકડાં અને અન્ય વસ્તુઓની જીદ કરતાં હોય છે પરંતુ શુભમન બેટ માટે જીદ કરતો હતો. ત્યારે મેં તેને એક બેટ લઈ આપ્યું હતું.

શુભમન ગિલે ડબલ સેન્ચુરી ફટકારીને રેકોર્ડ બનાવ્યા
શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામેની પહેલી વન-ડેમાં ડબલ સેન્ચુરી ફટકારી હતી. તે સૌથી યુવા વયે બેવડી સદી ફટકારનાર પ્લેયર બની ગયો હતો. તો સાથે જ તે આવું કરનાર પાંચમો ભારતીય બન્યો હતો. તેણે 149 બોલમાં 208 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ તે મેચ 12 રને જીતી ગઈ હતી.

14 વર્ષની વયે કરી હતી 587 રનની પાર્ટનરશિપ
શુભમન પંજાબમાં ત્યારે છવાયો જ્યારે તેણે અંડર-16ની એક મેચમાં પોતાના સાથી નિર્મલ સિંહ સાથે રેકોર્ડ 587 રનની ભાગીદારી કરી. આ સમયે શુભમન માત્ર 14 વર્ષનો હતો. આ મેચમાં તેણે 351 રનની ઈનિંગ રમી હતી.આ ઉપરાંત અંડર-16 વિજય મર્ચન્ટ ટ્રોફીમાં પોતાના ડેબ્યૂ મેચમાં અણનમ રહી બેવડી સદી ફટકારી હતી.

આ સમયે જ તેનું સિલેક્શન રણજી ટ્રોફી માટે થયું હતું.શુભમને 5 વર્ષ પહેલા અંડર-16 ઈંટર ડિસ્ટ્રિક્ટ એમએલ મરકન ટ્રોફીની 4 મેચોમાં 1015 રન કર્યા હતા. જેમાં તેણે રોપડ વિરુદ્ધ 405 રનની ઈનિંગ રમી હતી અને પછી આ સિરીઝમાં જ વધુ એક ત્રેવડી અને 2 સદી ફટકારી હતી.

શુભમન ગિલની ક્રિકેટ કરિયર
શુભમન ગિલે 2 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે જેમાં તેને 245 રન બનાવ્યા છે જ્યારે 24 લિસ્ટ એ મેચમાં 881 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 2 સદી અને 4 અડધી સદી ફટકારી છે. શુભમન ગિલે 13 આઇપીએલ મેચમાં 203 રન બનાવ્યા છે. શુભમન ગિલ અંડર-19 વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમનો ભાગ હતો. અંડર-19 વર્લ્ડકપમાં શુભમન ગિલે સારી એવી ઇનિંગ રમી ભારતને મેચ જીતાડી હતી. શુભમન તકિયા નીચે બેટ રાખીને ઉંઘતો હતો.

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં પણ સ્થાન
શુભમન ગિલને 9 ફેબ્રુઆરીથી શરૂ થતી ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં સ્થાન મળ્યું છે. ગિલે અત્યારસુધીની 13 ટેસ્ટ મેચમાં 32ની એવરેજથી 736 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 4 ફિફ્ટી અને 1 સદી ફટકારી હતી.

 

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *