ગુજરતનો શોકિંગ કિસ્સો, 52 વર્ષીય ડૉક્ટરે તેનાથી અડધી ઉંમરની ડૉક્ટર યુવતી પર અવારનવાર ગુજારતો બળાત્કાર

સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનાં તબિબ સુપ્રિન્ટેન્ડેન્ટે સામે ઈન્ટનશીપ ડોક્ટર યુવતીએ જ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં ડૉક્ટરે તેનાથી અડધી ઉંમરની એપ્રેન્ટિસ ડૉક્ટર યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. ડૉક્ટરે સરકારી નોકરી અપાવવાની અને લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે મોડી રાત્રે પોલીસમાં ફરિયાદ નોંધાવતા તબિબ આલમમાં હડકંપ મચી જવા પામ્યો છે.

અડધી ઉંમરની ઈન્ટરશીપ તબિબ યુવતી સાથે શારીરિક અત્યાચાર
ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં તબિબ સુપ્રિન્ટેન્ડેન્ટે તરીકે ફરજ બજાવતા 52 વર્ષીય ડો. અજય કે. વાલાએ તેનાથી અડધી ઉંમરની ઈન્ટરશીપ તબિબ યુવતી સાથે શારીરિક અત્યાચાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. 28 વર્ષિય યુવતીએ સમગ્ર મામલે ડાકોર પોલીસનો સહારો લેતા પાપીલા ડોક્કટરની કરતૂતો બહાર આવી છે. ડો. અજય વાલા પોતે સરકારી તબિબ છે અને છેલ્લા કેટલાય વર્ષોથી અહીંયા સ્થાઈ થયો છે. સરકારી નોકરી તેમજ લગ્નની લાલચ આપી યુવતી સાથે અનેકવાર બળાત્કાર ગુજાર્યો હતો.

યુવતીને છૂટાછેડા લેવા માટે ધાક ધમકી આપી
CHC ક્વાર્ટર્સમાં તેમજ પોતાની ઓફિસમાં યુવતીને બોલાવી શારીરિક અડપલા તેમજ બળાત્કાર ગુજારતો હતો. આ ઉપરાંત ડો. અજય કે વાલાનાં આણંદ ખાતેના બંગલામાં આ યુવતીને લઈ જઈ અનેકવાર બળાત્કાર ગુજાર્યો હોવાનુ યુવતિએ જણાવ્યું છે. યુવતીના લગ્ન થઈ ગયા બાદ પણ જોર જબરદસ્તી યુવતી સાથે દુષ્કર્મ આચરતો હતો. હદ તો ત્યારે થઈ કે હવસખોર ડોક્ટર યુવતીને છૂટાછેડા લેવા માટે ધાક ધમકી આપતો હતો. આવી વારંવારની હેરાનગતિથી યુવતીના લગ્નજીવનમાં પણ ભંગાણ પડતાં કંટાળેલી યુવતીએ સમગ્ર મામલે પોલીસનો સહારો લીધો છે. પીડીતાએ ડો. અજય કે વાલા વિરુધ્ધ ડાકોર પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા સમગ્ર પંથકમાં અને જિલ્લા આરોગ્ય વિભાગમાં સોંપો પડી ગયો છે. પોલીસે આ તબિબ સામે આઈપીસી કલમ 376(2)e, 376(2)n, અને 506 મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પીડિતાના મેડિકલ ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવશે: પોલીસ અધિકારી
સમગ્ર મામલે તપાસ કરનાર ડાકોરના પી.એસ.આઇ ડી.આર. બારૈયાએ જણાવ્યું હતું કે, આરોપી ડો. અજય કે. વાલા પોતે આણંદ રહે છે અને 7થી 8વર્ષથી ડાકોર ખાતે આવેલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના તબિબ સુપ્રિન્ટેન્ડેન્ટે તરીકે ફરજ બજાવે છે. તે પોતે પરણીત છે અને તેને સંતાનમાં પણ બે બાળકો છે. અહીયા ઈન્ટનશીપ માટે આવેલ તબિબ યુવતી સાથે અવારનવાર બળાત્કાર ગુજારતો હતો. હાલ ફરિયાદનાં આધારે તબીબ સામે ગુનો નોંધી પીડિતાના મેડિકલ ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

છેલ્લા લગભગ બે દિવસથી તબીબ રજા ઉપર હતા
આ સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, અમારી સુધી હજુ જાણ થઈ નથી. ઘરનો પ્રશ્ર હોવાથી છેલ્લા લગભગ બે દિવસથી તબીબ રજા ઉપર હતા તેવી જાણ છે. પરંતુ આ ઘટના વિશે કોઈ જાણ થઈ નથી. આમ છતાં પણ ઓફીસીયલી આવ્યા બાદ જે ધારા ધોરણ પ્રમાણે કાયદેસરના પગલાં લેવા અમે બંધાયેલા છે.પાપીલા ડોક્ટરની કાળી કરતૂતો બહાર આવી, ભગવાનનું રૂપ માનાતો ડોક્ટર બન્યો દુષ્કર્મી, દીકરીનીઉંમરની ઈન્ટરશીપ કરતી યુવતી સાથે ના કરવાનું કરતો, યુવતીએ ઉઠાવ્યું આ મોટુ પગલું

error: Content is protected !!