જાણો, કોણ છે શિવમ દુબેની પત્ની અંજુમ ખાન, જેના લગ્નમા મચી ગયો હતો હંગામો

ભારતીય ક્રિકેટર શિવમ દુબેએ હાલમાં જ અંજુમ ખાન સાથે લગ્ન કર્યા હતા. શિવમ દુબે અને અંજુમ ખાન ઘણા લાંબા સમયથી એકબીજાને જાણતા હતા અને ઘણાં વર્ષોથી એકબીજાને ડેટ કરતા હતા. તો, 16 જુલાઈ 2021 ના રોજ, તેઓએ એક ખાનગી સમારોહમાં એક બીજાનો હાથ પકડ્યો. શિવમ દુબેએ સોશિયલ મીડિયા દ્વારા લોકોને તેમના લગ્ન વિશે જાણકારી આપી અને ઘણા ફોટા પણ પોસ્ટ કર્યા. જે બાદ તેઓ ટ્રોલ થવા લાગ્યા. વાસ્તવમાં, તેઓએ મુસ્લિમ રીતરિવાજો અનુસાર લગ્ન કર્યા છે અને આ વાત ઘણા લોકોને પસંદ આવી ન હતી.

અંજુમ ખાન કોણ છે અને તેમની લવ સ્ટોરી કેવી રીતે શરૂ થઈ. તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. તો ચાલો જાણીએ ભારતીય ક્રિકેટર શિવમ દુબેની પત્ની અંજુમ ખાન વિશે.

કોણ છે અંજુમ ખાન
અંજુમ ખાનનો પરિવાર યુપીનો છે. તેણી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU) માંથી ફાઇન આર્ટ્સમાં સ્નાતક થઈ છે. અંજુમ ખાનને અભિનય અને મોડેલિંગ પસંદ છે. તેણે મુંબઈ આવીને ઘણી હિન્દી સિરિયલોમાં પણ કામ કર્યુ છે. આ સિવાય તેણે મ્યુઝિક આલ્બમ્સમાં પણ કામ કર્યું છે.

અંજુમ ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે સમયાંતરે સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. શિવમ દુબે અને અંજુમ ખાન ઘણા લાંબા સમયથી એકબીજાને જાણતા હતા.

ઘણાં વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા પછી, તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું. આ મહિનાની 16મી તારીખે, તેઓએ તેમના પરિવારની હાજરીમાં એક બીજાનો હાથ પકડ્યો હતો.

તેમના લગ્ન મુસ્લિમ ધર્મ હેઠળ થયા છે. વાયરલ થતા લગ્નની તસવીરોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે તેમણે મુસ્લિમ ધર્મ પ્રમાણે લગ્ન કર્યા છે.

લોકોએ ટ્રોલ કર્યા
નિકાહની તસવીરમાં શિવમ નમાઝ પઢતો જોવા મળી રહ્યો છે. આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ છે. જે બાદ લોકોએ આ કપલને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું.

ઘણા લોકોએ શિવમની દુઆ માંગવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેમણે એવું પણ પૂછ્યું હતું કે તે લગ્ન કર્યા છે કે નિકાહ? જ્યારે ઘણા લોકોએ શિવમને સાંસદ નુરાજહાંની યાદ અપાવી હતી.

ઉલ્લેખનીય વાત એ છે કે શિવમ દુબે ભારત તરફથી કેટલીક મેચ રમી છે. જોકે, સારા પ્રદર્શનના અભાવને કારણે તે ટીમમાં પોતાનું સ્થાન પાકું કરી શક્યો નથી. ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં તેણે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. જેમાં તે કંઈ ખાસ કમાલ કરી શક્યો ન હતો.

શિવમની ક્રિકેટ કારકીર્દી પર નજર કરીએ તો તે અત્યાર સુધી 1 વનડે અને 13 ટી 20 મેચ રમ્યો છે. તેણે અત્યાર સુધી રમાયેલી 13 ટી -20 મેચોમાં 17.50 ની સરેરાશથી 105 રન બનાવ્યા છે.

આ સિવાય તે આઈપીએલ મેચ પણ રમી ચૂક્યો છે અને તે આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સની ટીમનો એક હિસ્સો છે. તેણે અત્યાર સુધી રમાયેલી 21 મેચોમાં 19.62 ની સરેરાશથી 314 રન બનાવ્યા છે.

error: Content is protected !!