અમદાવાદનો ચર્ચાસ્પદ આઈશા આત્મહત્યા કેસ, સેશન્સ કોર્ટે પતિ આરીફને 10 વર્ષ સજા ફટકારી

અમદાવાદ : આઈશા આત્મહત્યા કેસમાં સેશન્સ કોર્ટે તેના પતિ આરિફને 10 વર્ષની સજા ફટકારી છે. 25 ફેબ્રુઆરી 2021ના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પાસે આઈશાએ પતિના ત્રાસના કારણે મોત વ્હાલું કર્યાં પહેલા વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

સેશન્સ કોર્ટે ચુકાદામાં વાઇરલ વીડિયો અને વોઇસ સ્પેક્ટ્રોગ્રાફિકને મહત્વનો પુરાવો ગણ્યો છે. કોર્ટે કહ્યું કે, સમાજમાં ઘરેલુ હિંસા ઘટાડવા આરોપીને છોડી ન શકાય. તેની સાથે સાથે કોર્ટે આઈશાનો ગર્ભપાત થયો હોવાની પણ કોર્ટે નોંધ લીધી છે. તેમજ ઘરેલુ હિંસાનો ભોગ બનેલી યુવતીની આત્મહત્યાને દુઃખદ ગણાવી હતી.

“એ પ્યારી સી નદી કો પ્રે કરતે હૈ કી વો મુજે અપને આપ મેં સમા લે” આ શબ્દો બોલી અને પતિના ત્રાસ છતાં તેના વિશે પ્રેમના શબ્દો બોલી હસતાં હસતાં દર્દ છુપાવતો વીડિયો બનાવી સાબરમતી નદીમાં કૂદી આપઘાત કરી લીધો હતો. નદીમાં કૂદતાં પહેલાં તેણે પતિને ફોન કર્યો હતો અને મરી જવાની વાત કરી હતી. જિંદગીના અંત પહેલાં એક વીડિયો બનાવ્યો હતો. ફોન રેકોર્ડિંગ અને વીડિયોના આધારે યુવતીના પિતાએ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં જમાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મૈં ખુશ હૂં સુકૂન સે જાના ચાહતી હૂ”‘          પરિણીતાએ જે વીડિયો બનાવ્યો હતો એમાં જણાવ્યું છે કે “હેલ્લો, અસ્લામ વાલીકુમ મેરા નામ હૈ આઇશા આરીફખાન… ઔર મેં જો ભી કુછ કરને જા રહી હૂ વો મેરી મરજી સે કરને જા રહી હૂ…ઇસ મેં કિસિકા દોર ઔર દબાવ નહિ હૈ, અબ બસ ક્યા કહે? એ સમજ લિજીયેએ કે ખુદાકી ઝિંદગી ઇતની હોતી હૈ…ઔર મુજે ઇતની ઝિંદગી બહોત સુકૂન વાલી લગતી હૈ.” ઔર ડિયર ડેડ કબ તક લડેગે અપનો સે કેસ વિડ્રોલ કર દો નહિ કરના આઇશા લડાઈઓ કે લિએ નહિ બની પ્યાર કરતે હૈ આરીફ સે ઉસે પરેશાન થોડી કરેગે?

”મૈં ખુશ હૂ કી મેં અલ્લાહ સે મિલૂંગી”                    અગર ઉસે આઝાદી ચાહિયે તો ઠીક હૈ વો આઝાદ રહે, ચલો અપની ઝિંદગી તો યહી તક હૈ. મૈં ખુશ હૂ કી મૈં અલ્લાહ સે મિલૂંગી ઉન્હેં કહુંગી કી મેરે સે ગલતી કહાં રેહ ગઈ? મા-બાપ બહુત અચ્છે મિલે, દોસ્ત બહોત અચ્છે મિલે પર શાયદ કહી કમી રેહ ગઈ મુજ મેં યા શાયદ તકદીર મેં, મેં ખુશ હૂ સુકૂન સે જાના ચાહતી હૂ અલ્લાહ સે દુઆ કરતી હૂ કી દુબારા ઇન્સાનો કી શકલ ન દિખાયે.’

લગ્ન બાદ આઇશાને તેનાં સાસરિયાંઓ દહેજ બાબતે ત્રાસ આપતા                                                  વટવામાં વિસ્તારમાં અલમીના પાર્કમાં રહેતા લિયાકત અલી મકરાણી સિલાઈકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં મોટી દીકરી હિના કે જેના લગ્ન થઈ ગયા છે, દીકરો આમિર, દીકરો અરમાન છે અને દીકરી આઇશા ઉર્ફે સોનુ હતી. દીકરી આઇશા ઉર્ફે સોનુના લગ્ન વર્ષ 2018માં રાજસ્થાનના ઝાલોર ખાતે રહેતા આરીફ ખાન સાથે કરાવ્યા હતા. લગ્ન બાદ આઇશાને તેનો પતિ અને સાસરિયાં દહેજ બાબતે ત્રાસ આપતા હતા.

આરીફ આઇશાના ઘરે આવી દોઢ લાખ રૂપિયા લઈ ગયો હતો                                                             વર્ષ 2018માં ડિસેમ્બર માસમાં તેનો પતિ દહેજ માગી ઝઘડો કરી આઇશાને પિયરમાં મૂકી ગયો હતો. બાદમાં સમાજના લોકો ભેગા કરી સમાધાન કરી તેને પાછી સાસરે લઈ ગયાં હતાં. વર્ષ 2019માં આઇશાને તેના સાસરિયાં તેને પિયરમાં મૂકી જતાં આઇશા તેનાં માતા-પિતા સાથે રહેતી હતી. બાદમાં જમાઈ આરીફ આઇશાના ઘરે આવ્યો અને દહેજ માગી દોઢ લાખ રૂપિયા લઈ ગયો હતો.

તારે મરવું હોય તો મરી જા: પતિના આઇશાને અંતિમ શબ્દો                                                               બાદમાં ફરી આઇશાને લઈ જતાં ઝઘડો થયો હતો અનને ફરી અમદાવાદ તેને પિયરમાં મૂકી જતાં આઇશાએ વટવા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ-સસરા સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટમાં પણ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. બાદમાં આ આઇશા બેંકમાં મ્યુચ્યુઅલ ફન્ડ વિભાગમાં નોકરી કરવા લાગી હતી. ગુરુવારે આઇશા નોકરીએ ગઈ હતી.

આરીફ મને લઈ જવા માગતો નથી, હું આપઘાત કરી લઈશ                                                                બપોરે ચારેક વાગ્યાની આસપાસ તેના પિતાને ફોન કર્યો અને તમે જમ્યા કે નહિ એમ પૂછી ખબરઅંતર પૂછ્યા હતા. બાદમાં આઇશાએ મેં આરીફને ફોન કર્યો હતો, એવું જણાવતા તેના પિતાએ તેને કેમ ફોન કર્યો, શું કહ્યું તેણે એવું પૂછ્યું હતું. આઇશાએ જણાવ્યું, આરીફ મને સાથે લઈ જવા માગતો નથી, હું આપઘાત કરી લઈશ એવું કહેતા આરીફે કહ્યું હતું કે તારે મરવું હોય તો મરી જા એમ કહી મને વીડિયો મોકલજે. આમ કહેતાં આઇશાએ તેને વીડિયો મોકલ્યો હતો.

બાળક ઉછેરવું હતું પણ દુનિયામાં આવ્યું જ નહીં આરીફને પોલીસે જ્યારે પૂછ્યું કે તે આઈશાને વીડિયો માટે કહ્યું તો તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો અને કહ્યું કે મેં જ તેને વીડિયો બનાવવા કહ્યું હતું. આરિફ એવું પણ કહી રહ્યો છે કે તેના અને આઈશાના બાળકને તે ઉછેરવા માગતો હતો, પણ તે આ દુનિયામાં આવ્યું જ નહીં. આઈશાના કોઈ અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોય એ હું માનતો જ નથી.

આરીફ પકડાયો ત્યારે આઈશાના મોતનો કોઈ રંજ નહોરં.                                                                     2 માર્ચ, 2021ના રોજ પોલીસ આરિફને રાજસ્થાનથી અમદાવાદ લઈ આવી હતી. જોકે લોકઅપમાં પૂછપરછ વખતે આરિફના ચહેરા પર આઈશાના મોતનો જરા પણ રંજ દેખાતો ન હતો, આંખમાંથી એક આંસુ પણ સર્યું ન હતું. પોલીસે જ્યારે તેને પકડ્યો ત્યારે જાણે કશું થયું જ ન હોય તેમ પોલીસની સાથે ચાલવા લાગ્યો હતો. પીઆઈ વી. એમ.દેસાઈ અને ઝોન-1 ડીસીપી ડો. રવીન્દ્ર પટેલની પૂછપરછમાં આરિફે આઈશાના મોતનો જરા પણ અફસોસ વ્યક્ત કર્યો ન હતો. આરિફના આવા વર્તનથી ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. આઈશાના ગર્ભપાત બાદથી જ બંને વચ્ચે ગજગ્રાહ હોવાનું તેણે કબૂલ્યું હતું.

error: Content is protected !!