સેલ્ફીના બહાને છત પર પતિને ચડાવ્યો, પછી ધક્કો માર્યો, ત્રણ માળની બિલ્ડિંગ પરથી પડવાથી પતિનું જડબું અને હાથ-પગ તૂટ્યા

ભોપાલની પ્રોફેસર કોલોનીમાં રહેતા એક નવદંપત્તિના લગ્નને દોઢ જ મહિનો થયો અને પત્નીએ પતિને છત પરથી ધક્કો મારી દીધો. સાંભળીને આશ્ચર્ય જરૂર થાય પરંતુ વાત જાણે એમ છે કે સેલ્ફી લેવાને બહાને પત્નીએ પતિને ઘરની છત પર ઊભો રાખ્યો અને બાદમાં મજાક મજાકમાં ધક્કો પણ મારી દીધો. પહેલાં ધક્કામાં તો યુવકે પોતાની જાતને સંભાળી લીધી, પરંતુ પત્ની સતત તેનો ધક્કો મારતી જ રહી. શરૂઆતમાં યુવકને લાગ્યું કે પત્ની મજાક કરી રહી હતી, પરંતુ એ તેનો માત્ર ભ્રમ જ હતો. ત્રણ માળની ઈમારત પરથી નીચે પડવાથી યુવકને ગંભીર ઈજા થઈ છે. આ દરમિયાન યુવક 12 દિવસ બેભાન પણ રહ્યો. હવે જ્યારે તેને ભાન આવ્યું તો સમગ્ર વાતનો ખુલાસો થયો. આ દુર્ઘટના ઘટ્યાને 5 દિવસ બાદ જ પત્ની પોતાના પિયર જતી રહી. ઘાયલ યુવકની ફરિયાદને કારણે પત્ની વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

શ્યામલા હિલ્સ પોલીસના જણાવ્યા મુજબ, ઘટના પ્રોફેસર કોલોનાની જૈન મંદીર પાસેની છે. પ્રાઈવેટ જોબ કરનાર 27 વર્ષના ધર્મેન્દ્ર સૈની પોતાની પત્ની સુમન યાદવ, મમ્મી, પપ્પા અને નાના ભાઈની સાથે અહીં રહે છે. તેમનો ભાણેજ શિવમ નજીકમાં જ રહે છે.

શિવમે જ ધર્મેન્દ્રને ગંભીર સ્થિતિમાં 20 જૂનની સાંજે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. તે સમયે ધર્મેન્દ્ર કોઈ પણ પ્રકારનું નિવેદન આપી શકે તેવી સ્થિતિમાં ન હતો, એવામાં મામલાનો ખુલાસો થયો ન હતો. લગભગ 12 દિવસ પછી જ્યારે તે ભાનમાં આવ્યો, ત્યારે પોલીસને નિવેદન લેવા માટે બોલાવવામાં આવ્યા. મેજિસ્ટ્રેટની સામે બે દિવસ પહેલાં ધર્મેન્દ્રનું નિવેદન લેવામાં આવ્યું.

તેને જણાવ્યું કે તેની પત્નીએ તેને ધક્કો માર્યો હતો. તેના કારણે તે છતથી લગભગ 30 ફુટ નીચે પટકાયો હતો. પોલીસે ધર્મેન્દ્રની ફરિયાદને આધારે આરોપી સુમન વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. જો કે હાલ મહિલાનું નિવેદન નથી લેવામાં આવ્યું.

ઘટના કંઈક આ રીતે ઘટી તેવું જણાવવામાં આવી રહ્યું છે
નિવેદન મુજબ સુમને ધર્મેન્દ્રને સેલ્ફ લેવા માટે છત પર જવાનું કહ્યું. તે તેની સાથે છત પર પહોંચ્યો. સુમનના કહેવા પર ધર્મેન્દ્ર છતની મુંડેર પર બનેલી દીવાલની બંને બાજુ પગ નાખીને બેઠો હતો. આ દરમિયાન સુમને તેની સાથે મજાક કરતા ધક્કો મારવા લાગી. પહેલી વખત જો જેમ-તેમ કરીને તેને પોતાની જાતને સંભાળી લીધી, પરંતુ સુમન મજાકના નામે તેને સતત ધક્કો મારતી જ રહી.

ના પાડી છતાં પણ સુમન ન માની અને તેને ધક્કો મારી દીધો. આ વખતે તેનું સંતુલન બગડ્યું અને તે નીચે પડી ગયો. ગંભીર સ્થિતિમાં સુમન અને ધર્મેન્દ્રના ભાણેજ શિવમે તેને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. તેના હાથ, પગ અને જડબાંમાં ફ્રેકચર થયું. આ ઉપરાંત શરીરમાં અનેક જગ્યાએ પણ ઈજા થઈ.

પાંચ દિવસ પહેલાં જ પત્ની પિયર જતી રહી
પરિવારે જણાવ્યું કે ઘટના પછી સુમન ચાર-પાંચ દિવસ સુધી હોસ્પિટલમાં ધર્મેન્દ્રની સાથે જ રહી. જે બાદ તે પોતાના પિયર જતી રહી. કેસની તપાસ કરી રહેલા હવાલદાર આનંદ પાંડેએ જણાવ્યું કે મહિલાનું પિયર મિસરોદની નજીક હોવાનું જણાવવામાં આવ્યું છે. તેનો હજુ સંપર્ક થઈ શક્યો નથી. તેની પૂછપરછ થશે તે બાદ જ સમગ્ર ઘટના શું હતી તેનો ખ્યાલ આવશે.

30 એપ્રિલે થયા હતા લગ્ન
ધર્મેન્દ્રના મોટા ભાઈ સોનુ સૈનીએ જણાવ્યું કે આ લોકડાઉનમાં 30 એપ્રિલનાં રોજ બંનેના લગ્ન થયા હતા. બંને એક-બીજાને પસંદ કરતા હતા. જે બાદ બંને પરિવારોએ મળીને તેમના લગ્ન કરાવ્યા હતા.

error: Content is protected !!