આવી મસ્તીએ બનાવ્યો બ્લેક સન્ડે!….બ્રિજ ટુટતા પહેલા જુઓ ખરેખર શુ થયું હતુ ?? એક વ્યક્તિના લીધે અનેક ના જીવ… ?? જુઓ વિડીઓ

આવી મસ્તીએ બનાવ્યો બ્લેક સન્ડે!….બ્રિજ ટુટતા પહેલા જુઓ ખરેખર શુ થયું હતુ ?? એક વ્યક્તિના લીધે અનેક ના જીવ… ?? જુઓ વિડીઓ

આજે મોરબીમાં મોટી દુર્ઘટના બની હતી. જેમાં 400 જેટલા લોકો પૂલ સાથે જ નદીમાં ખાબક્યા હતા. જ્યારે ડબલ ફિગરમાં મોતના આંકડો નોંધાયો છે. ત્યારે દુર્ઘટના પહેલાંના એકાદ કલાક પહેલાંનો કથિત વીડિયો વાઈરલ થયો છે. જેમાં મોટી સંખ્યામાં હેંગિંગ બ્રિજ પર હતાં. તે દરમિયાન કેટલીક નેગેટિવ એક્ટિવિટી કરતા જોવા મળ્યાં હતાં. દુર્ઘટના પાછળ ઓવરલોડ કારણ માનવામાં આવે છે.

વાઈરલ વીડિયોમાં મસ્તીખોરી?
મોરબીની દુર્ઘટના પહેલાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં હેડિંગ બ્રિજ પર લોકો ફરતા દેખાય છે. આ વીડિયો દુર્ઘટનાના એક પહેલાનો હોવાનું કહેવામાં આવી રહ્યો છે. મચ્છુ નદી પર બનેલા હેડિંગ બ્રિજ પર મોટી સંખ્યામાં રવિવારની રજા હોવાથી લોકો ફરવા ગયા હતા. રજાનો દિવસ હતો, ત્યારે મોટી સંખ્યામાં લોકો બ્રિજ પર ફરી રહ્યા હતા અને તેમાં કેટલાક લોકો મસ્તીના મૂડમાં હતા. આ પૈકીના લોકો બ્રિજને હલાવી રહ્યા હતા. જોકે, આ ઘટના દુર્ઘટનાના એક પહેલાના છે.

દુર્ઘટના અને બચાવ કામગીરી
મોરબીમાં રવિવારની રજાના દિવસે ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 400 જેટલા લોકો પાણીમાં ડૂબ્યા છે. આ ઘટના બાદ હાલ પૂરજોશમાં બચાવ કામગીરી કરાઈ હતી. મોરબીમાં દિવાળીની રજાઓમાં છેલ્લા ઘણા દિવસોથી ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. ત્યારે આજે પણ લોકોની ભીડ જામી હતી, મોડી સાંજે પુલના બે ભાગ થઈને તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો નીચે પટકાયા હતા. જેમાં 60 બોડી કાઢ્યાનો કાન્તિ અમૃતિયાએ દાવો કર્યો છે.

અત્યારે બચાવ કામગીરી પૂરજોશમાં છે 
કચ્છથી અને રાજકોટથી તરવૈયા અને રાજકોટથી 7 ફાયર બ્રિગેડની અને 1 SDRFની ટીમો રવાના થઇ હતી. જ્યારે ગાંધીનગરથી બે NDRFની ટીમ રવાના કરાઇ છે. કંન્ટ્રોસરૂમ અને હેલ્પ લાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે મૃતકોના પરિવાજનોને 2-2 લાખની સહાય અને ઇજાગ્રસ્તોને 50-50 હજારની સહાય જાહેર કરી છે. જ્યારે સારવાર માટે રાજકોટમાં ઇજાગ્રસ્તોની સારવાર માટે અલગ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.