સૌરાષ્ટ્રના ખેડૂતે સ્ટ્રોબેરીની કરી ખેતી, આજે રોજની 50 કિલો સ્ટ્રોબેરીનું કરે છે વેચાણ

લોકડાઉન બાદ શહેરમાં નોકરી કરતાં યુવકો અવનવી ખેતી કરવા તરફ વળ્યા છે ત્યારે કેમિકલ એન્જીનિયર તરીકે રિયાટર થયા બાદ કોરોનામાં કંઈક કરવું તેવા આશયની સાથે ગોંડલના ખેડૂત ગીરીશ ધુલિયા અને તેમના ભાઈ રાજેશે ઠંડાપ્રદેશમાં થતી સ્ટ્રોબેરીની ખેતી શરૂ કરી હતી. ખેડૂતે સ્ટ્રોબેરીની ખેતી ગરમી અને પાણીની અછત ધરાવતા ગોંડલ વિસ્તારમાં શરૂ કરી હતી અને આજે રોજનું 50 કિલો ઉત્પાદન કરી રહ્યા છે. પાણીની તકલીફ ન પડે તેના માટે ખેડૂતે કોમર્શિયલ આરસો સિસ્ટમ અપવાની મલ્ચિંગ કર્યું હતું.

સૌરાષ્ટ્રના ખેડૂતો મહાબળેશ્વરથી સ્ટ્રોબેરીના છોડ લાવીને વાવેતર કર્યુ હતું. ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા સ્ટ્રોબેરીના પાકને સતત પાણી આપી તાપમાન ઠંડુ રાખ્યું હતું. ગોંડલમાં ઉત્પાદિત સ્ટ્રોબેરી સૌરાષ્ટ્ર્ના માર્કેટમાં કીલો દીઠ 400 રૂપિયાના ભાવે વેચાય છે. બન્ને ભાઈઓ રોજની 40થી 60 કિલો સ્ટ્રોબેરી વેચી રહ્યાં છે. એટલે દર મહિને અંદાજે 6 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યાં છે.

15 ઓક્ટોબરથી શરૂ કરેલા વાવેતરમાં અત્યાર સુધીમાં રોજિંદા 50 કિગ્રા સ્ટ્રોબેરી ઉત્પાદિત થઈ રહી છે. આ બન્ને ભાઈઓ માર્ચ સુધી રોજિંદા 100 કિગ્રા સ્ટ્રોબેરી ઉત્પાદિત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. સામાન્ય રીતે ઠંડા પ્રદેશમાં થતી સ્ટ્રોબેરીના છોડ દીઠ 1 કિગ્રા સ્ટ્રોબેરી ઉત્પાદિત થતી હોય છે. ગોંડલના બન્ને ખેડૂતપૂત્રો નોકરીમાંથી નિવૃત્તિ બાદ કોરોનામાં નવરાં બેઠાં કંઈક કરીએ તેવી ભાવના સાથે ઈનોવેશન અપનાવી એક છોડમાં 1.25 કિગ્રા સ્ટ્રોબેરીની આવક મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે.

વિન્ટર સ્ટાર્ટ, વિન્ટર ડાઉન, એલિયટ, સ્વિટ સેન્સેશન જેવી જાતો હાલ વાવી છે. સ્ટ્રોબેરીના વાવેતર પાછળ એકર દીઠ 7 લાખનો ખર્ચ થયો છે. સ્ટ્રોબેરીનુ માર્કેટિંગ હાલ રાજકોટ સુધી સીમિત છે. જો સફળ રહ્યા તો ગુજરાત સ્તરે બ્રાન્ડિંગ કરશે. પ્લાન્ટ ટિશ્યુ કલ્ચર પદ્ધતિ અંતર્ગત ખેતરમાં પ્લાસ્ટિક પાથરી સ્ટ્રોબેરીના છોડવા રોપવામાં આવ્યા છે. જેથી ભેજનું સ્તર જળવાઈ રહે.

ગોંડલમાં ઉત્પાદિત સ્ટ્રોબેરી સૌરાષ્ટ્રના માર્કેટમાં કીલો દીઠ 400 રૂપિયાના ભાવે વેચાઈ રહી છે. તેની સામે મહાબળેશ્વરની સ્ટ્રોબેરીનો ભાવ 350 હોય છે. માર્ચ મહિના સુધીમાં સ્ટ્રોબેરીના ‘નફારૂપી’ મીઠાફળ ચાખવા મળશે તેવો આશાવાદ ધુલિયા બંધુઓ સેવી રહ્યા છે. આજે બન્ને ભાઈઓ રોજની 50-60 કિલો સ્ટ્રોબેરી વેચી રહ્યા છે.

error: Content is protected !!