સામે આવ્યું શ્રીદેવીના મોતનું સાચું કારણ, અડધી રાત્રે એક્ટ્રેસનું થયું હતું મોત, જેને પણ સાંભળ્યું લાગ્યો તો જોરદાર આંચકો

એક દિવસ અચાનક સમાચાર મળ્યા કે બોલીવૂડની મહિલા સુપરસ્ટાર શ્રીદેવીનું મોત થઇ ગયું છે. થોડા સમય સુધી તો લોકો આ વાત પર વિશ્વાસ કરી શક્યા નહીં કે તેમની ફેવરિટ અભિનેત્રીનું મૃત્યુ કેવી રીતે થયું. પરંતુ ધીમે ધીમે શ્રીદેવીના મોતનું કારણ સામે આવ્યું. સ્વર્ગીય અભિનેત્રી શ્રીદેવીનું બાથટબમાં ડૂબીને થયેલા મૃત્યુનું રહસ્ય હજુ પણ એક રહસ્ય જ છે. શ્રીદેવીના નામ પર તેની બાયોગ્રાફી શ્રીદેવી ઇટરનેશનલ ગોડેસ લખનારી રાઇટર સત્યાર્થ નાયકે આ ખુલાસો કર્યો છે કે શ્રીદેવી લો બ્લડ પ્રેશરની પેશન્ટ હતી.

લો બ્લડ પ્રેશરની દર્દી હોવાને કારણે તે અવારનવાર બેહોશ થઇ જાતી હતી. પોતાના દ્વારા લખાયેલી શ્રીદેવીના જીવનમાં આ વાત પર સત્યાર્થ નાયકે શ્રીદેવીના નજીકના અનેક લોકોના વક્તવ્ય પણ સામેલ છે.

એક ઇંગ્લિશ ન્યૂઝ પેપરને આપેલા ઇન્ટરવ્યૂમાં સત્યાર્થ નાયકે જણાવ્યું કે મને પંકજ પરાશર (જેઓ ચાલબાઝ ફિલ્મમાં શ્રીદેવીના ડિરેક્ટર હતા) અને નાગાર્જુન સાથે મુલાકાત કરી. તેઓએ મને આ અંગે જાણકારી આપી કે શ્રીદેવીને બ્લડ પ્રેશરની સમસ્યા હતી.

જ્યારે શ્રીદેવી નાગાર્જુન અને પંકજ પરાશરની સાથે કામ કરી રહી હતી ત્યારે તે ઘણીવાર બાથરૂમમાં બેહોશ થઇ ગઇ હતી. પછી મારી આ મામલામાં શ્રીદેવીની ભત્રીજી માહેશ્વરી સાથે વાત થઇ.

તેઓએ પણ મને જણાવ્યું કે શ્રીદેવી બાથરૂમના ફર્શ પર સૂતેલી મળી હતી અને તેમના મોઢામાંથી લોહી નિકળી રહ્યું હતું. બોની કપૂરે પણ મને જણાવ્યું કે એક દિવસ અચાનક ચાલતા ચાલતા શ્રીદેવી અચાનક નીચે પડી ગઇ હતી.

શરૂઆતમાં કેરળના એક ડીજીપીએ કહ્યું હતું કે શ્રીદેવીનું મોત એક અકસ્માત નહીં પરંતુ હત્યા હતી. 24 ફેબ્રુઆરી 2018માં ઇન્ડિયાની પ્રથમ મહિલા સુપરસ્ટાર શ્રીદેવીના મૃત્યુએ બધાને શોકમાં ગરકાવ કરી દીધા હતા.

ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે શ્રીદેવી દુબઇમાં તેમની એક હોટલના રૂમમાં બાથટબમાં બેહોશીની સ્થિતિમાં મળી આવી હતી. શ્રીદેવીને સૌથી પહેલા તેમના પતિ બોની કપૂરે જોઇ હતી. ડેથ સર્ટિફિકેટમાં જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ ડૂબી જવાથી થયું છે. ત્યારબાદ તેમના રહસ્યમય મૃત્યુને લઇને અનેક અટકળો વહેતી થઇ હતી.

લેખક દ્વારા આ રહસ્ય પરથી પડદો ઉઠાવતા જ ઇન્ટરનેટ પર વહેતી થયેલી તમામ અટકળો પર વિરામ ચિન્હ લાગી ગયો. શ્રીદેવીની ઉંમર 54 વર્ષ હતી. તેમનું મૃત્યુ 24 ફેબ્રુઆરી 2018ના રોજ દુબઇની હોટેલ રૂમમાં એક્સિડેન્ટનું કારણ ડૂબી મૃત્યુ થઇ ગયું.

ચાંદની ફિલ્મમાં પોતાના દમદાર અભિનયથી બધાને હેરાન કરનારી અભિનેત્રીના મૃત્યુથી બોલીવૂડને ખુબ મોટી ખોટ પડી છે. જ્હાનવી કપૂર અને બોની કપૂર અનેક ઇન્ટરવ્યૂમાં એ વાત કહી ચૂક્યા છે કે હજુ સુધી તેમનો પરિવાર શ્રીદેવીને ગુમાવવાના ગમમાંથી બહાર નિકળી શક્યો નથી.

શ્રીદેવી સુંદર હોવાની સાથો સાથ ખુબ જ સારી અદાકારા હતી. તેઓએ ચાંદની ફિલ્મ સિવાય પણ અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. શ્રીદેવીની બેમિસાલ સુંદરતા અને સારા અભિનયને આજે પણ લોકો ભૂલી શક્યા નથી અને ક્યારેય ભૂલશે પણ નહીં.

error: Content is protected !!