51 વર્ષીય ઢગો ભાન ભુલ્યો, ‘તું કેમ રેગ્યુલર બેસવા નથી આવતી’ કહી સગીરાને દુકાનમાં પુરી અડપલા કર્યા

રાજકોટ: મહિલા સાથે થતી છેડતીના બનાવો દિવસે અને દિવસે વધી રહ્યા છે. ત્યારે ફરી બેશર્મીની હદ વટાવતો ધૃણાસ્પદ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગઈકાલે શહેરના નાણાવટી ચોક નજીક સદગુરુ કોમ્પ્લેક્સમાં પટેલ પ્રોવિઝન સ્ટોર(સેલ પોઇન્ટ)નામની દુકાનમાં ખીરું લેવા ગયેલી 15 વર્ષની સગીરાને દુકાનના માલિક 51 વર્ષીય ઢગાએ ‘તું કેમ રેગ્યુલર બેસવા નથી આવતી’ કહી દુકાન બંધ કરી સગીરા સાથે અડપલાં કરીને બિભિત્સ માંગણી કર્યાની યુનિવર્સિટી પોલીસ મથકમાં સગીરાના માતાએ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે યુનિવર્સીટી પોલીસે કલમ 354(ક) અને પોકસો હેઠળ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.

સગીરા ઢોસા બનાવવાનું ખીરું લેવા ગઈ હતી
પ્રાપ્ત વિગતો અનુસાર સગીરાની માતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે મારી સગીર વયની પુત્રી ઘર નજીક નાણાવટી ચોકમાં સદગુરુ કોમ્પ્લેક્સમાં પટેલ પ્રોવિઝન સ્ટોરમાં ઢોસા બનાવવાનું ખીરું લેવા ગઈ હતી અને ત્યાંથી ખીરું લીધા વગર જ રડતા રડતા ઘરે પરત આવતા મેં તેને ફરી ખીરું લેવા મોકલી હતી પરંતુ મારી દીકરી દુકાને જવા તૈયાર ન હતી.

દુકાનનું શટર બંધ કરીને CCTV બંધ કરી દીધા હતા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મારી દીકરી હેબતાઈ જતા મેં તેનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે- તે અંકલ ખરાબ છે. જયારે મારુ પુત્રી ખીરું લેવા ગઈ ત્યારે પટેલ પ્રોવિઝન સ્ટોરના માલિક રિપલ મગનભાઈ શોભાશણા(ઉ.વ.51)એ મારી દીકરીને ‘તું હમણાં રેગ્યુલર અહીંયા બેસવા કેમ આવતી નથી આવતી’ કહીને તેણીને દુકાનની અંદર ખેંચી દુકાનનું શટર બંધ કરીને CCTV બંધ કરી દીધા હતા.

રાત્રે જ આરોપીની ધરપકડ કરી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મારી પુત્રીને બથ ભરીને શારીરિક અડપલાં કર્યા હતા. અ અંગે પરિવારને તમામ હકીકત જણાવ્યા બાદ માતા-પિતાએ પુત્રીને લઇને તુરંત જ યુનિવર્સિટી પોલીસ મથક પહોંચ્યા હતા અને PSI એ.એસ.ચાવડાની રાહબરીમાં PSI બી.જી.ડાંગર સહિતના સ્ટાફે 51 વર્ષના ઢગા રિપલ પટેલ સામે ફરિયાદ નોંધીને રાત્રે જ તેની ધરપકડ કરી હતી.

51 વર્ષના ઢગા રિપલે રાત લોકઅપમાં વિતાવી
નાણાવટી ચોક નજીક સદગુરુ કોમ્પલેક્ષમાં પટેલ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ધરાવતા રિપલ મગનભાઈ પટેલ નામના શખ્સે ખીરું લેવા આવેલી સગીરાને દુકાનમાં પુરી લાઈટો બંધ કરી અડપલાં કર્યા હતા.યુનિવર્સિટી પોલીસે આરોપી રિપલને પકડી લોકઅપમાં પુરી દીધો હતો.આરોપી વિકૃત માનસિકતા ધરાવતો હોવાનું પોલીસમાંથી જાણવા મળ્યું છે.

આરોપીએ એટલો પણ વિચાર ના કર્યો કે મારે પણ સગીરા જેવડી દીકરી છે
સાધુવાસવાણી રોડ પાટીદાર ચોકમાં નંદલાલ ટાવરમાં રહેતા રિપલ પટેલ(ઉ.વ.51)એ સગીરા સાથે અડપલાં કરતા રાતોરાત તેને લોકઅપ હવાલે કર્યો હતો.આરોપી રિપલે એટલો પણ વિચાર કર્યો નહોતો તેને પણ સંતાનમાં સગીરા જેવડી એક દિકરી છે.અને પોતે પણ બે સંતાનનો પિતા છે.

error: Content is protected !!