8માં ધોરણમાં ભણતી બાળકીને ફસાવી,સગીરાને ભગાડવા માટે વિદેશથી રાજસ્થાન આવ્યો અને પછી…

13 વર્ષની સગીરાને એક યુવકે ઈન્સ્ટાગ્રામ પર મોડલ જેવો ફોટો મૂકીને પોતાના જાળમાં ફસાવી. થોડાં દિવસ પહેલા યુવકને ખ્યાલ આવ્યો કે સગીરા તેની સાથે આવવા માટે તૈયાર છે. પછી શું, તેને કોઈ જાતનું મોડું ન કર્યું. તે કતારથી 2,587 કિલોમીટરની હવાઈ સફર કરીને 18 જૂને દિલ્હી પહોંચ્યો. ત્યાંથી રાજસ્થાન આવીને દૌસા જિલ્લાના બાંદીકુઈમાં સગીરાને મળ્યો, તેનું બ્રેન વોશ કર્યું અને પોતાની સાથે લઈને ચાલ્યો ગયો. પરંતુ શુક્રવારે તે બિહારના દરભંગાથી પકડાયો. જે બાદ આ ઘટનાનો ખુલાસો થયો છે.

યુવતી ગેમની મદદથી વારંવાર એક ખાસ ઈન્સ્ટાગ્રામ આઈડીથી કનેક્ટ થઈ રહી હતી
રાજસ્થાન પોલીસે શુક્રવારે બિહારના દરભંગાથી ઇઝરાયેલ નદાફ (25) નામના એક યુવકની ધરપકડ કરી ત્યારે તેની સાથે યુવતી પણ મળી આવી હતી. પોલીસે જણાવ્યું કે 8માં ધોરણમાં ભણતી સગીરા 19 જૂનથી ગુમ હતી. તેમના પરિવારના લોકોએ ગુમ થઈ હોવાનો રિપોર્ટ નોંધ્યો હતો. જ્યારે પોલીસે પૂછપરછ કરી તો ખ્યાલ આવ્યો કે યુવતીને મોબાઈલ પર ફ્રી ફાયર ગેમ રમતી હતી. આ અંગે પોલીસે ફ્રી ફાયર ગેમ સાથે જોડાયેલા ઈન્સ્ટાગ્રામ આઈડીની સાઈબર સેલની તપાસ કરાવી. યુવતી ગેમની મદદથી વારંવાર એક ખાસ ઈન્સ્ટાગ્રામ આઈડીથી કનેક્ટ થઈ રહી હતી.

લોકેશનના આધારે ખ્યાલ આવ્યો
આ આઈડી ઇઝરાયેલ નદાફની હતી. આ આઈડીને ટ્રેક કરવામાં આવ્યું. રેકોર્ટમાં જોવા મળ્યું કે ઈન્સ્ટાગ્રામ આઈડીથી જોડાયેલો મોબાઈલ નંબર ખાડી દેશ કતારમાં વેરિફાઈ થયો. 19 જૂને ઈન્સ્ટાગ્રામ આઈડી ભારતમાં ઈન્ટરનેટ સાથે જોડાયેલા છે. સંદિગ્ધ મોબાઈલ નંબરને ટ્રેક કરવામાં આવ્યો તો સામે આવ્યું કે દિલ્હીથી સિમ ખરીદવામાં આવ્યું હતું.લોકેશનના આધારે ખ્યાલ આવ્યો કે આ નંબર પહેલા બાંદીકુઈ પછી દિલ્હી અને પછી બિહારના રસ્તા પર એક્ટિવ રહ્યો. લોકેશન ટ્રેસ કરતા પોલીસ બિહારના દરભંગા સુધી પહોચી ગઈ. જ્યાં ઇઝરાયેલને યુવતી સાથે બસ સ્ટેન્ડ પરથી પકડી લેવાયો.

એરપોર્ટથી સિમ બંધ થયું તો નકલી ડોક્યુમેન્ટ્સથી બીજું સિમ ખરીદ્યું
દૌસાના SP રાજકુમાર ગુપ્તાએ જણાવ્યું કે દિલ્હી એરપોર્ટ પર નદાફનું સિમ બંધ થઈ ગયું હતું. જે બાદ તેમને નકલી ડોક્યુમેન્ટથી ત્યાં એક સિમ ખરીદ્યું અને પોતાનું ઈન્સ્ટાગ્રામ આઈડી લોગિન કરી દીધું. જે બાદ નદાફ દિલ્હીથી 280 કિલોમીટરનું અંતર કાપીને દૌસા આવી ગયો. દૌસાથી બાંદીકુ પહોંચ્યો અને 18 જૂનની રાત બાંદીકૂઈમાં જ પસાર કરી.

પોલીસે ઇઝરાયેલને બિહારના દરભંગામાં જ દબોચી લીધો.
આ દરમિયાન આખી રાત ઇઝરાયેલ બાંદીકુઈ સ્ટેશન પરથી યુવતીના સંપર્કમાં રહ્યો. તેમનું બ્રેન વોશ કરતો રહ્યો. તેને ફોસલાવતો રહ્યો. અંતે યુવતી તેની વાતમાં આવી ગઈ. તે ઘરથી નીકળીને નદાફ પાસે પહોંચી ગઈ.નદાફ તેને પહેલા દિલ્હી લઈ ગયો. ત્યાંથી બસમાં પોતાની સાથે નેપાળ લઈ જઈ રહ્યો હતો, પરંતુ બોર્ડર ક્રોસ કરે તે પહેલાં જ દૌસા પોલીસે ઇઝરાયેલને બિહારના દરભંગામાં જ દબોચી લીધો. નદાફને હવે 7 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે.

પરિવારને કહ્યું- કુરકુરે લેવા જઈ રહી છું
19 જૂન યુવતીએ કુરકુરે લેવાનું બહાનું કરીને ઘરમાંથી નીકળી હતી. જે બાદ તે ઘરે પરત ન ફરી. પરિવારે તેની ભારે શોધખોળ કરી. પછી બાંદીકુઈ પોલીસ સ્ટેશનમાં કિડનેપિંગનો રિપોર્ટ નોંધાવ્યો. SP રાજકુમાર ગુપ્તાના નેતૃત્વમાં વિશેષ પોલીસ ટીમની રચના કરવામાં આવી. તપાસમાં સામે આવ્યું કે યુવતી ઓનલાઈન કોઈ વ્યક્તિના સતત સંપર્કમાં હતી.

તે નંબર અને આઈડીની તપાસ કરી તો પોલીસ પણ હેરાન થઈ ગઈ. જે બાદ બાંદીકુઈ સ્ટેશનના CCTV તપાસવામાં આ્યા. નદાફનો નંબર ટ્રેસ કરતા પોલીસ દિલ્હી પહોંચી. દિલ્હી પહોંચ્યા બાદ નદાફનું મોબાઈલ લોકેશન બિહારમાં મળ્યું. જે બાદ પોલીસ બિહારના દરભંગા પહોંચી અને બસ સ્ટેશન પર નદાફને દબોચી લીધો. નદાફ સગીરાને પહેલા નેપાળ અને બાદમાં કતાર લઈ જવાના પ્રયાસમાં હતો.

કતારમાં મજૂરી કરે છે નદાફ
SP રાજકુમારે જણાવ્યું કે પકડાયેલો આરોપી ઇઝરાયેલ નદાફ નેપાળના ધનુષા જિલ્લાના ધનુજીનો રહેવાસી છે. હાલ તે કતારમાં અલ જબેર એન્જિનિયરિંગ કંપનીમાં મજૂરી કરે છે. આરોપી પાસેથી મોબાઈલ, કતારનું સિમકાર્ડ, નવી દિલ્હીમાંથી ખરીદેલું નકલી સીમકાર્ડ, પાસપોર્ટ તેમજ નેપાળનું નાગરિકતા પ્રમાણ પત્ર મળી આવ્યા હતા.

ઓનલાઈન ગેમથી બાળકોને દૂર રાખો
દૌસા SPએ કહ્યું કે પેરેન્ટ્સ પોતાના બાળકોને ઓનલાઈન ગેમિંગથી દૂર રાખે. તેઓ અજાણ્યા લોકોના સંપર્કમાં તો નથીને તે વાતનું ધ્યાન રાખે. મોબાઈલ ગેમની કુટેવના કારણે જ બાંદીકુઈથી યુવતીનું અપહરણ થયું. જેને ઇઝરાયેલ નદાફ નેપાળના રસ્તે કતાર લઈ જવાના પ્લાનમાં હતો. ત્યાં તેની સાથે કેવું વર્તન થાત, તે કહેવું મુશ્કેલ છે. આજકાલ વધી રહેલા સાઈબર ક્રાઈમને ધ્યાનમાં રાખતા લોકો સાવચેત રહે તે જરૂરી છે. ઈન્ટરનેટનો અતિ ઉપયોગથી બચે. બાળકોને વિશ્વાસમાં લઈને જણાવે કે અજાણ્યા લોકોના સંપર્કમાં ન આવે.

error: Content is protected !!