ભાભી સાથે દિયરને બનાવવા હતા સંબંધ, રાત્રે ભાભી પાસે ગયો અને ભાઈ જાગી ગયો, ઘ્રુજાવી દેતો બનાવ

ભાભી સાથે દિયરને બનાવવા હતા સંબંધ, રાત્રે ભાભી પાસે ગયો અને ભાઈ જાગી ગયો, ઘ્રુજાવી દેતો બનાવ

એક હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. એક દિયરે રાત્રે ઉંઘેલી ભાભી સાથે અવૈધ સંબંધ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી ગુસ્સામાં ભાઈ-ભાભીએ યુવકને ગમછાથી ગળુ દબાવીને મોત ઘાટ ઉતાર્યો હતો. એટલું જ નહીં પછી યુવકની લાશને વાડામાં લઈ જઈને પછાડી હતી અને ત્યાં પડેલી કુહાડીથી ગળા પર વાર કર્યા હતા. પછી બંને છાનામાન ઘરે આવીને સુઈ ગયા હતા. જોકે પોલીસ તપાસમાં દંપતીની કરતૂત સામે આવી હતી.

મધ્યપ્રદેશના રૂપનગઢમાં આ ધ્રૃર્ણાસ્પદ કિસ્સો બન્યો છે. પોલીસના જણાવ્યા મુજબ 5 સપ્ટેમ્બરની રાત્રે 30 વર્ષીય લાલારામ પોતાની પત્ની સાથે જાગરણમાં ગયો હતો. લાલારામ રાત્રે અંદાજે 10 વાગ્યે ઘરે આવી ગયો હતો. ત્યાર પછી તે પોતાના રૂમમાં સૂવા માટે ચાલ્યો ગયો હતો. રાત્રે અંદાજે 11 વાગ્યે લાલારામ ઉઠ્યો હતો અને સૂતેલી ભાભી ગોરાદેવીની પાસે પહોંચીને શારીરિક સંબંધ બાંધવાનો પ્રયત્ન કર્યો હતો. દરમિયાન ગોરાદેવી જાગી ગઈ હતી અને અવાજ સાંભળીને મોટોભાઈ નંદારામ પણ જાગી ગયો હતો.

મોટાભાઈ નંદારામે જ્યારે નાનાભાઈ લાલારામને પોતાની પત્ની ગોરાદેવી સાથે ગંદુ કામ કરતાં જોયો તો ખૂબ ગુસ્સો આવ્યો હતો. નંદારામે પાસે પડેલો ગમછો લઈને નાનાભાઈ લાલારામનું ગળું દબાવી દીધું હતું. જેનાથી સ્થળ પર જ નાનાભાઈનું પ્રાણ પંખેરુ ઉંડી ગયું હતું. બાદમાં ભાઈ અને ભાભીએ મૃતકની લાશને ઉપાડીને વાડામાં ફેંદી દીધી હતી. કોઈ તેમના પર શંકા ન કરે એટલે બંનેએ ત્યાં પડેલી કુહાડી ઉઠાવીને તેના ગળા પર અનેક વાર ઝીંકી દીધા હતા. પછી બંને છાનામાના ઘરમાં આવીને સૂઈ ગયા હતા.

સવારે જ્યારે પરિવારના સભ્યોએ લાશને જોઈ તો પોલીસને જાણકારી આપી હતી. પોલીસે સ્થળ તપાસ કરી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે મૃતકની પત્ની સવારે ચાર વાગ્યે જાગરણમાંથી પાછી આવી હતી અને પોતાના રૂમમાં એકલી સૂઈ ગઈ હતી. પોલીસને બોડીની તપાસમાં ખબર પડી હતી કે સ્પર્મ લોસ થયું છે. આવું કાં તો ફાંસી લાગવાથી થાય છે અથવા ગળું દબાવી દેવાથી થાય છે. એટલા માટે પોલીસને શંકા ગઈ હતી કે હત્યા પહેલા કરવામાં આવી હોઈ શકે અને પછી કુહાડીથી વાર કરવામાં આવ્યા હોઈ શકે.

જે રૂમમાં મૃતક લાલારામની ઉંઘવાની પરિવારજનો કહી રહ્યા હતા એ રૂમની પાસે જ ભાઈ-ભાઈની અને તેની બાળકી સૂઈ રહી હતી. જો કોઈ લાલારામને ઉપાડીને લઈ ગયું હોય તો અવાજ જરૂર થાત અને એવી સ્થિતિમાં પરિવારના સભ્યો જાગી ગયા હોત. પણ આવું થયું નહોતું. એટલું જ નહીં લાશ જોઈને પરિવારના સભ્યોને લાગતું હતું કે તેમને દુ:ખ લાગ્યું છે, પણ મોટાભાઈ નંદારામના હાવભાવ પરથી લાગતું હતું કે તેને કોઈ ફેર પડ્યો નથી. જેથી પોલીસને તેના પર શક ગયો હતો અને કડક પૂછપરછમાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.