‘અનુપમા’ ફૅમ રૂપાલી ગાંગુલીએ બ્રાન્ડ ન્યૂ 14 લાખ રૂપિયાની થાર ખરીદી, પોતાને ગર્વશીલ ભારતીય ગણાવી
‘અનુપમા’ ફૅમ રૂપાલી ગાંગુલીએ હાલમાં જ બ્રાન્ડ ન્યૂ SUV કાર ખરીદી છે. રૂપાલીએ નવી કારની તસવીર સો.મીડિયામાં શૅર કરી છે. તસવીરમાં રૂપાલી નવી કારની સાથે પતિ અશ્વિન વર્મા સાથે જોવા મળે છે.
14 લાખની કાર
રૂપાલી ગાંગુલીએ લાલ રંગની મહેન્દ્ર થાર ખરીદી છે. આ કારની કિંમત અંદાજે 14 લાખ રૂપિયા છે. કારની તસવીર શૅર કરીને રૂપાલીએ કહ્યું હતું, ‘ભારતીય બનો, ભારતીય ખરીદો. ભારતીયને સપોર્ટ કરો.
સો.મીડિયા યુઝર્સ-સેલેબ્સે શુભેચ્છા પાઠવી
રૂપાલી ગાંગુલીની આ પોસ્ટ પર ચાહકો તથા સેલેબ્સે શુભેચ્છા પાઠવી હતી.
હાલમાં જ મિથુન ચક્રવર્તી સાથે જોવા મળી હતી
રવિવાર, 27 જૂનના રોજ એક્ટર તથા રાજકારણી મિથુન ચક્રવર્તી ટીવી સિરિયલ ‘અનુપમા’ના સેટ પર અચાનક જ આવી ગયા હતા. અહીંયા તેઓ પોતાની પુત્રવધૂ મદાલસા શર્મા (સિરિયલમાં કાવ્યાનો રોલ પ્લે કર્યો છે)ને મળવા આવ્યા હતા. મિથુને સિરિયલની સ્ટાર કાસ્ટ સાથે ફોટો પણ ક્લિક કરાવ્યો હતો.
નવાઈની વાત એ છે કે 90ના દાયકામાં મિથુન ચક્રવર્તી તથા અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલીએ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. 1996માં રિલીઝ થયેલી ફિલ્મ ‘અંગારા’માં બંને સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મને રૂપાલીના પિતા અનિલ ગાંગુલીએ ડિરેક્ટ કરી હતી. નોંધનીય છે કે રૂપાલી ગાંગુલીની માતાએ ‘ડાન્સ ઇન્ડિયા સુપર મોમ્સ’માં ભાગ લીધો હતો. રૂપાલી પણ પોતાની માતાને મળવા સેટ પર આવી હતી.
એક એપિસોડના 70 હજાર રૂપિયા મળે છે
રૂપાલી ગાંગુલીએ સાત વર્ષ બાદ ટીવી સિરિયલ ‘અનુપમા’થી કમબેક કર્યું છે. આ સિરિયલમાં તે લીડ રોલમાં છે. સૂત્રોના મતે, રૂપાલી મહિનામાં 25 દિવસ શૂટિંગ કરે છે. તેને એક દિવસના 70 હજાર રૂપિયા મળે છે. 25 દિવસ શૂટ કરવાના 17 લાખ 50 હજાર રૂપિયા મળે છે.