ઉંઘ નહીં આ કારણે થયો હતો મર્સિડિઝ કારને અકસ્માત, ખુદ રિષભ પંતે કર્યો ઘટસ્ફોટ

ઉંઘ નહીં આ કારણે થયો હતો મર્સિડિઝ કારને અકસ્માત, ખુદ રિષભ પંતે કર્યો ઘટસ્ફોટ

Rishabh Pant Car Accident: ભારતીય ક્રિકેટર રિષભ પંતની કાર અકસ્માત મામલે એક મોટો ખુલાસો થયો છે. આ ખુલાસો રિષભ પંતે પોતે કર્યો છે. અકસ્માત બાદ પંતને હોસ્પિટલ લઈ જવામાં આવતો હતો ત્યારે તેણે જણાવ્યું હતું કે, ચોકુ આવી જવાને કારણે કાર ડિવાઈડર સાથે ટકરાઈ હતી. નોંધનીય છે કે, ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રિષભ પંતને શુક્રવારે સવારે અકસ્માત નડ્યો હતો. તે કારમાં ઉત્તરાખંડ જઈ રહ્યો હતો. હમ્મદપુર ઝાલ પાસે રૂરકીની નરસાન બોર્ડર પર, તેમની કાર બેકાબૂ થઈને રેલિંગ સાથે અથડાઈ, ત્યારબાદ કારમાં આગ લાગી અને કાર પલટી ગઈ હતી. આ પછી ભારે જહેમતથી આગ પર કાબુ મેળવ્યો હતો.

રૂરકી બાદ રિષભ પંતને દેહરાદુનની મેક્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પંતને મળવા માટે દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)ની એક ટીમ પહોંચી હતી. તે દરમિયાન રિષભ પંતે ડીડીસીએના ડાયરેક્ટર શ્યામ શર્મા સામે નવો ખુલાસો કર્યો હતો. શ્યામ શર્માએ એજન્સીને આ જાણકારી આપી હતી.

શ્યામ શર્મા જ્યારે હાલચા પૂછવા માટે રિષભ પંતને મળ્યાં તો તેમણે ઘટના કેવી રીતે ઘટી ? તેને લઈને વાત કરી હતી. આ વાત પર પંતે ખુલાસો કરતાં કહ્યું હતું કે, ખાડો સામે આવી ગયો હતો. તેનાથી બચવાના ચક્કરમાં આ ઘટના બની હતી.

જોકે, શ્યામ શર્માને પૂછવામાં આવ્યું કે પંતે આ ઘટનાનું કારણ શું બતાવ્યું ? જેના જવાબમાં ડીડીસીએના ડાયરેક્ટરે એન્જસીઓને જણાવ્યું કે, રાતનો સમય હતો, ખાડો આવી ગયો હતો તેનાથી બચાવવાના ચક્કરમાં આ અકસ્માત સર્જાયો હતો.

શ્યામ શર્માએ જણાવ્યું કે, રિષભ પંત ને હાલ એયરલિફ્ટ કરવાની જરૂર નથી. તેણે હાલ દિલ્હી પણ શિફ્ટ કરવામાં આવશે નહીં. લિગમેન્ટ ટ્રીટમેન્ટ માટે જો રિષભ પંતને લંડન લઈ જવો પડશે તો તેનો નિર્ણય બીસીસીઆઈ કરશે. રિષભ પંતને કોઈ પણ જગ્યાએ શિફ્ટ કરવો પડશે તો તેનો નિર્ણય બીસીસીઆઈ કરશે. રિષભ પંતને હાલ ઈજા છે પરંતુ તે હાલ ખુશ છે. બીસીસીઆઈ તમામ ડોક્ટર્સના સંપર્કમાં છે.

DDCAના સંયુક્ત સચિવ રાજન મનચંદાએ કહ્યું કે, રિષભ પંતના જે પણ રિપોર્ટ આવ્યા છે તે જોતાં તેને ગંભીર ઈજા થઈ નથી. અમને આશા છે કે, 2 મહિનામાં પંત ગ્રાઉન્ડમાં હશે. DDCAના ડાયરેક્ટર શ્યામ શર્મા રિષભ પંતને મળવા દેહરાદુન પહોંચ્યા હતાં અને BCCI રિષભ પંતની સારી રીતે સારવાર કરાવી રહી છે.

તમને જણાવી દઈએ કે, રિષભ પંતને ઈજાને કારણે શ્રીલંકાની વિરુદ્ધ આગામી સીરિઝ માટે ટીમ ઈન્ડિયામાં પસંદગી થઈ નહોતી. ત્યાર બાદ તે પોતાની કાર લઈને રૂરકી જઈ રહ્યો હતો. તે સમયે રૂરકીના ગુરૂકુલ નારસન વિસ્તારમાં કાર અકસ્માત સર્જાયો હતો.

પંત કારમાં એકલો જ હતો અને પોતે ગાડી ચલાવી રહ્યો હતો. ઘટના બાદ પંતે જણાવ્યું હતું કે ડ્રાઈવિંગ દરમિયાન તેને ઝોકું આવી ગયું હતું અને કાર ડિવાઈડર સાથે ટકરાઈ હતી જેના કારણે કારનો ભુક્કો બોલી ગયો હતો, પંતે જણાવ્યું કે, તે વિંડ સ્કીન તોડીને બહાર આવ્યો હતો. ત્યાર બાદ કારમાં ભીષણ આગ લાગી હતી.