પ્રેમ કરીને પછતાઈ પરિણીતા: પરિણીતાએ જે પ્રેમી માટે પતિ પાસેથી ડિવોર્સ લીધા, પ્રેમીએ લગ્નનો વાયદો કરી હવસનો શિકાર બનાવી, અને પછી…

ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે જેમાં એક મહિલાએ પ્રેમી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. આરોપીએ લગ્નની લાલચ આપી મહિલાને પતિ સાથે છૂટાછેડા લેવડાવ્યા અને વર્ષો સુધી તેની સાથે સંબંધ રાખી તેને ત્યજી દેતા પરિણીતાએ પોલીસની મદદ માંગી છે. તેવામાં ગોમતીપુર પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

આરોપી પ્રેમી અને યુવતી બંનેને એક-એક સંતાન
શહેરના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં 28 વર્ષીય યુવતીએ પોતાની સાથે દુષ્કર્મ થયું હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં યુવતીનાં લગ્ન 8 વર્ષ પહેલા ગેરતપુર વિસ્તારનાં એક યુવક સાથે થયા હતા. જોકે લગ્નનાં થોડા સમય બાદ યુવતીને તેનાં વિસ્તારમાં રહેતા મુકેશ ભરવાડ નામનાં યુવક સાથે આંખો મળતા પ્રેમસંબંધ બંધાયો. જે બાદ બંને અલગ અલગ જગ્યાએ પર મળતા હતા. મુકેશ ભરવાડ અને ભોગ બનનારી યુવતી બન્ને પરિણીત હતા અને બન્નેને એક-એક સંતાન છે, જોકે મુકેશ ભરવાડે યુવતીને પોતાની સાથે લગ્ન કરવા માટે પતિ સાથે છૂટાછેડા લેવાનુ કહેતા યુવતીએ પ્રેમીને પામવા પોતાના પતિ સાથે છૂટાછેડા લઈ લીધા હતા.


7 વર્ષ સુધી અલગ-અલગ જગ્યાએ લઈ જઈ પ્રેમીએ સંબંધ બાંધ્યા
વર્ષ 2014થી અત્યાર સુધી પ્રેમી મુકેશ ભરવાડે યુવતીને અલગ અલગ જગ્યાઓ પર લઈ જઈ શારિરીક સંબંધો બાંધ્યા અને અંતે યુવતી સાથે લગ્ન કરવાનો ઈન્કાર કરતા આખરે યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે મુકેશ ભરવાડની ધરપકડ કરી છે.પોલીસે આ મામલે આરોપી મુકેશની ધરપકડ કરી તપાસ કરતા સામે આવ્યું કે આરોપીને પોતાને એક આઠ વર્ષનો પુત્ર છે જ્યારે ભોગ બનનાર યુવતીને એક દિકરી છે. પકડાયેલો આરોપી પોતે પરિણીત હોવાથી પોતે પોતાની પત્ની સાથે છૂટાછેડા લેવાનો વાયદો યુવતીને કરતો રહ્યો અને 7 વર્ષ સુધી તેને પોતાની હવસનો શિકાર બનાવતો રહ્યો.

યુવતીએ પ્રેમી માટે પતિને તરછોડી દીધો
અમદાવાદમાં અલગ-અલગ હોટલોમાં લઈ જઈને યુવતી પર દુષ્કર્મ આચરી અંતે તેને તરછોડી દીધી હતી. મહત્વનું છે કે પ્રેમ પ્રકરણમાં બંધાયેલા આ સંબંધમાં યુવતીએ પોતાનાં પતિને છોડ્યો અને પ્રેમીએ પણ ન સાથ આપતા તે નિરાધાર બની છે. હાલ તો ગોમતીપુર પોલીસે આ મામલે આરોપી સામે બળાત્કાર અને એટ્રોસિટીની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી આરોપીનો કોઈ ગુનાહિત ઈતિહાસ છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે. પ્રેમીએ પતિ પાસેથી લેવડાવ્યા ડિવોર્સ, 7 વર્ષ સુધી પીંખી ને હવે તરછોડી દીધી, ન રહી ઘરની કે ઘાટની

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!