શોકિંગ કિસ્સો, દુપટ્ટો કાઢી નાખ મારે કિસ કરવી છે કહીને યુવકે યુવતીને પકડી લીધી અને પછી…

એક શોકિગ અને શરમજનક કિસ્સો સામે આવ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં એક્ટિવા લઈને જતી યુવતીની રોડ પર જતાં યુવકે છેડતી કરી હતી.યુવતીને જાહેરમાં ઉભી રાખીને યુવકે કિસ કરવાની માંગણી કરી હતી. જોકે યુવતીએ યુવકને મોઢા પર જવાબ આપી દેતા યુવકે યુવતીનો હાથ પકડી લીધો હતો. જયારે અન્ય એક કિસ્સામાં પરિણીત મહિલાને તેના પ્રેમીએ જાહેરમાં જ માર મારી હતી.

અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ હિરેન નામના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.યુવતી તેની પાડોશીની દવા લેવા એક્ટિવા લઈને પાલડી ગઈ હતી. જે બાદ યુવતી ઘર તરફ પરત આવી રહી હતી. ત્યારે અમરાઈવાડીમાં આવેલી આસ્થા એપાર્ટમેન્ટ રહેતા હિરેને તને રોકી લીધી હતી. રોકીને હિરેને યુવતીને કહ્યું કે, તું તારા મોઢા પર બાંધેલો દુપટ્ટો કાઢી નાંખો મારે તને કિસ કરવી છે. હિરેનના વર્તનને લઈને રોષે ભરાયેલી યુવતીએ હિરેનને મોઢા પર કહ્યું કે, તું તારી ઓકાતમાં રહે અને જતો રહે.

યુવતીના જવાબથી ગુસ્સો આવતા
હિરેનને યુવતીના જવાબથી ગુસ્સો આવતા તેનો હાથ પકડીને છેડતી કરવા લાગ્યો હતો. જેથી યુવતીએ બૂમો પાડતા આસપાસના લોકો ભેગા થયા હતા. લોકો ભેગા થતા હિરેન ત્યાંથી નાસી ગયો હતો. જે બાદ યુવતીએ પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

એક બીજા બનાવમાં નરોડામાં રહેતી મહિલાને જ્યંતી નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. મહિલાને સંતાનમાં 2 દીકરા પણ હતા.7 વર્ષના પ્રેમ સંબંધ છેલ્લા 3 વર્ષથી મહિલાએ તોડી નાખ્યો હતો. જેથી મહિલા ગઈકાલે તેના ફ્લેટ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે જયંતિએ ત્યાં આવીને કહ્યું કે તું મારી સાથે સબંધ કેમ નથી રાખતી આમ કહીને ગાળો આપીને મહિલાને માર મારવા લાગ્યો હતો

મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકોએ મહિલાને છોડાવી હતી.જયંતિએ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.સમગ્ર મામલે મહિલાએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે…અમદાવાદમાં રોમિયોની લુખ્ખાગીરી, ભરબજારમાં યુવતી સાથે ન કરવાનું કરી નાખ્યુ, યુવતીને પકડીને…

error: Content is protected !!