કડકડાત અંગ્રેજી બોલતી આ મહિલાછે ભૂતપૂર્વ CM ની સબંધી રસ્તા પર જીવન ગુજારવા મજબૂર..

અંગ્રેજી ભાષા પર સારું પ્રભુત્વ ધરાવતાં, વાઇરોલોજીમાં Phd પણ ફૂટપાથ પર જીવન ગુજારવા માટે મજબૂર. આ વાત ઈરા બસુની છે. ઈરા બસુ એ પશ્ચિમ બંગાળમાં બે વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા ડાબેરી નેતા બુદ્ધદેવ ભટ્ટાચાર્યનાં પત્ની મીરા ભટ્ટાચાર્યનાં બહેન છે. ભટ્ટાચાર્ય પશ્ચિમ બંગાળમાં ડાબેરી મોરચાની 34 વર્ષની સરકારમાં અંતિમ 10 વર્ષ એટલે કે વર્ષ 2000થી 2001 સુધી મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા.

ઈરા બસુ છેલ્લાં બે વર્ષથી ફૂટપાથ પર જીવન પસાર કરવા મજબૂર છે. તેઓ માનસિક રીતે બીમાર છે. સોશિયલ મીડિયા પર સમાચાર વાઈરલ થયા બાદ વહીવટીતંત્ર તેમને સારવાર માટે કોલકાતાની એક હોસ્પિટલ લઈ ગયું છે.

બુદ્ધદેવના સંબંધ અંગે કહ્યું- મને આ અંગે મુશ્કેલી સર્જાય છે                                             બુદ્ધદેવ ભટ્ટાચાર્યના પરિવાર સાથેના સંબંધ અંગે ઈરાએ કહ્યું કે આ અંગે મને મુશ્કેલી થાય છે. મને તેમનાથી કોઈ ફાયદો ન થયો, હું કોઈ VIP સાથે બેસવા ઈચ્છતી ન હતી, અનેક લોકો અમારા પારિવારીક સંબંધ અંગે વાકેફ છે. ઈરા અગાઉ બુદ્ધદેવ ભટ્ટાચાર્યની અનેક સભાઓમાં જોવા મળેલા.

ક્યારેય ભીખ માગી નથી, બેન્ક અકાઉન્ટનો ઉપયોગ કરે છે                                                    સ્થાનિક લોકોનું કહેવું છે કે ફૂટપાથ પર રહેવા છતા ઈરાએ ક્યારેય ભીખ માગી નથી. તે પોતાના પૈસાથી જ ચા પીવે છે. તે પોતાના પૈસાથી દુકાનદારોને બિરયાની પણ ખવડાવે છે.એક હોટેલથી તે પોતાના માટે ભાત, દાળ, શાકભાજી ખરીદે છે. કોઈ ભોજન આપે છે તો તે ઈન્કાર કરી દે છે. ઈરા પોતાનું બેન્ક અકાઉન્ટ પણ ધરાવે છે, જેમાંથી તે પોતાની જરૂરિયાત પ્રમાણે પૈસા ઉપાડે છે.

કાગળ રજૂ ન કર્યાં તો પેન્શન શરૂ થઈ શક્યું નહીં પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના ડનલપ વિસ્તારના પ્રિયનાથ ગર્લ્સ હાઈ સ્કૂલમાં લાઈફ સાયન્સની શિક્ષિકા રહી ચુકેલી બસુને નિવૃત્તિ બાદ પીએફના રૂપિયા મળ્યા હતા. જોકે આવશ્યક કાગળના અભાવને લીધે તેમનું પેન્શન શરૂ થઈ શક્યું ન હતું.

72 વર્ષિય ઈરા આ જિલ્લાના ડનલપ મોડ પાસે આવેલા ATMના એક ખૂણામાં રહે છે. અહીં તેમના વિશે ઓછા લોકો જ જાણકારી ધરાવે છે. ઈરાએ વર્ષ 1976 શિક્ષિકા તરીકે નોકરીની શરૂઆત કરી હતી. 28 જૂન 2009ના રોજ તે નિવૃત થયા હતા. એક સમયે તે જિલ્લાના બારાનગરમાં રહેતા હતા. ત્યારબાદ બિચુ બાગાન વિસ્તારમાં આવી વસ્યા હતા. ત્યારબાદ તે ડનલપ વિસ્તારમાં દેખાતા હતા.

સ્ટેટ એથ્લેટીક્સમાં પણ જીતી ચુક્યા છે ખિતાબ  ઈરા બસુ શાળામાં એક શિક્ષિકા તરીકે 34 વર્ષ નોકરી કરી. પણ તેઓ ફક્ત એક શિક્ષિકા જ ન હતા. તેમણે પશ્ચિમ બંગાળ રાજ્ય સ્તરીય એથ્લેટીક્સમાં 100 મીટર દોડનો ખિતાબ મેળવ્યો હતો. આ ઉપરાંત તેઓ ટેબલ ટેનિસ અને ક્રિકેટ પણ રમી ચુક્યા છે.

error: Content is protected !!