બહેનની મિત્ર પર આવી ગયુ હતુ આ ક્રિકેટરનું દિલ, પહેલી મુલાકાતનાં 3 મહિનામાં જ કરી હતી સગાઈ
ભારતમાં ક્રિકેટ ફક્ત કેલ જ નહી, પરંતુ એક ફેસ્ટિવલ છે, જેનાં લાખો અને કરોડો દિવાના છે. વાત સ્ટેડિયમની હોય કે પછી ટીવીમાં ચાલી રહેલાં ક્રિકેટની, ફેન્સ ક્રિકેટની પાછળ પાગલ થઈ જાય છે. જેમને ક્રિકેટ પસંદ છે તેઓ ભારતીય ક્રિકેટ ટીમનાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા વિશે સારી રીતે જાણતા હશે. તેમના સારા ખેલ માટે તેને ‘સર રવિન્દ્ર જાડેજા’ પણ કહે છે. જાડેજાની પ્રોફેશનલ લાઈફ જેટલી રસપ્રદ છે, તેમની લવસ્ટોરી પણ તેટલી જ રસપ્રદ છે. તો ચાલો જાણીએ તેનાં વિશે.
રવીન્દ્ર જાડેજાનું શરૂઆતનું જીવન રાજપૂતાના પરિવારમાં 6 ડિસેમ્બર 1988ના રોજ જન્મેલા રવિન્દ્ર જાડેજા ખૂબ જ ગરીબ પરિવાર સાથે સંકળાયેલા હતા. તેના પિતા ચોકીદાર હતા અને તે ઇચ્છતા હતા કે તેમનો પુત્ર સેનામાં જોડાય. પરંતુ રવિન્દ્રના જુદા જુદા સપનાં હતાં. તેનું હૃદય બાળપણથી જ ક્રિકેટમાં લાગેલું હતું. રવિન્દ્ર જાડેજાએ માત્ર 16 વર્ષની ઉંમરે ક્રિકેટ કોચિંગ લેવાનું શરૂ કર્યું. જો કે, તેના જીવનમાં ભૂકંપ ત્યારે આવ્યો હતો જ્યારે તેની માતાનું નિધન થયું હતું. રવિન્દ્રએ પોતાનું મન બનાવી લીધું હતું કે તે ક્રિકેટ છોડી દેશે, પરંતુ ભાગ્યને તે માન્ય ન હતું. વર્ષ 2008માં, જ્યારે રવિન્દ્રએ સ્થાનિક રમતમાં શાનદાર પ્રદર્શન કર્યું ત્યારે રાષ્ટ્રીય ટીમ પસંદ કરતા અધિકારીઓનું ધ્યાન રવિન્દ્ર પર પડ્યુ અને ભારતીય ક્રિકેટ ટીમમાં તેની પસંદગી કરી.
રવિન્દ્ર જાડેજાની નેટવર્થ રવિન્દ્ર જાડેજા તેની 10 વર્ષ સુધીની ક્રિકેટ કારકીર્દીમાં ભારતીય ક્રિકેટ ટીમના એક મહત્વપૂર્ણ ખેલાડી છે. તે આઈપીએલના સૌથી મોંઘા ખેલાડી છે અને ‘ચેન્નાઈ સુપર કિંગ્સ’ માટે રમે છે. જેમ તમે જાણો છો, રવિન્દ્ર વિશ્વના સૌથી ધનિક ક્રિકેટર્સમાંના એક છે, તેની કુલ સંપત્તિ 50 કરોડ છે. રવીન્દ્રની પ્રોફેશનલ લાઈફની જેમ, અંગત જીવન પણ ખૂબ રસપ્રદ છે. આજે આ લેખમાં અમે તમને રવિન્દ્ર જાડેજા અને તેમની પત્ની અને ભાજપના નેતા રિવાબા સોલંકીની સુંદર લવ સ્ટોરી વિશે જણાવીશું.
રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા સોલંકી કોણ છે? રવિન્દ્ર જાડેજાની લવ સ્ટોરી વિશે અમે તમને કહીએ તે પહેલાં, તે જાણી લો કે તેમની પત્ની રિવાબા સોલંકી કોણ છે? 1990માં ગુજરાતના રાજકોટમાં જન્મેલા રિવાબા ઉદ્યોગપતિ હરદેવસિંહ સોલંકી અને ભારતીય રેલ્વેના કર્મચારી પ્રફુલબા સોલંકીની પુત્રી છે. તે કોંગ્રેસના નેતા હરિસિંહ સોલંકીની ભત્રીજી પણ છે. રિવાબાએ આત્મીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ રાજકોટથી તેનું મિકેનિકલ એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું છે. તે રાજકારણમાં ખૂબ જ રસ ધરાવે છે અને કરણી સેનાની મહિલા પાંખની ચીફ પણ રહી ચૂકી છે. આ પછી, વર્ષ 2019માં, તેમણે ગુજરાતમાં ભાજપના નેતા તરીકે શપથ લીધા છે.
બહેનની મિત્ર પર આવ્યુ જાડેજાનું હ્રદય રવિન્દ્ર જાડેજાના પરિવારજનો ઇચ્છતા હતા કે ક્રિકેટર જલ્દીથી લગ્ન કરે, તેથી તેના પરિવારે 2015 રવિન્દ્ર માટે એક છોકરીની શોધ શરૂ કરી. તેની બહેન સહિતના પરિવારે જાડેજાને તેના લગ્ન વિશે ઘણી વાર પૂછ્યું હતું, પરંતુ દરેક વખતે ક્રિકેટર એમ કહીને મોકૂફ રાખતો હતો કે તેની પાસે ક્રિકેટ સિવાય કંઈપણ માટે સમય નથી. જોકે, નસીબે જાડેજાને રિવાબાની મેચ તરીકે પસંદ કરી. ડિસેમ્બર 2015માં, જાડેજાના પરિવારે ક્રિકેટરની બહેન નૈનાની મિત્ર રિવાબાને પસંદ કરી હતી, જે ઓલરાઉન્ડર કરતા બે વર્ષ મોટી હતી.
રવિન્દ્ર અને રિવાબાની પહેલી મુલાકાત રવિન્દ્ર અને રિવાબા પહેલી વાર એક પાર્ટીમાં મળ્યા હતા, જ્યાં બંને પહેલી જ મીટિંગમાં પ્રેમમાં પડ્યાં હતાં. તે રવિન્દ્ર માટે પ્રથમ નજરનો પ્રેમ હતો. એકવાર એક ઇન્ટરવ્યુમાં જાડેજાએ કહ્યું હતું કે, તે તેની લેડીલવના પ્રેમમાં કેમ કેદ થયા? ક્રિકેટરે કહ્યું હતું કે રિવામાં તેને ‘આકર્ષક, ભણેલી અને સમજદારી’ દેખાઈ હતી. તેમની પહેલી મીટિંગમાં, બંને એકબીજા સાથે એટલા જોડાયેલા હતા કે બંનેએ તરત જ તેમના નંબરની આપ-લે કરી. સતત વાતચીત બાદ બંને વચ્ચે પ્રેમ કથા શરૂ થઈ અને બંનેએ તેમના પરિવાર સાથે લગ્ન માટે વાત કરી.
મુલાકાતના 3 મહિના બાદ જ રવિન્દ્ર જાડેજાએ કરી સગાઈ પહેલી નજરમાં પ્રેમ પછી, રવિન્દ્ર અને રિવાબાએ વિલંબ કર્યા વિના એકબીજા સાથે સગાઈ કરવાનું નક્કી કર્યું. મુલાકાતનાં ત્રણ મહિના પછી, એટલે કે 5 ફેબ્રુઆરી, 2016ના રોજ, બંનેએ એક ખાનગી સમારોહમાં એક બીજાને રિંગ્સ પહેરાવી હતી. આ સગાઈ સમારોહ જાડેજાની પોતાની રાજકોટની હોટલ ‘Jaddu’s Food Field’ માં યોજાયો હતો. લુકની વાત કરીએ તો, જાડેજાએ હેવી એમ્બ્રોઈડરીવાળી જોધપુરી શેરવાની પહેરી હતી, જ્યારે રિવાબાએ ઓરેન્જ અને ગોલ્ડન ચોલી કટ અનારકલી સૂટ પહેર્યો હતો. બંને પોતપોતાના આઉટફીટમાં સારા લાગી રહ્યા હતા.
રવિન્દ્ર અને રિવાબા પ્રી-વેડિંગ સેરેમની બે મહિનાની સગાઈ બાદ તેમના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ. બંનેએ એપ્રિલ 2016માં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. બંનેના લગ્ન પહેલાની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ જોવા મળી હતી. તેમની પ્રી-વેડિંગ સેરેમનીથી લઈને તેમના લગ્ન સુધી બધુ જ રાજપુતાના રીતે થયુ હતુ. તેમની મહેંદી સેરેમનીમાં, રિવાબાએ યેલો કલરનો પેનટાર પહેર્યો હતો, જેને તેણે સફેદ અને પીળા ફૂલોના ઝવેરાત સાથે કેરી કર્યો હતો. જેમાં તે સુંદર દેખાતી હતી. તો, તેના પતિ રવિન્દ્ર તેના હલ્દી સમારોહમાં ટી-શર્ટ અને લોવરમાં જોવા મળ્યા હતા.