કરૂણાંતિકા:રાત્રે લગ્ન થયા સવારે યુવકનું માર્ગ અકસ્માતમાં કરૂણ મોત, આખા પરિવારમાં શોકની લાગણી પ્રસરી

રાજસ્થાનમાં માર્ગ અકસ્માતની દુર્ઘટનાએ નવ પરણિત યુવકનો ભોગ લીધો. 22 વર્ષીય યુવક ગાડીમાં લખાઉ ગામ નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક તેની ગાડી પલટી મારી જતા તેનું મોત થયું હતું.

આ અકસ્માતનો ભોગ બનેલા યુવકનું નામ રોહિતાશ છે અને તે ઢાઢરનો રહેવાસી હતો. રોહિતાશ મંગળવારે જ લગ્નના બંધનમાં બંધાયો હતો, તેના લગ્નની જાન લઈને આખો પરિવાર મંગળવારે ઝુંઝુનું જિલ્લામાં ગયા હતા. લગ્નપછી તે તેની પત્નીને ઘરે મૂકીને સવારના 11 વાગે તેના પરિવારના સભ્યોને લેવા માટે ગાડી લઈને સિરસલા જઈ રહ્યો હતો. તે દરમિયાન યુવકની ગાડી પલટી મારી ગઈ હતી અને આ દુર્ઘટનામાં તેનું મોત થયું હતું.

યુવકનું સારવાર દરમિયાન મોત
ગાડી પલટી મારી જતા યુવકને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી તેને સારવાર માટે ચુરૂના ડીબી હોસ્પિટલે લઈ જવાયો હતો. જ્યાંથી તેને રેફર કરી દેવાતા સીકરના SK હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો. યુવકની હાલત ગંભીર જણાતા ડોકટરોએ તાત્કાલિક તેને પ્રાથમિક સારવાર આપવાનું શરૂ કર્યું હતું.

પરંતુ ગંભીર ઈજાઓના કારણે તેનું સારવાર દરમિયાન જ મૃત્યું નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા યુવકના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. તેના પરિવારજનોએ ભીની આંખે બુધવારના રોજ નવપરિણિત યુવકના અંતિમ સંસ્કાર કર્યા હતા.

પરિવારજનોએ પોલીસ તપાસની ના પાડી
આ દુર્ઘટનાને પગલે પોલીસે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં તેઓ હોસ્પિટલે વધુ તપાસ અર્થે પહોંચી ગયા હતા. પોલીસ આમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તે પહેલા જ યુવકના પરિવારજનોએ તેનો વિરોધ કર્યો હતો અને કોઈપણ પ્રકારનો કેસ નોંધવા માટે પોલીસને મનાઈ ફરમાવી હતી.

error: Content is protected !!