લગ્ન કરીને પતિ પહેલી રાત મનાવે તે પહેલાં જ ભોળી દુલ્હન રમતી ખૌફનાક રમત

ગુજરાત સહિતના રાજ્યોમાં લૂંટરી દુલ્હને હમણાં ખૂબ તરખાચ મચાવ્યો છે. આવી જ દેખાવમાં ભોળી પણ શાતિર દુલ્હન સામે આવી છે. જે લગ્ન બાદ સુહાગરાત શરૂ થાય એ પહેલાં મોટો ગંદો કાંડ કરીને ભાગી જતી હતી. સુંદર દુલ્હન સાથે જિંદગી વિતાવના સપના જોતા અનેક યુવાનોને આ દુલ્હને શિકાર બનાવ્યા હતા. દુલ્હન અને તેની આખી ગેંગ ષડયંત્ર રચી યુવાનોને ફસાવતા હતા.

આ લૂંટેરી દુલ્હન ઉત્તર પ્રદેશમાં કળા કરી ગઈ હતી. દુલ્હનના સાથી પહેલાં લગ્ન કરવા માટે યુવતીને શોધ કરતાં પરિવારને શોધતા હતા પછી લગ્ન કરાવતા હતા. લગ્ન બાદ તક મળતા જ લૂંટેરી દુલ્હન પરિવારને નશાયુક્ત ભોજન કરાવીને ભાગી જતી હતી. પછી પોતાના સાથીઓની સાથે ઘરેણા તથા રોકડ રકમ લઈ ફરાર થઈ જતા હતા. પોલીસે દુલ્હન સહિત 5 લોકોની ધરપકડ કરી હતી.

પડોશમાં રહેતા લોકોએ લગ્ન કરાવ્યાઃ યુપીના શાહજહાંપુર જિલ્લાના બંડા ક્ષેત્રના પોકપુર ગામમાં રામસિંહ રહે છે. તેના પડોશમાં રહેતા કેટલાંક લોકોના કહેવા પર27 ઓગસ્ટના રોજ રાગિણી નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા.

રામસિંહ દુલ્હનને ઘરે લાવ્યો હતો. રાત્રે રાગિણીએ પરિવારને બેભાન કરી દીધા છે. પછી તે જ્વેલરી તથા રોકડ રકમ લઈને રફુચક્કર થઈ ગઈ હતી. હોશ આવ્યા બાદ રામસિંહે પોલીસને જાણ કરી હતી. પોલીસે પાંચ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી.

બસ સ્ટેન્ડ પર ધરપકડઃ પોલીસે ખબરીની માહિતી મળતા જ બસ સ્ટેન્ડની આસપાસ લુટેરી દુલ્હનની સાથે ભરત શાહ, પિંટુ, ખટ્ટર ઈસ્લામ તથા હરિદ્વારીની ધરપકડ કરી હતી. રામસિંહના ઘરેથી લૂટેલી જ્વેલરી તથા 50 હજાર રૂપિયા મળી આવ્યા હતા.

લગ્ન ઈચ્છુકોને ભોગ બનાવતાઃ પૂછપરછ દરમિયાન એ વાત સામે આવી કે ત્રણ સભ્યો લગ્ન કરવા માટે ઈચ્છુક લોકોને શોધ છે. ત્યારબાદ તેઓ તેમને યુવતી શોધી આપવાની લાલચ આરે છે.

જ્યારે પેલો ફસાઈ જાય ત્યારે બિહારથી રાગિણી તથા અન્ય સભ્યોને બોલાવીને સંપર્ક કરાવવામાં આવે છે. લગ્ન ઝડપથી નક્કી કરી દેવામાં આવે છે. રાત્રે તક મળતા જ પરિવારને બેભાન કરીને રાગિણી પૈસા ને જ્વેલરી લઈને ભાગી જતી હતી. એસપી એસ આનંદે કહ્યું હતું કે લગ્ન બાદ યુવતી ઘરના તમામ ઘરેણા લઈને ફરાર થઈ જતી હતી.

error: Content is protected !!