USમાં પટેલ ડૉક્ટર પ્રેમિકાને ભેટ્યા ને થોડી જ સેકન્ડમા પોતાની જ મર્સિડિઝ નીચે ચગદાઈને થયું મોત

33 વર્ષીય ગુજરાતી ડૉક્ટર રાકેશ પટેલની અમેરિકામાં હત્યા કરવામાં આવી હતી. હત્યાનું કારણ એટલું જ હતું કે તે પોતાની ચોરેલી કારને પરત લેવા માગતો હતો. રાકેશ પટેલની પ્રેમિકા રશેલ લિંકને આ આખી દુઃખદ ઘટના નજરે નિહાળી હતી. અમેરિકન સમય પ્રમાણે, 8 માર્ચ, મંગળવારની રાત્રે 8 વાગે આ ઘટના બની હતી. ડૉક્ટર રાકેશ પટેલ ‘રીક’ના નામથી મિત્રોમાં લોકપ્રિય હતો.

રાકેશ પટેલ સ્પ્રિનિંગ મેરીલેન્ડથી પોતાની મર્સિડિઝ કારમાં પોતાની ગર્લફ્રેન્ડને પેકેજ આપવા માટે બહાર નીકળ્યો હતો. રાકેશ પટેલ કારમાંથી બહાર આવતા જ કાર ચોરોએ તક ઝડપી લીધી હતી. ડૉક્ટર રાકેશ પટેલ પોતાની ગર્લફ્રેન્ડને ગળે ભેટ્યા ત્યારે એ તકનો લાભ લઈને બે ચોર મર્સિડિઝ લઈને ભાગી ગયા હતા.

રાકેશ પટેલ કારની પાછળ દોડ્યા હતા અને માંડમાંડ પોતાની કારની આગળ આવીને ઊભા રહી ગયા હતા. જોકે, ચોરોએ રાકેશ પર જ કાર ચઢાવીને તેની હત્યા કરી નાખી હતી. રાકેશ પટેલને તાત્કાલિક નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ હાજર ડૉક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા. આ કારમી ઘટના ગર્લફ્રેન્ડની નજર સામે બની હતી.

પટેલ મેડસ્ટાર વોશિગ્ટન હોસ્પિટલ સેન્ટરમાં ડૉક્ટર તરીકે ક્રિટિક કેરમાં છે. પટેલ ઘણાં જ કેરિંગ, સોશિયલ તથા સ્માર્ટ હતા. પટેલના પિતા પણ ડૉક્ટર છે. રાકેશના ડૉક્ટર પિતા રજનીકાંતે કહ્યું હતું કે તેમના દીકરાનો જીવ કારણ વગર લઈ લેવામાં આવ્યો. માતા ચારુલતાએ કહ્યું હતું કે તે હંમેશાં દીકરાને બેબી કહીને બોલાવતા હતા. હત્યાનું કોઈ જ કારણ નહોતું. એક કાર માટે હત્યા કરવામાં આવી? ઉલ્લેખનીય છે કે ચારુલતા-રજનીકાંતના પાંચં સંતાનોમાંથી ડૉક્ટર રાકેશ સૌથી નાના હતા. ચારુલતા-રજનીકાંતના બે સંતાનો ડૉક્ટર છે.

માહિતી આપનારને ઈનામ મળશેઃ વોશિગ્ટન પોલીસને હજી સુધી કાર ચોરો અંગે કોઈ જ માહિતી મળી નથી. આથી જ પોલીસે જાહેરાત કરી છે કે કાર ચોરો અંગે માહિતી આપનાર વ્યક્તિને 25 હજાર ડૉલર (અંદાજે 19,13,155 રૂપિયા) ઈનામ આપવામાં આવશે. પોલીસે ચોરી થયેલી મર્સિડિઝ કાર શોધીનાખી છે, પરંતુ બે ચોર હજી સુધી ફરાર છે.

મેડસ્ટાર હોસ્પિટલે કહ્યુ હતું કે ડૉક્ટર રાકેશ પટેલની હત્યાથી તેમને આંચકો લાગ્યો છે. તેઓ અહીંયા રેસિડેન્શિયલ ડૉક્ટર હતા અને ચેપી રોગોમાં ફેલોશિપ પૂરી કરી હતી. હાલમાં ક્રિટિકલ કેરમાં ટ્રેનિંગ લેતા હતા. હોસ્પિટલ ડૉક્ટર રાકેશ પટેલને હંમેશાં યાદ રાખશે.

error: Content is protected !!