કાર ને ટ્રોલી વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ કે ગાડીના થયા બે ભાગ, એક જ પરિવારના 5ના મોત

કાર ને ટ્રોલી વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ કે ગાડીના થયા બે ભાગ, એક જ પરિવારના 5ના મોત

રવિવારના રોજ સવારે ટ્રોલી તથા કારની વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી અને પાંચ લોકોના મોત નીપજ્યા હતા. 3 લોકો ઘાયલ થયા હતા. મૃતકમાં ચાર ભાઈ બહેન તથા જીજાજી છે. તમામ ગોવર્ધનથી ગિરિરાજજીની પરિક્રમા કરીને પરત ફરતા હતા. દંપતીનો 10 વર્ષીય પુત્ર ગંભીર રીતે ઘાયલ છે. પોલીસે કહ્યું હતું કે સવારે સાડા પાંચ વાગે દુર્ઘટના ઘટી હતી. 5 સીટર કારમાં 8 લોકો બેઠા હતા. ઘટના કઠૂમરની પાસે તુસારી વળાંક પર બની હતી.

તમામ મૃતક 28 વર્ષથી નાની ઉંમરનાઃ આ બનાવ રાજસ્થાનના અલવરનો છે. ઘટનામાં માલાખેડાના જમાલપુર ગામમાં રહેતો વીરેન્દ્ર સિંહ (26), બહેન પૂનમ (28), જીજાજી સુરેન્દ્રનું મોત થયું હતું. બહેન તથા સુરેન્દ્ર નીમાકાથાના સીકરના ભાગેસરમાં રહેતા હતા. વીરેન્દ્રના કાકાનો દીકરો અંકિત (10) તથા બહેન શિવાની (18)નું પણ મોત થયું હતું. ઘાયલમાં વીરેન્દ્રનો 10 વર્ષીય ભાણીયો પૂરવ, વીરેન્દ્રની પત્ની જુલી, ભાઈની પત્ની રશ્મિ સામેલ છે.

કારના બે ભાગ થઈ ગયાઃ ટ્રોલી તથા કારમાં એટલી જોરદાર ટક્કર થઈ કે કારનું ઉપરનું પત્તરું નીકળી ગયું હતું. કારની આગળનો હિસ્સો અલગ થઈ ગયો હતો. આ જોઈને અંદાજ લગાવી શકાય કે ટ્રોલી તથા કાર વચ્ચે કેટલી સ્પીડ હતી. પોલીસે કહ્યું હતું કે ટ્રોલીને જપ્ત કરીને તેના ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે.

એક ચિતા પર ત્રણ અંતિમ સંસ્કારઃ માલાખેડાના જમાલપુર ગામમાં પ્રહલાદ તથા ઓમકાર સિંહના ઘરેથી ત્રણ અર્થી એક સાથે નીકળી હતી. આ જોઈને આખું ગામ રડી પડ્યું હતું. લોકોની આંખોમાંથી આંસુ સૂકાતા નહોતા. પરિવારનો ચિત્કાર સાંભળીને ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો. એક જ ચિતા પર ત્રણ લોકોના અંતિમ સંસ્કાર થયા હતા, જેમાં ઓમકાર સિંહના સગા દીકરી-દીકરી તથા પ્રહલાદનો દીકરો વીરેન્દ્રના હતા. જીજાજી તથા બહેનના અંતિમ સંસ્કાર સીકરમાં કરવામાં આવ્યા હતા.

એક મહિના પહેલાં લગ્ન થયા હતાઃ વીરેન્દ્ર તથા સંદીપ બંને ભાઈના લગ્નને હજી મહિનો પણ થયો નથી. બંનેના લગ્ન 20 જુલાઈના રોજ થયા હતા. વીરેન્દ્રની પત્નીના હાથમાંથી હજી મહેંદી પણ ગઈ નથી. તે વિધવા થઈ છે. આ ઘટનામાં સંદીપની પત્ની ઘાયલ છે.

શ્રમ મંત્રી પણ આવ્યાઃ શ્રમરાજ્યમંત્રી ટીકારામ જૂલી પણ માલાખેડાના જમાલપુર ગામમાં આવ્યા હતા. પહેલાં હોસ્પિટલમાં દાખલ ઘાયલોની ખબર કાઢી હતી. ત્યારબાદ ગામમાં પરિવારના લોકોને સાંત્વના આપી હતી.