એક સાથે ઉઠી ત્રણ ભાઈઓની અર્થી, સવારે બહેનને કહ્યું હતું- જલ્દી ઘરે પાછો આવી જઈશ, સાંજે ઘરે પહોંચી ત્રણ-ત્રણ લાશો
એક ખૂબ જ દુઃખદ અને હતચમચાવી દેતો બનાવ બન્યો છે. એક લગ્ન સમારોહમાં હાજરી આપી હસીખુશીથી ઘરે પાછા જઈ રહેલા ત્રણ પિતરાઈ ભાઈઓ પર કાળ ત્રાટક્યો હતો. માતેલા સાંઢની જેમ આવતી એક સરકારી બસે બાઈક સવાર ત્રણેય ભાઈઓને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. બસ ત્રણેયને 50 ફૂટ સુધી ખેંચી ગઈ હતી. ત્રણેયના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે મૃતદેહોના ચિંથરા ઉડી ગયા હતા.
મૃતદેહોને ઓળખવા પણ મુશ્કેલ બની ગયા હતા. ત્રણ જુવાનજોધ દીકરાઓના મોતના સમાચાર સાંભળતા જ પરિવાર ભાંગી પડ્યો હતો. પરિવારજનોના કરુણ આક્રંદથી આખું ગામ ધ્રુજી ગયું હતું. ભાઈઓના મોતના સમાચાર સાંભળી બહેનો બેભાન થઈ ગઈ હતી.
આ અકસ્માત ગુરુવારે બપોરે જયપુર જિલ્લાના બસ્સી નજીક આગ્રા રોડ પર મોહનપુરા પુલિયા પાસે થયો હતો. અકસ્માતમાં માર્યા ગયેલા ત્રણેય યુવકો પિતરાઈ ભાઈઓ હતા. ત્રણેયએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એકબીજાના ફોટા પણ શેર કર્યા હતા. હીરાલાલ બૈરવા (28) બંને ભાઈઓ પંકજ (29) અને અજય (18)ને પોતાની સાથે લઈ ગયો હતો.
થોડા દિવસો પહેલા હીરાલાલે તેમનો ફોટો શેર કરીને તેમના ભાઈ પંકજ બૈરવાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. પોસ્ટમાં લખ્યું હતું કે હેપ્પી બર્થ ડે ભાઈ, તમે હજારો વર્ષ જીવો. હવે બંને એક સાથે મૃત્યુ પામ્યા. શુક્રવારે ત્રણેય ભાઈઓના અંતિમ સંસ્કાર એક સાથે કરવામાં આવશે. અકસ્માત બાદ પાવટા (તુંગા) ગામમાં ચકચાર મચી ગઈ છે.
હીરાલાલ પાવટામાં જ વેલ્ડીંગનું કામ કરતા હતા. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતો હતો. તે વેલ્ડીંગના કામના ફોટા શેર કરતો હતો. તે તેના પરિવારમાં એકમાત્ર કમાનાર હતો. હીરાલાલના પિતાનું થોડાં વર્ષ પહેલાં અવસાન થયું હતું. હીરાલાલ પર તેની પત્ની, ત્રણ બાળકો અને બે બહેનોની જવાબદારી હતી. હવે પરિવારમાં કોઈ કમાનાર નથી.
પુત્રના મોતનાં સમાચાર સાંભળીને માતા બેભાન
પંકજ બસ્સીમાંથી ITI કરી રહ્યો હતો. ઘટનાની માહિતી મળતાં પિતા અને માતાની હાલત ખરાબ છે. પુત્રના મોતથી માતા સ્તબ્ધ થઈ ગઈ હતી. પંકજના મોટા ભાઈને જાણ થતાં તે તેના પિતા સાથે બસ્સી મોરચુરી પહોંચ્યો હતો. પરિવારજનોને ઘટનાની જાણ થતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા. પંકજનો જન્મદિવસ 5મી ફેબ્રુઆરીએ હતો.
ભાઈના મૃત્યુના સમાચાર સાંભળીને બહેનની તબિયત લથડી
અજય 12મા ધોરણનો વિદ્યાર્થી હતો. ઘરમાં એક બહેન અને માતા-પિતા હતા. જ્યારે અજયની બહેનને તેના ભાઈના મૃત્યુની ખબર પડી ત્યારે તેની તબિયત લથડી હતી. બહેને કહ્યું- તે માની નથી શકતી કે આ તેના ભાઈ સાથે થયું હશે. જતી વખતે મેં કહ્યું હતું કે હું લગ્ન પછી જલ્દી પાછો આવીશ. બહેને જણાવ્યું કે અજયને લગ્નમાં જવાનો શોખ હતો.
તેથી ભાઈઓ સાથે લગ્નમાં ગયો. અકસ્માત પહેલા ફોન કર્યો હતો અને કહ્યું હતું કે હું જલ્દી ઘરે પહોંચી જઈશ. અજય તેના માતા-પિતાને ખૂબ પ્રેમ કરતો હતો. ફેસબુક પર પણ લવ યુ મમ્મી અને પપ્પા લખેલું છે. બસ્સી પોલીસે જણાવ્યું કે હીરાલાલ બૈરવાના સાળાના લગ્ન દૌસામાં થયા હતા. ત્રણેય એક જ બાઇક પર બેસીને દૌસાથી પાવટા પરત ફરી રહ્યા હતા.