દીકરાને ભણાવવા આવતી ટીચર અને કાપડનો વેપારી મિટાવતા શરીરની ભૂખ, પછી એક દિવસ ચાલુ કારમાં…

એક શોકિંગ બનાવ સામે આવ્યો છે. જેમાં ઘરે બાળકોને ટ્યુશન કરાવવા આવતી 29 વર્ષની એક સ્વરૂપવાન ટીચર સાથે બાળકના પિતાનું દીલ આવી ગયું હતું. બંને વચ્ચે પહેલા ફ્રેન્ડશીપ થઈ પછી અફેર ચાલુ થઈ ગયું હતું. ટીચર અને કાપડનો વેપારી ભાન ભૂલીને શરીરની ભૂખ મિટાવતા હતા. આ સંબંધોમાં બાદમાં લગ્નનું દબાણ અને બ્લેક મેઈલિંગ શરૂ થતાં લોહીયાળ અને હચમચાવી દેતો અંજામ આવ્યો હતો.

પ્લાસ્ટિકની થેલીમાં મળી હતી યુવતીની લાશ
પ્રાપ્ત વિગત મુજબ રાજસ્થાનના અલવર જિલ્લાના તતારપુર વિસ્તારમાં 16 માર્ચના રોજ એક પ્લાસ્ટિકની મોટી થેલીમાં યુવતીની લાશ મળી આવી હતી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં યુવતીનું ગળું દબાવીને હત્યા થયાનો ખુલાસો થયો હતો. પોલીસ અધિકારી વિજય ચંદેલના નેતૃત્વમાં એક ટીમ બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી.

પોલીસ આ રીતે કરી મૃતક યુવતીની ઓળખ
આ ટીમે શોધી કાઢ્યું હતું કે જે યુવતીની લાશ મળી આવી હતી તેનું નામ પ્રિયંકા બહલ હતું. તે નવી દિલ્હીના ચાંદ મોહલ્લામાં રહેતી હતી. આ યુવતી 14 માર્ચે પૈસા કાઢવા માટે ઘરેથી બેંક જવાનું કહીને નીકળી હતી, પણ પછી તે ક્યારેય ઘરે પાછી આવી નહોતી. તપાસમાં સીસીટીવી ફુટેજમાં પોલીસે એક કારની ઓળખી કરી હતી. જેના આધારે પોલીસે દિલ્હી અને ગાઝિયાબાદના અનેક સ્થળો પર રેડ પાડી ચાર લોકોની ધરપકડ કરી હતી. ભિવાડી એસપી શાંતનુ કુમારસિંહે જણાવ્યું હતું કે પોલીસે હત્યાના આરોપમાં દિલ્હીના આનંદ વિહારમાં રહેતા કાપડના વેપારી કપિલ ગુપ્તા (39), તેની પત્ની સુનૈના ગુપ્તા (38), નોકર રાજકિશોર યાદવ (24) અને સચિન દેવલ (23)ની ધરપકડ કરી હતી.

ટ્યુશન ટીચર અને કાપડના વેપારી વચ્ચે શારીરિક સંબંધો બંધાયા
પ્રિયંકા બહલ નામની યુવતી કાપડના વેપારી કપિલ ગુપ્તાના બાળકનો ટ્યુશન કરાવતી હતી. આ દરમિયાન પ્રિયંકા અને કપિલ ગુપ્તા વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા. બાદમાં પ્રિયંકા લગ્ન કરવાની જીદ કરવા લાગી હતી. કાપડનો વેપારી કપિલ ગુપ્તાએ લગ્નની ના પાડી તો પ્રિયંકા બ્લેકમેઈલ કરવા લાગી હતી, જેમાં તેણે 50 લાખ રૂપિયા માંગ્યા હતા. અંતે કપિલે ગુપ્તાએ આ માટે પોતાની પત્ની સુનૈના ગુપ્તા અને નોકર રાજકિશોરને વિશ્વાસમાં લઈને ખતરનાક પ્લાન ઘડી કાઢ્યો હતો.

ચાલુ કારમાં ટીચરનું ગળું દબાવી દીધું
પોલીસે જણાવ્યું હતું કે 14 માર્ચે વેપારીએ પ્રિયંકાને પોતાના નોકર સાથે બેંકમાંથી પૈસા લેવા માટે મોકલી હતી. તેને કારમાં બેસાડીને લઈ ગયો હતો. કાપડના વેપારીએ ચાલુ કારમાં જ પ્રિયંકાનું ગળું દબાવી દીધું હતું.

લાશને ઠેકાણે પાડવા પત્નીને સાથે લીધી
લાશને ઠેકાણે પાડવા માટે કપિલ ગુપ્તાએ તેની પત્ની સુનૈનાને કારમાં બેસાડી હતી. બપોરે 3 વાગ્યે નવી દિલ્હીથી કાર હંકારી રાજસ્થાનના અલવર પાસે તતારપુર વિસ્તારમાં લાશને ફેંકી દીધી હતી. લાશને ફેંક્યા બાદ બધા રાત્રે 11.30 વાગ્યે દિલ્હી પાછા આવ્યા હતા.

error: Content is protected !!