મોટો ધડાકોઃ રાજ ભારતીના 15 યુવતીઓ સાથે સંબંધ હતા, અનુયાયીઓની દીકરીઓ સાથે જ…

મોટો ધડાકોઃ રાજ ભારતીના 15 યુવતીઓ સાથે સંબંધ હતા, અનુયાયીઓની દીકરીઓ સાથે જ…

જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા ભારતી આશ્રમના શિષ્ય અને ઝાંઝરડા રોડ પર આવેલા ખેતલિયા દાદાના મંદિરના મહંત રાજ ભારતીબાપુએ પોતાની જ પિસ્તોલથી જાતે ગોળી મારીને આત્મહત્યા કરી છે. જે અંગે સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય પ્રમુખ ડૉ. જ્યોતિર્નાથએ જણાવ્યું છે કે, રાજ ભારતીના યુવતીઓ સાથેના સંબંધો બહાર આવતા તેમજ દારૂની પાર્ટીઓનાં રહસ્યો જાહેર થઇ જતાં આપઘાત કરી લીધો છે. આ અંગે તેમણે રાજ ભારતીને ચેતવ્યા પણ હતા.

પહેલી ફરિયાદ 8 જૂને આવી હતી
દિવ્ય ભાસ્કર સાથેની વાતમાં સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય પ્રમુખ ડૉ. જ્યોતિર્નાથએ કહ્યું કે, રાજ ભારતી મૂળ મુસ્લિમ હતા અને ત્યાર બાદ હિન્દુ ધર્મ અપનાવી ભારતી બાપુના શિષ્ય બન્યા. ત્યાર બાદ રાજ ભારતીના કુકર્મ ઘણાં હતાં. એક યુવતીએ 8 જૂન 2022ના રોજ મને પહેલી ફરિયાદ કરી હતી ત્યાર બાદ ઘણી બધી તપાસ કરતા વિગતો બહાર આવી હતી. 12થી 15 યુવતીઓ સાથે કુકર્મ થયાની માહિતી મળી હતી.

એક-બે દિવસમાં ફરિયાદ થવાની હતી
ડૉ. જ્યોતિર્નાથે જણાવ્યું કે, બે મહિના પહેલાં મેં રાજ ભારતીને ચેતવ્યા હતા કે આ યોગ્ય નથી. સંતે સંયમમાં રહેવું જોઇએ. તમે તમારી મર્યાદા ચૂકી ગયા છો. ક્યાંક એવું ન થાય કે તેનું પરિણામ ભોગવવું પડે. પરંતુ હવે સરવાળે એ જ હાલત થઇ છે. જે વીડિયો અમારી પાસે જૂન મહિનાથી છે તે અત્યારે છાપરે ચડીને બહાર આવ્યો છે. એક દીકરીએ પોલીસ ફરિયાદની તૈયારી કરી હતી. એક-બે દિવસમાં ફરિયાદ દાખલ થવાની હતી એવા સંજોગોમાં રાજ ભારતી પાસે કોઇ વિકલ્પ રહ્યો ન હતો. તેથી તેમણે આ પગલું ભર્યું છે.

ભગવો ઉતારી ટી-શર્ટ, હાફ પેન્ટમાં ફરતા
તેમણે કહ્યું કે આ સમગ્ર ઘટના કર્મને આધીન રહીને હું જોઇ રહ્યો છું. પાપનો ઘડો ભરાઇ જાય ત્યારે પાપ છાપરે ચડીને પોકારે છે એ કહેવાત સાર્થક થતી દેખાય છે. રાજ ભારતીબાપુ ઘણા સમયથી છકી ગયા હતા. તેઓ દારૂની પાર્ટીઓ કરતા, ભગવો ઉતારી ટીશર્ટ અને ભગવો ઉતારી હાફ પેન્ટમાં ફરતા. દીકરીઓ સાથે ઐયાસી કરી ક્યાંક ને ક્યાંક તેમનું પાપ છાપરે ચડીને પોકાર્યું. આ કોઇક દીકરીથી સહન નહીં થયું હોય એટલે ફરિયાદની પૂર્ણ તૈયારી હતી.

અનુયાયીઓની દીકરીઓ ભોગ બની
તેમણે જણાવ્યું કે, રાજ ભારતીબાપુથી પીડિત યુવતીઓ મૂળ ગુજરાતી છે અને મુંબઇ, રાજસ્થાન સહિત જુદી જુદી જગ્યાઓ પર રહે છે. રાજ ભારતી સામે પહેલી ફરિયાદ લઇને આવી હતી તે યુવતી મૂળ સૌરાષ્ટ્રની છે અને મુંબઇ રહે છે. યુવતીનાં માતાપિતા ભારતીબાપુને ખૂબ માનતાં હતાં તેથી યુવતી રાજ ભારતીના સંપર્કમાં આવી હતી. જ્યાર બાદ કોઇ કેફી પીણું પીવડાવી રાજ ભારતીએ દુષ્કર્મ આચર્યું હતું તેમ યુવતીનું કહેવું હતું.

વીડિયો પુરાવા છતાં રાજ ભારતી મદમાં હતા
રાજ ભારતીને આ રસ્તે જતાં રોક્યા ત્યારે તેમનો શું પ્રત્યુત્તર હતો તેવા સવાલના જવાબમાં ડૉ. જ્યોતિર્નાથએ કહ્યું કે, રાજ ભારતીનો જવાબ ખૂબ જ નિષ્ઠુર વ્યક્તિ જેવો હતો. રાજ ભારતી આક્ષેપો વિશે કહેતા કે આ વાતો ખોટી છે, આવું કશું બન્યું જ નથી. ત્યારે મેં રાજ ભારતીને કહ્યું કે મારી પાસે પુરાવા છે. તો પણ રાજ ભારતી મદમાં હતા. ઉપરવાળાએ તેમને આ સબક આપ્યો છે.

દરેક ગુરુ શિષ્ય પર ધ્યાન આપે
તેમણે ઉમેર્યું કે, દરેક ગુરુની જવાબદારી છે કે પોતાના શિષ્ય કેટલા આડંબરમાં જીવે છે, કેટલા વ્યભિચારમાં જીવે છે તેના પર ધ્યાન આપવું જોઇએ.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *