રાધનપુરના ગોતરકા ગામના જવાન નું પાર્થિવદેહને અંતિમ સંસ્કાર માટે માદરે લાવતા આખુ ગામ હિબકે ચડ્યું

પાટણ : જિલ્લાના રાધનપુર તાલુકાના ગોતરકા ગામના આર્મી જવાનનું લાંબી બીમારી બાદ ત્રણ ડિસેમ્બરના રોજ મુંબઇની આર્મી હોસ્પિટલમાં નિધન થયું હતું. આજે તેમના પાર્થિવદેહને અંતિમ સંસ્કાર માટે માદરે વતન ગોતરકા ગામ લાવતા આખુ ગામ હિબકે ચડ્યું હતુ. જવાનની અંતિમ યાત્રામાં ગોતરકા ગામ સહિત આજુબાજુના ગામના હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા.

જવાનની અંતિમ યાત્રામાં ગોતરકા ગામ સહિત આજુબાજુના ગામના હજારોની સંખ્યામાં લોકો જોડાયા ગોતરકા ગામના જવાન લાલાભાઈ હીરાભાઈ રબારી છેલ્લા પાંચ વર્ષથી આર્મીમાં ફરજ બજાવતા હતાજવાન લાલાભાઈ કેન્સરની બીમારીથી પીડિત હોવાથી છેલ્લા કેટલાક સમયથી મુંબઇની આર્મી હોસ્પિટલમાં સારવાવ લઇ રહ્યાં હતા.

રાધનપુર તાલુકાના ગોતરકા ગામના જવાન લાલાભાઈ હીરાભાઈ રબારી છેલ્લા પાંચ વર્ષથી આર્મીમાં ફરજ બજાવતા હતા. છેલ્લે તેઓ શ્રીનગર ખાતે ફરજ બજાવતાં હતા. જવાન લાલાભાઈ કેન્સરની બીમારીથી પીડિત હોવાથી છેલ્લા કેટલાક સમયથી મુંબઇની આર્મી હોસ્પિટલમાં સારવાવ લઇ રહ્યાં હતા. જેમનું ત્રણ ડિસેમ્બરના નિધન થયું હતું. આજે તેમના પાર્થિવદેહને અંતિમ સંસ્કાર માટે માદરે વતન ગોતરકા ગામ લવાતા હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી અને તેમની રાજકીય સમ્માન સાથે અંતિમ વીધિ કરવામાં આવી હતી.

error: Content is protected !!