આ ખેડૂતે દુધનો ધંધો વધારવા માટે 30 કરોડ રૂપિયાનું હેલીકોપ્ટર ખરીદ્યુ, ગામલોકો હેલિકોપ્ટરને જોવા માટે ટોળે વળ્યા

‘બેટા જોબ ન લાગતી હોય તો દૂધ વેચવાનું શરૂ કરી દો.’ આ વાક્ય સાંભળીને કોઈ શિક્ષિત છોકરો નારાજ થઈ શકે છે. તે કહેશે કે ‘શું હવે હું દૂધવાળો બની જઉ? હું આવા નાના કામો નહી કરી શકું?’ પરંતુ બેટા, કોઈ કામ નાનું કે મોટું નથી હોતુ. જો તમે તમારું કામ ખંતપૂર્વક કરો, તો પછી તમે તેમાં પણ ઘણી કમાણી કરી શકો છો. હવે આ દૂધવાળાને જ જોઈ લો, જેમણે તેના દૂધના ધંધા માટે 30 કરોડનું હેલિકોપ્ટર ખરીદ્યું છે.

વિશ્વ દૂધ દિવસ (World Milk Day) દર વર્ષે 1 જૂનના રોજ ઉજવવામાં આવે છે. આ પ્રસંગે અમે તમને દેશના સૌથી ધનિક દૂધવાળાનો પરિચય આપવા જઈ રહ્યા છીએ. તેનું નામ જનાર્દન ભોઇર છે. તે મહારાષ્ટ્રના ભિવંડીમાં રહે છે. તે દૂધનો વેપારી અને ખેડૂત છે. આ સિવાય તેમનો રિયલ એસ્ટેટનો વ્યવસાય પણ છે. તેમની પાસે 100 કરોડથી વધુની સંપત્તિ છે. તેઓએ દૂધ વેંચીને અને ખેતી કરીને આ બધુ બનાવ્યું છે.

થોડા સમય પહેલા જનાર્દન ભોઇરે પોતાનો દૂધનો ધંધો વધારવા માટે 30 કરોડ રૂપિયાનું હેલિકોપ્ટર ખરીદ્યું હતું. સામાન્ય રીતે અંબાણી અને અદાણી જેવા અબજોપતિ ઉદ્યોગપતિઓ તેમની સાથે ખાનગી હેલિકોપ્ટર રાખે છે, પરંતુ દૂધવાળાનું હેલિકોપ્ટર ખરીદવું એ પોતાનામાં ચોંકાવનારા સમાચાર છે.

વાસ્તવમાં, દૂધ કારોબારી જનાર્દન ભોઇરે પોતાના ધંધાના સંબંધમાં દેશના અને વિદેશના ઘણા રાજ્યોમાં જવું પડે છે. મુસાફરી કરવામાં ઘણો સમય બરબાદ થાય છે. તેનો સમય બચાવવા માટે, તેણે એક હેલિકોપ્ટર ખરીદ્યું છે. એટલું જ નહીં, તેણે પોતાની 2.5 એકર જમીનમાં હેલીપેડ પણ બનાવડાવ્યુ છે. આ ઉપરાંત અહીં પાઇલટ રૂમ અને ટેકનિશિયન રૂમ પણ બનાવવામાં આવ્યો છે. હેલિકોપ્ટર માટે રાઉન્ડ સ્ટ્રીપ્સ અને અન્ય વસ્તુઓ પણ બનાવવામાં આવી છે.

જનાર્દન ભોઇર પહેલી વાર હેલિકોપ્ટર લાવ્યો હતો, ત્યારે તેને જોવા આસપાસ લોકોના ટોળા ઉમટ્યા હતા. ગામના દરેક વ્યક્તિ તેની અંદર બેસવા માંગતા હતા. આમ તો, જનાર્દન ભોઇરે ઘણા લોકોને તેમના હેલિકોપ્ટરમાં ફરવા માટે પણ લઈ ગયા છે. મહિનાના 15 દિવસ ડેરી વ્યવસાયને કારણે જનાર્દન પંજાબ, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન જતા રહે છે. તો સાથે જ રિયલ એસ્ટેટના કામ માટે પણ તેમનો પ્રવાસ ચાલુ રહે છે. હવે તેમની પાસે પોતાનું હેલિકોપ્ટર હોવાને કારણે તેમનો ઘણો સમય બચી જાય છે.

એ જોવાનું રસપ્રદ છે કે એક તરફ રાજ્ય સરકારો દૂધ ઉત્પાદન વધારવા માટે ખેડૂતોને સબસિડી આપી રહી છે. બીજી તરફ, દૂધના કેટલાક વેપારીઓ તકનીકી વસ્તુઓની મદદ લઇ દૂધના ઉત્પાદનમાં વધારો કરી રહ્યા છે. આજકાલ, ખૂબ જ આધુનિક તકનીક આવી છે કે દૂધ દોહવાથી લઈને ગ્રાહકનાં વાસણમાં પહોંચાડવા સુધીના કામ માટે તેને હાથ લગાવવાની જરૂર રહેતી નથી. આ આધુનિક તકનીક જનાર્દનની ડેરી પર પણ ઉપલબ્ધ છે. તેમની ડેરીમાંથી દૂધ ઘણા હજાર લોકો સુધી પહોંચે છે.

હું આશા રાખું છું કે આ દૂધના વેપારીની સ્ટોરી સાંભળીને તમને પણ પ્રેરણા મળી હશે. અમે એવું નથી કહી રહ્યા કે તમારે પણ આજથી જ દૂધ વેચવાનું શરૂ કરવું જોઈએ. ફક્ત આ વસ્તુને સમજો કે જો તમે કોઈ પણ પરિશ્રમ અને મનથી કામ કરો છો, તો તમે ટોપ જઈને ખૂબ પૈસા કમાઈ શકો છો.દૂધ વેચવા માટે ખરીદ્યુ 30 કરોડ રૂપિયાનું હેલીકોપ્ટર, ખેતરમા પાયલટરૂમ અને હેલીપેડ પણ બનાવડાવ્યુ

error: Content is protected !!