લાડલી પતિ પાસે જવાની હતી કેનેડા, ટ્રક ચાલકની એક ભૂલને કારણે મળ્યું મોત

લાડલી પતિ પાસે જવાની હતી કેનેડા, ટ્રક ચાલકની એક ભૂલને કારણે મળ્યું મોત

ટ્રક નીચે આવી જવાથી એક્ટિવા ચાલક યુવતીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રક ડ્રાઇવર ભાગવા જતો હતો, પરંતુ પોલીસે લોકોની મદદથી તેને પકડી લીધો હતો. લોકોના મતે ડ્રાઇવર નશામાં ધૂત હતો. પોલીસ હવે મેડિકલ તપાસ કરાવશે. ઘટના બાદ પરિવારે એમ્બ્યૂલન્સને બદલે પોતાની દીકરીની લાશ પોતાની કારમાં મૂકી હતી. પોસ્ટમોર્ટમ માટે દીકરીની લાશને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરિવારે ડ્રાઇવર વિરુદ્ધ કેસ કર્યો છે.

પોલીસ તપાસમાં એ વાત સામે આવે છે કે 27 વર્ષીય તેજિંદર કૌર નામની યુવતી થોડાં સમય પહેલાં જ ઇંગ્લેન્ડથી ભારત આવી છે. તેનો પતિ કેનેડામાં રહે છે. તે મોડલ ટાઉનમાં બ્યૂટીશિયનનો કોર્સ કરતી હતી. કોર્સ પૂરો કર્યા બાદ તે કેનેડા જવાની હતી. જોકે, ડ્રાઇવરની ભૂલને કારણે તેજિંદર જીવિત ના રહી. એસએચઓ સુખબીર સિંહે કહ્યું હતું કે ડ્રાઇવરની ધરપકડ થઈ ગઈ છે.

પંજાબના જલંધરમાં મકસૂદાં મંડીની પાસે આ અકસ્માત થયો હતો. પરિવારના મતે, લિદ્દડા ગામમાં રહેતી 27 વર્ષીય તેજિંદર 9 સપ્ટેમ્બર, ગુરુવારના રોજ બ્યૂટીપાર્લર જવા નીકળી હતી. જ્યારે તે મકસૂદાં મંડી પાસે પહોંચી તો અચાનક જ ટ્રક ડ્રાઇવરે તેને કચડી નાખી હતી. યુવતીનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. નજીકમાં જ પોલીસ ચોકી છે. અકસ્માત બાદ ડ્રાઇવર ભાગવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ લોકોની મદદથી તેને પકડી લેવાયો હતો.

એમ્બ્યૂલન્સમાં ના મોકલી લાશઃ ઘટનાસ્થળની તપાસ બાદ પોલીસે જ્યારે લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ જવાનું કહ્યું તો પરિવારે એમ્બ્યૂલન્સમાં દીકરીને લાશ મૂકવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. પરિવારે ઘરેથી પોતાની ગાડી મગાવી હતી અને લાશ તેમાં મૂકી હતી.

પોલીસ ચોકી શું કામનીઃ જ્યાં અકસ્માત થયો ત્યાં નજીકમાં જ પોલીસની નાકાબંધી છે. પોલીસ અહીંયા વાહનોનું ચેકિંગ કરે છે. હવે સવાલ એ છે કે જો ડ્રાઇવર નશામાં હતો તો નાકાબંધીમાં કેવી રીતે નીકળી ગયો અને અકસ્માત કર્યો. હાલમાં અધિકારીઓએ એટલું જ કહ્યું છે કે ડ્રાઇવર વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ કર્મીઓ વિરુદ્ધ તપાસ કરવામાં આવશે.

પોલીસ પર સવાલ ઉઠ્યો કે વ્યસ્ત રસ્તા પર હેવી વાહન કેવી રીતે આવે? આ કેસમાં હવે પોલીસ તરફ પણ આંગળી ચિંધવામાં આવી છે. શહેરમાં આ સમયે હેવી વાહનોની એન્ટ્રી બંધ રાખવામાં આવે છે. તેમ છતાંય કેવી રીતે ટ્રક રસ્તા પરથી પસાર થઈ? ઉચ્ચ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે આની તપાસ કરવામાં આવશે.