ગૂજરાતના આ PSIની બદલીથી ગામ થયું ભાવુક ,PSI પટેલના વિદાય સમારંભમાં જનતાની આંખમાંથી આંસુ સરી પડ્યાં,

સાબરકાંઠા:પોલીસના સામાન્ય લોકો વચ્ચે કેવા આત્મીયતાના સંબંધો હોય એનું ઉદાહરણ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના એક પોલીસ સબ-ઈન્સપેક્ટરની બદલી થયા પછી તેમની વિદાય વખતે જોવા મળ્યું હતું. ખેડબ્રહ્માના PSI વિશાલ પટેલની બદલી થતાં ખેડબ્રહ્મા તાલુકાના લોકોએ ભારે હૈયે વિદાય આપી હતી. વિદાય કાર્યક્રમમાં પોલીસકર્મચારીઓ તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, પરંતુ સામાન્ય લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તેમની આંખમાં પણ આંસુ આવી ગયાં હતાં. આ વિદાય સમારંભનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થઈ રહ્યો છે.

પોલીસની નોકરી એવી છે, જેમાં પોલીસકર્મચારીઓ અને અધિકારીઓની અવારનવાર બદલીઓ થતી હોય છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં PSI તરીકે ફરજ બજાવતા વિશાલ પટેલની બદલી કરવામાં આવતાં તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. સબ-ઈન્સપેક્ટરની બદલીના સમાચારથી જ ખેડબ્રહ્માના લોકોમાં જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય એમ લાગ્યું હતું.

PSI વિશાલ પટેલના વિદાય સમારંભ દરમિયાન તેમને વિદાય આપવા આવેલા સહકર્મીઓ અને લોકોની આંખમાં આંસુઓ છલકાયાં હતાં. આ વિદાય સમારંભનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થઈ રહ્યો છે.

પીએસઆઈ વિશાલ પટેલે કોરોના મહામારી દરમિયાન અને લોકડાઉન દરમિયાન લોકોની પૂરી નિષ્ઠાથી સેવા કરી હતી, જેને કારણે લોકો વચ્ચે તેઓ લોકપ્રિય બન્યા હતા. ત્યારે તેમની બદલી સમયે તેમનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. એ દરમિયાન પોલીસ અને સામાન્ય જનતા વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.

error: Content is protected !!