બોલીવૂડના આટઆટલા એક્ટર સાથે જોડાયું હતું પ્રિયંકાનું નામ, એક તો હતો પરિણિત..

બોલીવૂડના આટઆટલા એક્ટર સાથે જોડાયું હતું પ્રિયંકાનું નામ, એક તો હતો પરિણિત..

હિન્દી સિનેમાની જાણીતી અને સુંદર અભિનેત્રી પ્રિયંકા ચોપડા આજે 39 વર્ષની થઇ ગઇ છે. બોલીવૂડથી ઇન્ટરનેશલ સ્તર સુધી ઓળખ બનાવનારી પ્રિયંકાના હોલીવૂડમાં પણ ફેન્સ છે. પ્રિયંકાનો જન્મ 18 જુલાઇ 1982માં જમશેદપુરમાં થયો હતો. તેઓ પોતાની અદાકારીની સાથે સાથે સુંદરતાથી દેશ-દુનિયામાં નામ બનાવ્યું છે. આવો આજે તમને અભિનેત્રીના જન્મ દિવસના અવસર પર તેની સાથે જોડાયેલી કેટલીક વાતો અંગે જણાવીએ.

પ્રિયંકા ચોપડાને દેશી ગર્લના નામથી પણ ઓલળવામાં આવે છે. ફિલ્મોમાં પગલા રાખવાની સાથે જ તેઓ મોટી ઓળખ બનાવી ચૂકી હતી. જ્યારે વર્ષ 2000માં તે મિસ વર્લ્ડ બની હતી. વર્ષ 2002માં માત્ર 18 વર્ષની ઉંમરમાં પ્રિયંકાના માથા પર મિસ વર્લ્ડનો તાજ સજી ચૂક્યો હતો અને ત્યારબાદ તેમનો બોલીવૂડમાં કામ કરવાનો રસ્તો પણ ખુલી ગયો હતો.

પ્રિયંકાની ફિલ્મ કરીયરની શરૂઆત વર્ષ 2002માં તામિલ ફિલ્મ થમીજનથી થઇ હતી. જ્યારે બોલીવૂડમાં તેઓએ વર્ષ 2003માં ફિલ્મ ધ હિરોમાં સેકન્ડ લીડ રોલ કર્યો હતો. તો વર્ષ 2003માં અક્ષય કુમાર સાથે પરીથી તેઓ સેકેન્ડ લીડ રોલમાં નજર આવી હતી આ ફિલ્મ હતી અંદાજ.

પ્રિયંકાને સાચી ઓળખ વર્ષ 2004માં આવેલી ફિલ્મ એતરાજથી મળી હતી. આ ફિલ્મમાં તેમની જોડી સુપરસ્ટાર અક્ષય કુમાર સાથે હતી અને પછી તેઓએ ક્યારે પાછુંવળી જોયું નથી. ફિલ્મમાં કરીના કપૂર પણ મુખ્ય રોલમાં હતી. ફિલ્મમાં પ્રિયંકાએ નકારાત્મક ભુમિકા કરી દર્શકોનું દિલ જીતી લીધું હતું.

જ્યારે પડદા પર અક્ષય કુમાર અને પ્રિયંકાની જોડી ખુબ જ પસંદ કરવામાં આવી તો અસલ જીવનમાં પણ બંને એક બીજાને પોતાનું દિલ દઇ બેઠા હતા. અંદાજ અને એતરાજ બાદ પ્રિયંકા ચોપડા અને અક્ષય કુમારે ફિલ્મ વક્તમાં સાથે કામ કર્યું.

અક્ષય કુમાર
અક્ષય કુમાર અને પ્રિયંકાના અફેયરના સમાચાર ટ્વીંકલને પણ થઇ ગયા હતા. એવામાં ટ્વિંકલ આ ફિલ્મના સેટ પર પહોંચી ગઇ. તેઓએ પ્રિયંકા તો ન મળી પરંતુ અક્ષયની સાથે તેનો મોટો ઝઘડો થઇ ગયો હતો અને આમ આ સંબંધનો અંત આવી ગયો હતો. ત્યારબાદ અક્ષય અને પ્રિયંકા ક્યારેય કોઇ ફિલ્મમાં નજર આવ્યા નથી.

શાહરૂખ ખાન
અક્ષય કુમાર બાદ પ્રિયંકાનું અફેયર શાહરૂખ ખાન સાથે પણ ચાલ્યું. બંને ફિલ્મ ડોન દરમિયાન એક બીજાને પોતાનું દિલ દઇ બેઠા હતા. પરંતુ શાહરૂખની પત્ની ગૌરી ખાને શાહરૂખને ચેતાવણી આપી હતી અને પછી આ બંનેએ પણ એક બીજાથી દૂરી બનાવી લીધી હતી.

શાહીદ કપૂર-હરમન બાવેજા સાથે નામ જોડાયું
પ્રિયંકા ચોપડાનું નામ જાણીતા અભિનેતા શાહીદ કપૂર અને અભિનેતા હરમન બાવેજાની સાથે પણ જોડાયું હતું. પરંતુ ક્યારેય તેમના પ્રેમને કોઇ મંજીલ મળી શકી નહીં.

પછી 10 વર્ષ નાના નિક સાથે કર્યા લગ્ન
પ્રિયંકા ચોપડાએ પોતાનાથી 10 વર્ષ નાના અમેરિકન સિંગર નિક જોનાસ સાથે વર્ષ 2028માં લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન હિન્દુ અને કિશ્ચન રીતિ-રિવાજની સાથે સંપન્ન થયા હતા. જણાવી દઇએ કે લગ્ન બાદ પ્રિયંકા અમેરિકામાં સેટલ થઇ ગઇ છે. જો કે તે અવાર નવાર ભારત આવતી રહે છે.