ગુજરાતમાં અહીં પોલીસે પાડ્યા દરોડા, એકથી એક ચડિયાતી સાત વિદેશી રૂપલલનાઓ રંગેહાથ પકડાઈ, જુઓ તસવીરો
ગુજરાતમાં વધુ કૂટણખાના ઝડપાયા છે. સુરત શહેરની ઉમરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે માહિતીના આધારે સ્પાની આડમાં ચાલતા અનૈતિક ધામ પર દરોડા પાડીને વિદેશી યુવતીઓને મુક્ત કરાવી છે. સુરત પોલીસે કુલ ત્રણ જગ્યાએ સ્પા પર દરોડાની કાર્યવાહી કરી હતી. જેમાં કુલ સાત વિદેશી છોકરીઓને મુક્ત કરાવી હતી. સાત વિદેશી સહિત ત્રણેય જગ્યાએથી કુલ 19 યુવતીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન કુલ 22 યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે દરોડાની કાર્યવાહી દરમિયાન કુલ 41 લોકોની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરત શહેરના પોષ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં સ્પા સેન્ટરના નામે ગોરખધંધા ચાલી રહ્યા હોવાની ચર્ચા ઉઠી રહી હતી, ત્યાં ખાસ કરીને સુરત મિસિંગ સેલને આ બાબતે સૂચનાઓ આપવામાં આવી છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી. ત્યારે ઉમરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે વેસુ VIP રોડ, રઘુવીર બીઝનેસ પાર્કના પહેલા માળે થાયા નામની શોપમાં સ્પાની આડમાં ધમધમી રહેલા કૂટણખાના પર દરોડો પાડવામાં આવ્યા હતા.
પોલીસના દરોડા દરમિયાન જાણવા મળ્યું કે સ્પાનો માલિક ભાવેશ અને અનીલ મસાજના નામે ભારતીય અને વિદેશી મહિલાઓને રાખીને શરીરસુખ માણવાની સવલતો પૂરી પાડતા હતા. ખાસ કરીને આ વિદેશી મહિલાઓને સંચાલકો કોઈ દૂરના વિસ્તારમાં ફ્લેટ કે ઘર રાખીને રાખતા હતા. જેથી કોઈને ખાસ ખ્યાલ ન આવે. પોલીસે બાતમીને આઘારે દરોડાની કાર્યવાહી કરી હતી.
આ બાબતે પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર દરોડા પાડીને સ્પાના સંચાલક, મેનેજર મુકેશ કુમાર, વિજય કુમાર પટેલ તેમજ ગ્રાહક ચેતન પટેલ, વિમલ શાહ, પુરણસિંહ રાજપુરોહિત, હરેશભાઈ કુકડીયા, અમિત પટેલને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રોકડા રૂપિયા 10,600, કુલ 9 નંગ મોબાઈલ ફોન, 13 નંગ કોન્ડોમ એમ કુલ 55,100નો મુદ્દામાલ કબજે કરવાની સાથે જ સ્પાના માલિક ભાવેશ અને અનીલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સમયાંતરે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હોવા છતાં સુરતમાં ઘણા લાંબા સમયથી આવા ગોરખધંધા ચાલી રહ્યા છે.સ્પાના નામે ચાલતા ગોરખધંધા પર પોલીસ રેડ, ભારતીય અને વિદેશી મહિલાઓ રાખીને શરીરસુખ માણવાની સવલતો પૂરી પાડતા, જુઓ તસવીરો