દુકાનમાં કામ કરતા છોકરા પર દયા ખાઈ ઘરે જમવા લઈ આવ્યા, ને તેણેજ માલકિન પર બગાડી નજર અને…
મહારાષ્ટ્ર : થાણે જિલ્લામાં એક યુવકે પોતાના દુકાન માલિકની પત્નીની હત્યા કરી દીધી હતી. આરોપી યુવક એ મહિલા સાથે શારીરિક સંબંધ બનાવવા માંગતો હતો. પરંતુ મહિલાએ આ વાતનો ઈન્કાર કર્યો હતો. અને પોતાના પતિને આ અંગે ફરિયાદ કરવાની ધમકી પણ આપી હતી. આ વાતથી ઘબરાયેલ નોકરે માલિકની પત્નીની હત્યા કરી નાંખી હતી.
હત્યાની આ ઘટના થાણે જિલ્લાના ડોંબિવલીની છે. જ્યાં માનપાડા પોલીસે 20 વર્ષીય આરોપી યુવકની ધરપકડ કરી છે. આ ઘટના રવિવાર સાંજે બની હતી. આરોપીની ઓળખ ગુડ્ડુ કુમાર ઉર્ફ રંજનના રૂપમાં થઈ છે. આરોપી ડોંબિવલીમાં એક કિરાણાની દુકાનમાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર ઉપર કામ કરતો હતો. રવિવારે દુકાન માલિકે તેને જમવા માટે ઘરે બોલાવ્યો હતો.
આરોપી રંજને દુકાન માલિક અને તેની પત્નીએ ખાતા પહેલા તેને ડ્રિંક્સ આપ્યું હતું. અને વાતચીત કરવા લાગ્યા હતા. આવું ચાલી રહ્યું હતું ત્યારે દુકાન માલિકને એક અર્જન્ટ કોલ આવતા, અને થોડો સમય ઘરની બહાર જવું પડ્યું હતું. હવે ઘરમાં દુકાન માલિકની પત્ની અને તેનો કર્મચારી એકલા જ હતા.
આ દરમિયાન રંજને પોતાના માલિકની ગેરહાજરીનો ફાયદો ઉઠાવવાની કોશીશ કરી બોસની પત્ની સાથે શરીર સંબંધ બાંધવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આવું કરવા માટે રંજન મહિલા પર દાબણ બનાવી રહ્યો હતો. રંજનની આ કરતૂત જોઈને મહિલા ગુસ્સે થઈ ગઈ હતી. અને રંજનને ધમકી આપી હતી કે તેમની આ કરતૂત પોતાના પતિને જણાવી દેશે.
મહિલાની વાત સાંભળીને રંજન ગભરાઈ ગયો હતો. અને ગભરાયેલ રંજને એક ધારદાર હથિયારથી મહિલા ઉપર હુમલો કર્યો હતો. અને ચપ્પાના ઘા મારીને તેની હત્યા કરી દીધી હતી. ઘટનાને અંજામ આપીને રંજન ઘરમાંથી ફરાર થઈ ગયો હતો. જ્યારે દુકાન માલિક ઘરમાં પહોંચ્યો તો પોતાની પત્નીને લોહીથી લથપથ જોઈ હતી. અને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી હતી. જોકે, ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
બાદમાં માનપાડા પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળ ઉપર જઈને દુકાન માલિકનું નિવેદન નોંધ્યું અને નિશાનદેહી ઉપર પોલીસની ટીમે આરોપી રંજનને દબોચી લીધો હતો. તેણે પોલીસ અધિકારીઓની પૂછપરછ દરમિયાન સમગ્ર હકીકત જણાવી હતી. અને પોતાનો ગુનો કબૂલ્યો હતો.