એકજ પરીવારનાં 4 સભ્યોનાં મોત, બે ગંભીર રીતે ઘાયલ, છોકરી ભાગી જતાં નારાજ હતો પરિવાર

પંજાબનાં બટાલામાં રવિવારે સવારે એક ખતરનાક કિસ્સો સામે આવ્યો છે. પ્રેમ પ્રકરણનાં લિધે એક પરિવાર પર ફાયરિંગ કરવામાં આવ્યુ છે જેમાં 4 લોકોની મોત થઇ છે અને 2 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા અમૃતસર લઇ જવામાં આવ્યા છે. હાલ પોલીસ વિવિધ સૂત્રો અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટના જુના બલ્લારવાલ ગામની છે. મૃતકોની ઓળખ મંગલસિંહ (65), પુત્ર ઉજાગરસિંહ, સુખવિંદર સિંઘ (35), પુત્ર મંગલસિંહ, જસવીરસિંહ (32) પુત્ર મંગલસિંહ અને બબનદીપસિંહ (22) પુત્ર જસપાલસિંહ તરીકે થઈ છે. તેમના જ પરિવારના સભ્યો હરમનદીપ સિંહ અને જસપ્રીત સિંહ ઘાયલ થયા છે. બંનેને પહેલા બટાલાની સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ અમૃતસર રિફર કરવામાં આવ્યા હતા. તે જ સમયે, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે માર્ચરીમાં રાખવામાં આવ્યા છે.

બાતમી મળ્યા બાદ ધુમાણ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. ઇજાગ્રસ્ત હરમનસિંહ, જસપ્રીતસિંઘ અને પીડિતોનાં સબંધીઓએ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવતાં જણાવ્યું હતું કે તેમના ભાઈને ગામની જ એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. આજે સવારે છોકરાનો પરિવાર તેમના ખેતરોમાં કામ કરી રહ્યો હતો અને તે દરમિયાન યુવતીના પિતા અને કેટલાક અન્ય લોકો ત્યાં આવ્યા હતા અને અચાનક જ તેઓએ હુમલો કર્યો હતો.

આ બાબતે, ડીએસપી હરકિશનસિંહે જણાવ્યું હતું કે બલ્લરવાલ ગામમાં રહેતો સુખવિંદરસિંહ સોનીએ એક જ પરિવારના 6 લોકોને ગોળી મારીને ઈજા પહોંચાડી હતી. તેમાંથી બેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બે લોકોનું હોસ્પિટલ લઈ જતા માર્ગમાં મોત થયું હતું. બે ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. ઘાયલોના નિવેદનના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

error: Content is protected !!