8માં ધોરણમાં ભણતા આ ટેણિયાના કારનામા સામે એન્જીનિયરને પણ છે ફેલ, ઉંમર છે માત્ર 13 વર્ષની

રાજસ્થાન:કહેવત છેકે, પુત્રનાં પગ પારણમાં જ દેખાય જાય છે. આવું જ કંઈક જયપુરના જામવરમગઢ તાલુકાના નાના ગામ ખાવરાણીજીમાં રહેતા ધીરજ કુમારમાં જોવા મળે છે. ધીરજ ભલે અત્યારે આઠમા ધોરણમાં ભણતો હોય, પરંતુ તેની ‘જુગાડ’ એન્જિનિયરિંગ આ દિવસોમાં દરેકને આશ્ચર્યમાં મૂકી રહી છે.

ઉંમર ભલે નાની હોઈ શકે પણ હિંમતની કોઈ કમી નથી. જયપુરના જામવરમગઢ તાલુકાના નાના ગામ ખાવરાનીજીમાં રહેતા ધીરજની ઉંમર માત્ર 13 વર્ષની છે, પરંતુ તેની અસાધારણ પ્રતિભા જોઈને મોટા એન્જિનિયરોનાં પણ છક્કા છૂટી જાય છે. ધીરજ ભલે આઠમા ધોરણમાં ભણતો હોય, પણ તેના કારનામા મોટા એન્જિનિયરને નિષ્ફળ કરવાના છે, તેણે નાની ઉંમરે એન્જિનિયરિંગના ઘણા અનોખા દાખલા તૈયાર કર્યા છે.

ધીરજની એન્જિનિયરિંગ જોઈને તેનું આખું ગામ અને આસપાસના વિસ્તારના લોકો ઘણી વખત વિચારવા મજબૂર થાય છે કે આટલી નાની ઉંમરે ધીરજે આ બધું કેવી રીતે કર્યું? ધીરજે ભંગારમાંછી જુગાડ કરીને એન્જીનિયરિંગનાં બેસ્ટ ઉદાહરણો રજૂ કર્યા છે. ધીરજ કબૂલ કરે છે કે તે હવે મારા માટે ખૂબ જ સરળ બની ગયું છે. મને હંમેશા શોખ હતો કે મારે કંઈક નવું કરવું જોઈએ, કંઈક અલગ કરવું જોઈએ, આ માટે મેં ઘરમાં બેકાર રહેલી વસ્તુઓ પર હાથ અજમાવવાનું શરૂ કર્યું.

બેકાર સીરિંજમાંથી બનાવ્યુ જેસીબી        ધીરજે નકામી સિરીંજમાંથી જેસીબી બનાવ્યું. જેસીબી કેવી રીતે કામ કરે છે તેનું આ એક મોડેલ છે. તેને બનાવવા માટે ધીરજને લગભગ 15 દિવસ લાગ્યા. પહેલા તેણે કચરાની સિરીંજને એકસાથે મૂકી અને પછી આ મોડેલને કાર્ડબોર્ડ અને વેસ્ટ મટિરિયલમાંથી બનાવ્યું. શહેરી જીવનથી દૂર એક નાનકડા ગામમાં રહેતા, ધીરજે ‘જુગાડ’ માંથી જ કુલર, જેસીબી અને ડિસ્કો લાઇટ પણ ડિઝાઇન કરી છે. એટલું જ નહીં, આ બાળક દ્વારા બનાવેલું કુલર હવે બજારમાં વેચાઈ રહ્યું છે

ધીરજના પિતા કહે છે કે તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તે આ બધી વસ્તુઓ જંકમાંથી બનાવશે. તે કહે છે કે તે દિવસભર શાળામાંથી આવ્યા બાદ પહેલા અભ્યાસ કરે છે અને પછી તેના પ્રોજેક્ટ પર કામ કરે છે. તે રમવા માટે બહાર જતો નથી, તેનું મન માત્ર એક નવો પ્રોજેક્ટ બનાવવા અને જૂનાને પુરો કરવામાં વ્યસ્ત રહે છે.

ગામના લોકો પણ ધીરજના કારનામાથી ખૂબ પ્રભાવિત છે. તેમનું માનવું છે કે આટલી નાની ઉંમરે આવા કામ કરવું ખૂબ જ મુશ્કેલ છે અને તેથી જ તે ગામના બાકીના બાળકો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યો છે. ગ્રામજનો માને છે કે આજે તેમના ગામનું નામ ધીરજના ચર્ચામાં છે. અત્યારે જ્યારે આ ઉંમરના બાળકો સ્માર્ટફોન પર ગેમ રમવામાં સમય પસાર કરી રહ્યા છે ત્યારે આવા યુગમાં ધીરજ જેવા બાળકોની આ પ્રતિભા ખરેખર પ્રશંસનીય છે.

error: Content is protected !!