રાજકોટમાં દુર્ઘટના:યાજ્ઞિક રોડ પર આવેલા ધનરજની બિલ્ડીંગમાં બાલ્કનીનો ભાગ તૂટી પડ્યો, 7થી વધુ…..

રાજકોટ ; હાલ યાજ્ઞિક રોડ પર આવેલ ધનરજની બિલ્ડીંગમા બાલ્કનીનો ભાગ તૂટી પડતા કેટલાક લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને પગલે હાલ રસ્તો બંધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 7થી વધુ વાહનોનો પણ ચૂર ચૂર થઈ ગયા છે. સ્થાનિકો દ્વારા કાચ તોડી ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવાનું કામગીરી કરવામાં આવી રહી છે.

યાજ્ઞિક રોડ પર બનેલી આ મોંટી દુર્ઘટનાને પગલે ખરીદી કરતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે. અને બિલ્ડીંગનો પ્રથમ માળ બંધ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ફાયર વિભાગ અને પીજીવીસીએલની ટીમ ઘટના બન્યાના એક કલાક બાદ પહોંચી છે અને JCB ની મદદથી અન્ય ભાગ તોડી, વીજ પુરવઠો બંધ કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

ધડાકાભેર એક અવાજ આવ્યો
આ અંગે ધનરજની બિલ્ડીંગના સ્થાનિક દુકાનદાર મુન્નાભાઈએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, મારું છેલ્લે ગેરેજ આવેલું છે હું દુકાનની અંદર હતો અને ધડાકાભેર એક અવાજ આવ્યો એટલે હું દોડીને દુકાનની બહાર નીકળ્યો જોયું તો આખો ઉપલો માળ નીચે આવી ગયો હતો.આ દુર્ઘટનામાં અંદાજિત 10થી 15 જેટલા દુકાનદારોને નુકસાન થયેલું છે. અમે જનરલ સ્ટોરમાંથી જ 8થી 10 જેટલા લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા છે

ધીમે ધીમે દુકાનમાંથી બહાર નીકળ્યા
આ દુર્ઘટના જે સ્થળે સર્જાયએ સ્થળે એક મહિલા ખરીદી કરવા આવ્યા હતા તેમણે દિવ્ય ભાસ્કરને પોતાનો અનુભવ જણાવતાં કહ્યું હતું કે, હું ખરીદી કરતી હતી અને બહારથી બધું નોર્મલ હતું અચાનક અવાજ આવ્યો અને જોયું તો આખી છત નીચે પડી ગઈ. હું જે દુકાનમાં હતી ત્યાં દરવાજો લોક થઈ ગયો. એ એટલે અમે લોકો ધીમે ધીમે દુકાનમાંથી બહાર નીકળ્યા હતા.

સ્થાનિકો ઉમટી પડ્યા
ઉલ્લેખનીય છે કે આ છત પડતા ત્યાં પાર્ક કરેલા 7 જેટલા વાહનોને મોટી નુકસાની પહોંચી છે. આ બનાવની જાણ થતાં જ આસપાસના સ્થાનિકો ઉમટી પડ્યા હતા. જોકે, સદનસીબે છત એવા સમયે પડી કે જ્યારે રાહદારી કે વાહન ચાલકોની ચહલ પહલ ન હોય બચી જવા પામ્યા હતા.

error: Content is protected !!