4-4 સંતાનોને રેઢા મૂકીને પ્રેમી સાથે ભાગેલી પરિણીતા ઝડપાઇ, મહિલાએ કર્યા ચોંકાવનારા ખુલાસા

જેતપુર:ચાર સંતાનને મૂકી પ્રેમી સાથે ભાગી ગયેલી પરિણીતાને તેના પ્રેમી સાથે સોમનાથથી ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. અને જેતપુર લાવી સમજાવટથી પતિ, બાળકો સાથે મિલન કરાવ્યું હતું. આ તકે પરિણીતાએ જણાવ્યું હતું કે તેના પતિની સતત મારકૂટના લીધે તે કંટાળી હતી અને ઘર છોડીને જતી રહી હતી.

જેતપુરનાં કોટડીયાવાડી વિસ્તારમાં રહેતાં પરપ્રાંતીય પરિવારની આરતીબેન ત્રિલોકસિંહ રાજાવાડ ૧૩ દિવસ પહેલા બાવાવાળાપરા વિસ્તારમાં રહેતાં એક શખ્સ સાથે ભાગી ગઇ હતી.

ફરિયાદ મહિલાના પતિ ત્રિલોકસિંહે શહેર પોલીસમાં નોંધાવતાં પોલીસે ચાર સંતાનોની કાકલુદી સાંભળી તેની માતાને પકડી પાડવા ચક્રો ગતિમાન કરતા પ્રેમી પંખીડા સોમનાથથી મળી આવતાં પોલીસની ટીમે આરતીબેન તેમજ તેનાં પ્રેમીને જેતપુર લાવ્યા હતા અને પતિ તેમજ ચાર સંતાનો સાથે મીલન કરાવ્યું હતું.

આરતીએ જણાવ્યું હતું કે તેના લગ્ન 9 વર્ષ પહેલાં થયા છે અને તેનો પતિ તેને સતત મારતો, ઘરમાંથી બહાર નીકળવા ન દેતો. શરૂઆતમાં તો તેણીને પતિ સાથે રહેવું જ નહતું પરંતુ બાળકો માટે થઇને તે પતિ સાથે રહેવા તૈયાર થઇ હતી.

સિટી.પી.આઈ.પી.ડી.દરજીએ આ કેસમાં મહત્વની ભુમિકા ભજવી હતી.

error: Content is protected !!