વિશ્વનું એક એવું શક્તિપીઠ કે જ્યાં આરતીમાં વચ્ચે લેવાય છે એક મિનિટનો વિરામ, આ વાત નહીં જાણતા હોંવએ નક્કી!

કાશ્મીર એટલે કે કેશર અને કેશર એ જ કુમકુમ. જે માતાજીની રાજોપચાર પૂજામાં વપરાય છે. એટલું જ નહીં, આમ પૂજામાં પણ માતાજીને કેશરનો લેપ સાથે કુમકુમની બિંદી કરવામાં આવે છે. આદ્યશક્તિ મા અંબાનું અખંડ સૌભાગ્યનું પ્રતીક છે. જોકે, બદલાતા સમયમાં હવે હળદર અને ચૂનામિશ્રિત કુમકુમ શ્રદ્ધાળુઓ દ્વારા વપરાઈ રહ્યું છે.માતાજીના યંત્રના સ્થાનમાં આંખથી જોવાનો નિષેધ હોઇ પૂજારી પણ આંખે પાટા બાંધીને પૂજા કરે છે. ગોખમાં એવી રીતે વસ્ત્રાલંકારો તથા આભૂષણોનો શણગાર કરાય છે કે દર્શન કરનારને સવાર, બપોર અને સાંજે માતાજી જાણે વાઘ ઉપર બેઠાં હોય.

અંબાજી મંદિરની પરંપરા મુજબ નીજમંદિરમાં માતાજીની સવારી સ્વરૂપ વાઘ પર શ્રદ્ધાળુઓ કુમકુમ ચડાવી પોતાના નીજગૃહે લઇ જાય છે. તેમાં સાક્ષાત માતાજીનાં દર્શન અને પ્રસાદની શ્રદ્ધા સમાયેલી છે. માટે જ, માતાજીની પૂજામાં શુદ્ધ કેશર (કુમકુમ) દ્વારા પૂજા કરવામાં આવે છે. એટલું જ નહીં, આમ પૂજા વિધિમાં એટલા માટે જ કુમકુમનું વિશેષ મહત્વ સમાયેલું છે.- ભરતભાઈ પાધ્યા, અંબાજી મંદિરના પૂજારી ભટ્ટજી મહારાજ

મા અંબાની પ્રાગટ્ય કથા: સતી પાર્વતીના હૃદયનો હિસ્સો જ્યાં પડ્યો એ સ્થાન આરાસુર
કથા ભાગવત પુરાણ મુજબ, હિમાલયના રાજા દક્ષ પ્રજાપતિ એ બૃહસ્પતિષ્ક નામના યજ્ઞમાં બધા દેવોને આમંત્રણ આપ્યું, પણ જમાઈ ભગવાન શિવને આમંત્રણ ન આપ્યું. તેમ છતાં સતી પાર્વતી પિતાને ઘરે પહોંચી ગયાં. એ વખતે દક્ષે શિવજી વિશે અપમાનજનક શબ્દો ઉચ્ચારતાં પાર્વતી યજ્ઞકુંડમાં કૂદી પડ્યાં. શિવજીએ પાર્વતીના દેહને ખભા પર મૂકી તાંડવ નૃત્ય કર્યું. શિવના ક્રોધથી સમગ્ર સૃષ્ટિ ભયભીત થતાં ભગવાન વિષ્ણુએ ચક્ર વડે સતીના દેહના ટુકડા કર્યા.

એ વખતે જ્યાં જ્યાં સતીના દેહના ટુકડા પડ્યા એ દરેક સ્થાનો શક્તિપીઠ તરીકે ઓળખાયાં. સતી પાર્વતીના હૃદયનો હિસ્સો જ્યાં પડ્યો એ સ્થાન આરાસુરી અંબાજી શક્તિપીઠ તરીકે ઓળખાયું. તંત્ર ચુડામણિમાં ઉલ્લેખ મુજબ, 51 શક્તિપીઠોમાં ઉલ્લેખાતાં અંબાજીમાં દેવી સતીના હૃદયનો અને અર્બુદાચલ (માઉન્ટ આબુ) પર્વત ઉપર અધર (હોઠ) ના ભાગ પડ્યા હતા. દેવી ભાગવત મુજબ, અગ્નિદેવની કૃપાથી મહિષાસુર ત્રણે લોકમાં ત્રાસ વર્તાવતો હતો.

તેનો સંહાર કરવા દેવોએ ભગવાન શિવજને પ્રાર્થના કરી. તે સમયે મા અંબા પ્રગટ થયાં. તેમણે મહિષ નામના દાનવનો સંહાર કરતાં તેઓ મહિષાસુરમર્દિની કહેવાયાં. ઉલ્લેખનીય છે કે, મંદિર પરિસરમાં 45 મિનિટમાં મા અંબાની ઉત્પત્તિ અને 51 શક્તિપીઠોની સમજ આપવા 3-ડી મુવી થિયેટર છે. 3 થિયેટરમાં દરેકમાં 70 સીટ છે.

પૂજાનું રહસ્ય: યંત્રમાં બિરાજમાન છે મૈયા: અંબાજી મંદિરમાં માતાજીની મૂર્તિ જ નથી, અહીં પૂજાય છે વીસાયંત્ર, પૂજારી પણ આંખે પાટા બાંધીને કરે છે પૂજા
ભારતમાં એકમાત્ર આ એવું સ્થળ છે, જ્યાં શક્તિપીઠના પરિસરમાં જ વીસાયંત્રનો અભિષેક થતો હોય. યંત્રની બિલકુલ નજીકથી ગંગાજળથી અભિષેક સાથે શ્લોકાત્મક પૂજા કરવાની વિશેષ વ્યવસ્થા છે. મા અંબાના દર્શન કરવા ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે, પરંતુ તેમને કદાચ એ વાતની ખબર નહીં હોય કે મૂળ સ્થાનકમાં માતાજીની મૂર્તિ જ નથી. અહીં વીસાયંત્રની પૂજા કરાય છે. આ યંત્ર માન્યતા અનુસાર શ્રીયંત્ર છે, જે ઉજ્જૈન તેમજ નેપાળના શક્તિપીઠોના મૂળ યંત્ર સાથે સંકળાયેલું છે. યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે. આ યંત્ર શુદ્ધ સોનાનું છે. માતાજીના યંત્રના સ્થાનમાં આંખથી જોવાનો નિષેધ હોઇ પૂજારી પણ આંખે પાટા બાંધીને પૂજા કરે છે. ગોખમાં એવી રીતે વસ્ત્રાલંકારો તથા આભૂષણોનો શણગાર કરાય છે કે દર્શન કરનારને સવાર, બપોર અને સાંજે માતાજી જાણે વાઘ ઉપર બેઠાં હોય.

વિશ્વનું એક એવું શક્તિપીઠ છે, જ્યાં આરતીમાં વચ્ચે એક મિનિટનો વિરામ લેવાય છે
અંબાજી વિશ્વનું એવું શક્તિપીઠ છે જ્યાં સવાર-સાંજની આરતીમાં વચ્ચે એક મિનિટનો વિરામ લેવાય છે. જય આદ્યશક્તિ… મા જય આદ્યશક્તિ… આ આરતી આગળ વધે અને તેરશે તુળજારૂપ તમે તારૂણી માતા… પંક્તિ પછી અચાનક આરતી રોકાય છે અને એક મિનિટ પછી ચૌદશે ચૌદારૂપ ચંડી ચામુંડા…પંક્તિથી આરતી પુન: શરૂ થાય છે. આ વિરામ દરમિયાન પૂજારી પોતાની આંખે પાટા બાંધી પ્રજ્વલીત આરતી દ્વારા મા અંબાના વીસાયંત્રની વિશેષ પૂજા કરે છે.ગુજરાતના આ મંદિરમાં નથી માતાની મૂર્તિ, પૂજારી આંખે પાટા બાંધીને ચાલુ આરતીમાં કરે છે વિસાયંત્રની પૂજા, માતાને ચડતાં કુમકુમનું પણ છે વિશેષ મહત્વ

error: Content is protected !!